Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Colossians 2 OGCB

Side by side with the Father's Heart Bible™

1મારી ઇચ્છા છે કે તમે એ જાણો કે, તમારે માટે લાઓદિકિયામાંની મંડળી માટે, અને જેઓ મને અંગત રીતે મળ્યાં નથી તેઓને માટે હું કેટલો બધો પરિશ્રમ કરું છું. 2મારો ધ્યેય એ છે કે તેઓના હ્રદયમાં દિલાસો પામે અને એક પ્રેમમાં જોડાયેલાં રહે, જેથી તેઓ સંપૂણઁ સમજણને પ્રાપ્ત કરે ને તેઓ ઇશ્વરનાં એટલે મસીહનાં મમઁ જાણી શકે. 3તેમનામાં સર્વ જ્ઞાન અને બુધ્ધિનો અખૂટ ભંડાર સમાયેલો છે. 4કોઈ મીઠી મીઠી વાતો કરીને તમને ભરમાવી ન જાય માટે હું તમને આ બધું કહું છું. 5કેમકે હું શરીરે તમારાથી દુર છું પણ આત્મામાં તમારી સાથે છું, અને તમે કેટલાં શિસ્તબધ્ધ છો તથા મસીહમાં તમારો વિશ્વાસ કેટલો દ્રઢ છે તે જોઇને મને આનંદ થાય છે.

મસીહમાં આધ્યાત્મિક પૂણઁતા

6તો જેમ, તમે મસીહ ઈસુને પ્રભુ તરીકે સ્વીકાયાઁ, તેમ તેમનામાં તમારા જીવન જીવતાં રહો, 7અને તેમનામાં જડ ઘાલેલા તથા સ્થપાયેલા થઇને, તથા મળેલાં શિક્ષણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને આભારસ્તુતિથી ભરપૂર થાઓ.

8સાવધ રહો, કે કોઈ તમને ખોટા અને છેતરપિંડી ભયાઁ ફિલસુફીઓ દ્રારા ન ફસાવે, જે મસીહ પર નહિ, પણ મનુષ્યના સંપ્રદાય પ્રમાણે અને આ જગતના મૂળભૂત આત્મિક પરિબળો પર આધારીત છે.

9કેમકે મસીહમાં દેવત્વની સંપૂર્ણતા રહેલી છે. 10અને મસીહમાં તમે સર્વસંપન્ન છો. તેઓ સર્વોચ્ચ અધિકારી તથા સત્તાઓ તેમની હકૂમત હેઠળ છે. 11તેમનામાં તમે સુન્નતિ થયા જે સુન્નત માણસોના હાથે કરેલી નથી. મસીહ દ્રારા તમારી સુન્નત કરવામાં આવી ત્યારે શરીર દ્રારા સંચાલિત સંપૂણઁ સ્વભાવને દૂર કરવામાં આવ્યો હતો. 12તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા અને ઈશ્વરે જેને મૂએલામાંથી ઉઠાડયા, તેમના કાયઁમાં તમારા વિશ્વાસ દ્રારા તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.

13જયારે તમે તમારા પાપોમાં અને તમારા દેહની બેસુન્નતમાં મૂએલા હતા, ત્યારે ઈશ્વરે તમને મસીહ સાથે સજીવન કયાઁ. તેમણે આપણા બધા પાપો માફ કયાઁ, 14અને વિધિઓનું ખત જે આપણી વિરુધ્ધ હતું તે રદ કયુઁ અને આપણને દોષિત ઠેરવતું હતું, તેને ક્રૂસ પર ખિલ્લા મારીને દૂર કયાઁ છે. 15અને સત્તા અને અધિકારીઓને નિઃશસ્ત્ર કરીને, તેમણે તેમને જાહેરમાં ઉઘાડાં પાડયા, અને ક્રૂસ દ્રારા તેઓ પર વિજય મેળવ્યો.

માનવ નિયમોથી સ્વતંત્રતા

16તેથી, કોઇ પણ વ્યકિત તમારા ખાવાપીવા કે તહેવારો, ચંદ્ર, કે સાબ્બાથવારના દિવસને ધ્યાનમાં રાખીને તમારો ન્યાય ન કરે. 17આ તો આવનારી બાબતોનો પડછાયો છે; પણ વાસ્તવિકતા તો મસીહમાં જોવા મળે છે. 18જે કોઇ ખોટી નમ્રતા અને દૂતોની આરાધનામાં આનંદ માણે છે, તે તમને અયોગ્ય ન ઠરાવે. આવી વ્યકિત તેણે જે જોયું છે તેના વિષે પણ ખૂબ વિગતવાર વાત કરે છે, તે પોતાના અધમીઁ મનથી ફુલાય જય છે. 19તેઓ શિરની સાથે જોડાયેલાં નથી, પણ જેનાથી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઇશ્વરથી વૃધ્ધિ પામે છે.

20જયારે તમે મસીહની સાથે જગતનાં તત્વો સંબંધી મૂઆ, તો પછી જગતમાં જીવનારાની પેઠે વિધિઓને આધીન કેમ થાઓ છો? 21“જેમ કે અમુક ખોરાકને ખાવો નહિ! કે તેને અડકવો નહિ! ચાખવો નહિ!” 22એ સઘળાં વાનાં વપરાશથી જ નાશ પામનારાં છે, એ વિધિઓ તો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે. 23તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહદમન વિષે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઇ રીતે શરીરને ઉપયોગી નથી.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]