Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 9 OGCB

Show OGCB only
Verse × ×
1 But Saul, still breathing threats and murder against the Lord's disciples, went to the high priest, શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તે પ્રમુખયાજક પાસે ગયો.
2 and asked him for letters to Damascus's synagogues, so that if he found any of the Way, men or women, he could bring them bound to Jerusalem. અને દમાસ્કસમાંના સભાસ્થાનો પર પત્રોની માગણી કરી જો તેને એ માગઁનો કોઈ પણ માણસ મળે ભલે તે પુરુષ કે સ્ત્રી હોય, તેમને બંદિવાન બનાવીને યરુશાલેમ લઈ આવે.
3 As he traveled and was approaching Damascus, suddenly a light from heaven flashed around him. જયારે તે પોતાની મુસાફરી દરમિયાન દમાસ્કસની નજીક આવ્યો ત્યારે અચાનક તેની આસપાસ આકાશમાંથી એક પ્રકાશ ચમકયો,
4 He fell to the ground and heard a voice saying, "Saul, Saul, why are you persecuting me?" તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી: “શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?”
5 He said, "Who are you, Lord?" And he said, "I am Jesus, whom you are persecuting. શાઉલે પૂછયું, “પ્રભુ! તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે
6 But rise and enter the city, and you will be told what you must do." હવે, તું ઊઠીને શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”
7 The men traveling with him stood speechless, hearing the voice but seeing no one. શાઉલની સાથે ચાલનારાં માણસો અવાક બની ગયા. કારણ કે તેમને અવાજ સંભળાયો, પણ કોઈને જોયા નહિ.
8 Saul got up from the ground, but with eyes open he saw nothing; they led him by the hand and brought him into Damascus. પછી શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે આંખો ખોલી, પણ તે કશું જોઈ શકયો નહિ. એટલે તેનો હાથ પકડીને તેઓ તેને દમાસ્કસમાં દોરી ગયા.
9 He was blind for three days and neither ate nor drank. ત્રણ દિવસ સુધી તે અંધ અવસ્થામાં રહ્યો. અને તેણે કશું જ ખાધું પીધું નહિ.
10 A disciple named Ananias lived in Damascus. In a vision the Lord said, "Ananias." He answered, "Here I am, Lord." હવે દમાસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “હા પ્રભુ!”
11 The Lord said to him, "Get up, go to the street called Straight, and look in Judas's house for a man from Tarsus named Saul—he is praying, પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામનાં રસ્તામાં જઈને યહૂદા નામનાં માણસના ઘરે જા અને તાર્સસનાં શાઉલ વિષે પૂછ, જો તે પ્રાર્થના કરે છે.
12 and in a vision has seen a man named Ananias come in and place his hands on him so he may see again." તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ આવીને તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરે, જેથી તે દેખતો થાય.”
13 Ananias replied, "Lord, many have told me about this man—the harm he's done your holy ones in Jerusalem. અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ! મેં આ માણસ વિશે ઘણી વાતો સાંભળી છે અને યરુશાલેમમાંના તમારા પવિત્ર લોકો પર તેણે જે દુષ્ટતા કરી છે તેના વિશે પણ સાંભળ્યું છે.
14 And here he has authority from the chief priests to bind all who call on your name." મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઇને તે અહીં આવ્યો છે કે જેઓ તમારા નામ પર વિશ્વાસ કરે છે તેઓને પકડે.”
15 But the Lord said to him, "Go, for this man is my chosen instrument to carry my name before nations, kings, and Israel's people. પરંતુ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જા! આ માણસને મેં પસંદ કયોઁ છે, જેથી તે બિનયહૂદીઓ તેમના રાજાઓ તથા ઇઝરાયેલી લોકોને મારું નામ પ્રગટ કરી શકે.
16 For I will show him how much he must suffer for the sake of my name." અને મારા નામને લીધે તેને કેટલું બધું સહન કરવું પડશે તે હું તેને બતાવીશ.”
