Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 8 OGCB

Show OGCB only
Verse × ×
1 Saul approved of Stephen's killing. That day a great persecution erupted against the Jerusalem church, scattering everyone except the apostles through Judea and Samaria. અને શાઉલે તેમને મારી નાખવાની સંમતિ આપી હતી. તે દિવસથી યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેષિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા અને સમરૂનમાં વિખેરાઈ ગયા.
2 Devout men buried Stephen and mourned loudly over him. ધાર્મિક માણસોએ ભારે શોક અને વિલાપ સાથે સ્તેફનને દફનાવ્યો.
3 But Saul was destroying the church, entering house after house, dragging off men and women, throwing them in prison. પણ શાઉલે મંડળીનો નાશ કરવાનું શરૂ કયુઁ; ઘરે ઘરે જઈને સ્ત્રી-પુરુષો બંનેને ઘસડી લાવતો અને તેઓને જેલમાં પૂરતો.
4 So those scattered went everywhere, proclaiming the good news of the word. જેઓ વિખેરાઈ ગયા હતા, તેઓ જયાં ગયા ત્યાં ઉપદેશ કયોઁ.
5 Philip went down to the city of Samaria and proclaimed Christ to them. ફિલિપ સમરૂનના એક શહેરમાં ગયો અને મસીહા વિશે બોધ કયોઁ.
6 The crowds paid attention together to Philip's words, hearing and seeing the signs he did. જયારે લોકોએ ફિલિપના શબ્દો સાંભળ્યા તથા તેણે કરેલાં ચમત્કારો જોયા ત્યારે લોકોએ તેની વાતો ધ્યાનપૂર્વક સાંભળી.
7 Unclean spirits came out of many who were possessed, screaming loudly, and many paralyzed and lame were healed. ધણા લોકોમાંથી અશુધ્ધ આત્માઓ ચીસો પાડતાં બહાર નીકળી ગયા. ઘણા લોકો લકવાગ્રસ્ત અને લંગડા હતા તેઓ સાજા થયાં.
8 So there was great joy in that city. આથી તે શહેરમાં ખૂબ આનંદ થઈ રહ્યો.
9 A man named Simon had already practiced magic in that city, amazing Samaria's people and claiming to be someone great. હવે થોડા સમય માટે આ શહેરમાં સિમોન નામનો એક માણસ જાદુ કરતો હતો અને સમરૂનના બધા લોકોને આશ્ચર્યચકિત કરતો હતો. અને બડાઇ મારતો હતો કે તે કોઇ મહાન વ્યકિત છે.
10 Everyone, from least to greatest, listened to him, saying, "This man is God's power, called Great." અને નાનાં મોટાં સર્વે તેનું સાંભળતા હતા, અને તેને વિશે કહેતાં કે, “ઈશ્વરની મહાન શકિત તે એ જ છે.”
11 They paid attention to him because for a long time he had amazed them with his magic. તેઓ તેની પાછળ ગયા કારણ કે તેણે લાંબા સમયથી પોતાની જાદુક્રિયાથી તેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
12 But when they believed Philip's good news about the kingdom of our Father and the name of Jesus Christ, men and women were baptized. પણ જયારે ફિલિપે ઈશ્વરના રાજ્ય અને ઈસુ મસીહના નામના સુસમાચાર પ્રગટ કયાઁ, ત્યારે સ્ત્રીઓ પુરુષો બંનેએ તેનાં પર વિશ્વાસ કર્યો ને બાપ્તિસ્મા પામ્યા.
13 Simon himself believed, was baptized, and stayed close to Philip, amazed at the signs and great miracles he saw. સિમોન જાદુગરે પણ વિશ્વાસ કર્યો તથા બાપ્તિસ્મા લીધું, અને તે ફિલિપની પાછળ બધે ગયો અને તે મહાન ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો.