17 Ananias went and entered the house. He laid hands on Saul and said, "Brother Saul, the Lord Jesus—who appeared to you on the road you traveled—sent me so you may see again and be filled with the Holy Spirit." ત્યારે અનાન્યા ગયો અને ઘરમાં અંદર ગયો, અને શાઉલ પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, માર્ગે આવતાં તને જેમણે દર્શન દીધું તે પ્રભુ ઈસુએ મને અહીં મોકલ્યો છે, એ માટે કે તું ફરીથી તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય.”
18 Immediately something like scales fell from his eyes, and he could see again. He got up and was baptized, એ જ વખતે તેની આંખો પરથી છાલા જેવું કાંઈક ખરી પડ્યું અને તે ફરીથી દેખતો થયો, પછી તે ઉભો થયો ને બાપ્તિસ્મા પામ્યો.
19 and after eating, he regained his strength. For some days he was with the disciples in Damascus, અને થોડું ખાધા પછી તે ફરીથી તેનામાં શકિત આવી. શાઉલ કેટલાક દિવસો સુધી શિષ્યો સાથે તે દમાસ્કસમાં રહ્યો.
20 and immediately he began proclaiming Jesus in the synagogues, that he is the Son of our Father. તેણે તરત જ સભાસ્થાનમાં ઉપદેશ આપવાનું શરૂ કયુઁ, “ઈસુ એ જ ઈશ્વરપુત્ર છે.”
21 All who heard were amazed and said, "Isn't this the man who caused such havoc in Jerusalem among those calling on this name? And hasn't he come here for this: to bring them bound before the chief priests?" તેને સાંભળનારા સર્વ આશ્ચર્ય પામ્યા અને કહ્યું, “શું આ એ જ માણસ નથી? જેને યરુશાલેમમાં આ નામ લેનારાઓનો નાશ કર્યો હતો? અને શું તે અહીં તેઓને પકડીને મુખ્ય યાજકો પાસે લઈ જવા આવ્યો નથી?”
22 But Saul grew stronger still, bewildering the Jews living in Damascus by proving this one is the Christ. છતાં શાઉલ વધુને વધુ પ્રબળ બનતો ગયો. તેણે ઈસુ એ જ મસીહ છે તે સાબિત કરીને દમાસ્કસમાંના યહૂદીઓને ગૂંચવી નાખ્યા.
23 After many days had passed, the Jews plotted to kill him, ઘણા દિવસો બાદ યહૂદીઓએ તેને મારી નાખવાનું કાવતરું ઘડયું.
24 but Saul learned of their plot; they watched the gates day and night to kill him, પણ શાઉલને તેમની આ યોજનાની ખબર પડી ગઇ તેને મારી નાખવા સારું તેઓ રાતદિવસ શહેરનાં દરવાજાઓને ચોકી કરતા હતા.
25 but at night his disciples lowered him through the wall in a basket. પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં બેસાડીને કોટ પરના બાકોરામાંથી નીચે ઉતારી દીધો.
26 Arriving in Jerusalem, he tried to join the disciples, but all feared him, not believing he was a disciple. જયારે તે યરુશાલેમમાં આવ્યો ત્યારે તેણે શિષ્યોની સાથે ભળી જવા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ તેનાથી ડરતા હતા; કારણ કે તે ખરેખર શિષ્ય છે એવું તેઓ માનતા ન હતા.
27 But Barnabas took him to the apostles and explained how Saul had seen the Lord on the road, who spoke to him, and how in Damascus he had spoken boldly in Jesus' name. પછી બાર્નાબાસ તેને પ્રેષિતોની પાસે લઈ ગયો અને તેઓને કહ્યું કે શાઉલે પોતાની મુસાફરી દરમિયાન પ્રભુને જોયા હતા અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી અને ઈસુના નામે દમાસ્કસમાં તેણે હિમતથી ઉપદેશ આપ્યો હતો.
28 So he was with them, moving freely about Jerusalem, speaking boldly in the name of the Lord. તેથી શાઉલ તેમની સાથે યરુશાલેમમાં રહ્યો અને પ્રભુના નામે હિમતથી પ્રચાર કરતો હતો.
29 He spoke and debated with the Hellenists, but they were seeking to kill him. તે બોલતો અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો પણ તેઓએ તેને મારી નાખવા પ્રયત્ન કયોઁ.
30 When the brothers learned this, they brought him down to Caesarea and sent him off to Tarsus. જયારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા અને ત્યાંથી તેને તાર્સસ મોકલી દીધો.
31 So the church throughout Judea, Galilee, and Samaria had peace and was strengthened; walking in the fear of the Lord and comforted by the Holy Spirit, it multiplied in number. પછી યહૂદિયા, ગાલીલ અને સમરૂનમાંની મંડળીઓમાં શાંતિ ફેલાઈ અને તે મજબૂત બની. પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માથી ઉતેજન પામતા અને તેમની સંખ્યામાં વધારો થયો.
32 As Peter traveled among all the believers, he also went down to the holy ones living in Lydda. પિતર આખા દેશમાં ફરતો હતો, ત્યારે તે લુદામાં વસતાં પ્રભુના લોકોને મળવા ગયો.
33 There he found a man named Aeneas, bedridden for eight years, who was paralyzed. ત્યાં તેને એનિયાસ નામે એક માણસ મળ્યો, જે લકવાં ગ્રસ્ત હતો અને તે આઠ વર્ષથી પથારીવશ હતો.
34 Peter said to him, "Aeneas, Jesus Christ heals you. Get up, make your bed." He got up at once. પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ મસીહ તને સાજો કરે છે. ઊઠ અને તારું બિછાનું વ્યવસ્થિત કર.”
35 And all who lived in Lydda and Sharon saw him, and they turned to the Lord. ત્યારે લુદા અને શારોનના બધા રહેવાસીઓ એ જોઈને પ્રભુ તરફ વળ્યા.
36 In Joppa lived a disciple named Tabitha, meaning Dorcas. She was full of good works and help for the poor. હવે જોપ્પામાં એક શિષ્યા રહેતી હતી. તેનું નામ તાબીથા એટલે દોરકસ હતું. તે હંમેશાં ભલાઈનાં કામો કરતી અને ગરીબોને મદદ કરતી હતી.
37 In those days she got sick and died; they washed her and laid her in an upstairs room. આ સમયે તે બિમાર પડી અને મૃત્યુ પામી. લોકોએ તેને નવડાવીને ઉપરની મેડી પર સુવાડી.
38 Since Lydda was near Joppa, disciples who heard Peter was there sent two men to him, urging, "Don't delay coming to us." લુદા જોપ્પાની નજીક હતુ તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે, ત્યારે તેઓએ બે માણસો તેની પાસે મોકલ્યા, “અને વિનંતી કરી કે મહેરબાની કરીને અહીં આવો.”
39 So Peter got up and went with them. When he arrived, they brought him to the upper room. All the widows stood beside him crying, showing the tunics and cloaks Dorcas had made while with them. પિતર તેઓની સાથે ગયો, અને જયારે તે પહોંચ્યો ત્યારે તેઓ તેને ઉપરની મેડી પર લઈ ગયા. બધી વિધવાઓ રુદન કરતી તેની આસપાસ ઊભી હતી. દોરકસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે ઝભ્ભા તથા બીજા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેને બતાવવા લાગી.
40 Peter sent everyone out, knelt, and prayed. Turning to the body, he said, "Tabitha, get up." She opened her eyes, saw Peter, and sat up. પિતરે સર્વને તે ઓરડામાંથી બહાર કાઢયાં અને ઘુંટણે પડીને પ્રાર્થના કરી. પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા! ઊઠ!” ત્યારે તેણે આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થઈ.
41 Giving her his hand, he raised her up. Calling the holy ones and the widows, he presented her alive. પિતરે તેને હાથ આપીને ઉઠાડી, પછી તેણે વિશ્વાસીઓને, ખાસ કરીને વિધવાઓને બોલાવીને તેમને જીવતી દેખાડી.
42 And it became known throughout all Joppa, and many believed in the Lord. આખા જોપ્પામાં આ વાતની ખબર પડી, અને ઘણાં લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યા.
43 And he stayed in Joppa for many days with a man named Simon, a tanner. પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ઘરે પિતર ઘણાં દિવસો સુધી રહ્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]