14 When the apostles in Jerusalem heard Samaria had received our Father's word, they sent Peter and John to them. જયારે યરુશાલેમમાં પ્રેષિતોએ સાંભળ્યું કે, સમરૂનના લોકોએ ઈશ્વરના વચનો સ્વીકાર્યા છે, ત્યારે તેઓએ પિતર અને યોહાનને સમરૂન મોકલ્યા.
15 When they arrived, they prayed for them that they might receive the Holy Spirit, ત્યાં જઈને તેઓએ નવા વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળે તે માટે પ્રાર્થના કરી.
16 for the Holy Spirit had not yet fallen on any of them; they were only baptized into the name of the Lord Jesus. તેઓ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા, પણ હજુ સુધી તેમના પર પવિત્ર આત્મા ઊતર્યો ન હતો.
17 Then they laid their hands on them, and they received the Holy Spirit. પછી પિતર તથા યોહાને તેમના પર હાથ મૂક્યાં અને તેઓ સર્વ પવિત્ર આત્મા પામ્યા.
18 When Simon saw the Spirit given through the apostles' laying on of hands, he offered them money, જયારે સિમોને જોયું કે પ્રેષિતોનાં હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળે છે, ત્યારે તે પૈસા આપવાં લાગ્યો,
19 saying, "Give me this power too, so whoever I lay hands on receives the Holy Spirit." અને કહ્યું, “મને પણ આ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે દરેકને પવિત્ર આત્મા મળે.”
20 Peter said to him, "May your silver perish with you, since you thought you could buy our Father's gift with money! પિતરે જવાબ આપ્યો, “ઈશ્વરનું દાન તેં પૈસાથી ખરીદવાનું વિચાયુઁ! માટે તારી સાથે તારા પૈસા પણ નાશ પામો.
21 You have no part or share in this matter, for your heart is not right before our Father. તારું અંતઃકરણ ઈશ્વર સમક્ષ શુધ્ધ નથી, તેથી આ સેવામાં તારે કાંઈ જ લાગભાગ નથી.
22 So turn from this evil, and pray to our Father that, if possible, your heart's intent may be forgiven you. માટે તારી દુષ્ટતા વિશે પસ્તાવો કર અને ઈશ્વરને પ્રાથઁના કર, જેથી તારા હૃદયનાં આ વિચારો તને માફ કરે.
23 I see you poisoned by bitterness and bound by evil." કેમકે હું જોઉં છું કે તું કડવાશ અને પાપનાં બંધનથી બંધાયેલો છે.”
24 Simon answered, "Pray to God for me, that nothing you have said may come upon me." સિમોને જવાબ આપ્યો, “તમે જે કંઇ કહ્યું તે મારા પર ન આવે તેથી પ્રભુને મારે માટે પ્રાર્થના કરો.”
25 So, having testified and spoken our Lord Jesus's word, they returned to Jerusalem, preaching the good news in many Samaritan villages. પ્રભુનો સંદેશો અને ઈસુ વિશેની સાક્ષી આપ્યા પછી પિતર અને યોહાન યરુશાલેમમાં પાછા આવ્યા. તેઓએ સમરૂનીઓનાં ઘણાં ગામોમાં તેઓએ સુસમાચારનો સંદેશ આપ્યો.
26 Then an angel of our Father told Philip, "Get up and go south to the road going down from Jerusalem to Gaza"—a desert road. હવે, ઈશ્વરના દૂતે ફિલિપને કહ્યું, “યરુશાલેમથી ગાઝા જવાનાં માગઁ સુધી દક્ષિણ તરફ અરણ્યમાં જવાનાં માર્ગે જા.”
27 He got up and went. There was an Ethiopian eunuch, a court official of Candace, queen of the Ethiopians, in charge of all her treasury, who had come to Jerusalem to worship, તેથી ફિલિપે તે પ્રમાણે કર્યું, રસ્તામાં તેને એક હબશી ખોજો મળ્યો તે કંદિકા (હબસીઓની રાણી) ના હાથ નીચે અમલદાર તથા તેના બધા ભંડારનો મુખ્ય અધિકારી હતો. તે યરુશાલેમનાં મંદિરમાં ભજન કરવા ગયો હતો.
28 and was returning, seated in his chariot and reading the prophet Isaiah. અને તે ઘરે પાછા ફરતાં પોતાના રથમાં બેસીને તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 And the Holy Spirit said to Philip, "Go over and catch up with that chariot." આત્માએ ફિલિપને કહ્યું, “એ રથની પાસે જા અને તેની સાથે રહે.”
30 Philip ran up, heard him reading the prophet Isaiah, and asked, "Do you understand what you're reading?" ત્યારે ફિલિપ તે રથની પાસે દોડી ગયો, અને તેણે તે માણસને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો, ફિલિપે તેને પૂછયું. “તું જે વાંચે છે, તે શું તું સમજી શકે છે?”
31 He said, "How can I, unless someone guides me?" and invited Philip up to sit with him. તેણે કહ્યું, “કોઈનાં સમજાવ્યાં વગર હું તે કેવી રીતે સમજી શકું?” પછી તેણે ફિલિપને ઉપર પોતાની પાસે આવીને બેસવા આમંત્રણ આપ્યું.
32 Now the passage of Scripture he was reading was this: "Like a sheep he was led to the slaughter, and like a lamb silent before its shearer, so he did not open his mouth. શાસ્ત્રનો જે ભાગ ખોજો વાંચતો હતો તે આ પ્રમાણે હતો: “ઘેટાંની જેમ મારી નાંખવાને તેમને લઈ જવામાં આવ્યા, અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મોં ખોલ્યું જ નહિ.
33 In his humiliation justice was denied him. Who can describe his generation? For his life is taken away from the earth." તેમના દિનઅવસ્થામાં તેમને ન્યાય મળ્યો નહિ. તેમના વંશજોનું વર્ણન કોણ કરી શકે? કારણ તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”
34 The eunuch said to Philip, "Tell me, of whom does the prophet say this—himself, or someone else?" ખોજાએ ફિલિપને પૂછયું, “મહેરબાની કરી મને કહો, પ્રબોધક કોના વિશે આ વાત કરે છે, પોતા વિશે કે બીજા કોઈ વિશે?”
35 Philip opened his mouth and, starting from this Scripture, told him the good news about Jesus. ત્યારે ફિલિપે શાસ્ત્રના એ જ ભાગમાંથી શરૂ કરીને ઈસુ વિશેનાં સુસમાચાર તેને કહ્યાં.
36 Traveling the road, they reached water, and the eunuch said, "Look, water! What stops me from being baptized?" તેઓ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક જળાશય આવ્યું અને ખોજાએ કહ્યું, “જો, અહીં પાણી છે! તો મને બાપ્તિસ્માથી કોણ રોકી શકે?”
37 Not in this edition ફિલિપે કહ્યું, “જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે.” ખોજાએ જવાબ આપ્યો, “હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે.”
38 He ordered the chariot to stop; both went down into the water, Philip and the eunuch, and Philip baptized him. પછી તેણે રથ ઊભો રાખવાનો આદેશ કયોઁ. તેઓ બંને ફિલિપ અને ખોજો નીચે પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
39 When they came up out of the water, the Spirit of our Father snatched Philip away; the eunuch never saw him again, but went on his way rejoicing. જયારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા અચાનક ફિલિપને લઈ ગયો. અને હબસી ખોજાએ તેને ફરી જોયો નહિ. પણ તે આનંદ કરતો પોતાને માર્ગો ચાલ્યો ગયો
40 Philip found himself at Azotus. He traveled through, announcing the good news in every town until he reached Caesarea. ફિલિપ આઝોટસમાં જોવામાં આવ્યો. તેણે કાઈસારિયા પહોંચ્યા ત્યાં સુધી દરેક શહેરમાં સુસમાચારનો ઉપદેશ પ્રગટ કયોઁ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]