Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 7 OGCB

Show OGCB only
Verse × ×
1 Then the high priest asked, "Are these things true?" પછી પ્રમુખ યાજકે સ્તેફનને પૂછયું, “આ આરોપો શું સાચાં છે?”
2 Stephen said, "Brothers and fathers, listen: Our Father of glory appeared to our father Abraham in Mesopotamia, before he lived in Haran, તેનો જવાબ આપતાં તેણે કહ્યું, “ભાઈઓ અને પિતાઓ મારું સાંભળો! આપણો પૂર્વજ, અબ્રાહમ હારાન (હાલ સિરિયા) માં રહેતો હતો તે પહેલાં મેસોપોટેમિયા (હાલ ઇરાક) માં રહેતો હતો. ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું:
3 and told him, 'Leave your land and relatives, and go to the land I'll show you.' ‘તારો દેશ અને તારા લોકોને છોડ,’ ઇશ્વરે કહ્યું, અને જે દેશ હું તને બતાવું ત્યાં જા.
4 He left the Babylonians' land and settled in Haran. After his father died, our Father moved him from there into this land you now live in. “ત્યારે ખાલદીઓનો દેશ છોડી દઈને તે હારાનમાં જઈ વસ્યો. તેના પિતાનાં મૃત્યુ પછી, ઈશ્વરે તેને હાલ જે દેશમાં તમે રહો છો ત્યાં મોકલ્યો.
5 He gave him no inheritance in it, not even a foot of ground—yet promised it to him and his descendants after him as a possession, though he had no child. તેણે તેને કોઇ વારસો આપ્યો નહિ, પગ મૂકવા માટે પૂરતી જગ્યા પણ ન આપી. આ સમય સુધી અબ્રાહમને કોઈ સંતાન ન હતું છતાં ઈશ્વરે વચન આપ્યું હતું કે તેને તથા તેના સંતાનોને આ દેશ વતન તરીકે અપાશે.
6 And our Father said his offspring would be foreigners in a land not their own, enslaved and mistreated 400 years. ઈશ્વરે તેની સાથે આ રીતે વાત કરી: ‘તારાં સંતાનો ચારસો વર્ષ સુધી પોતાના દેશમાં પરદેશી રહેશે અને તેઓને ગુલામ બનાવવામાં આવશે અને તેમની સાથે ખરાબ વતઁન કરવામાં આવશે.
7 'I will judge the nation they serve,' our Father said, 'and after, they will come out and worship me in this place.' પણ તેઓને ગુલામ બનાવનાર, પ્રજાને હું શિક્ષા કરીશ, ઈશ્વરે કહ્યું, અને ત્યાર પછી તેઓ તે દેશમાંથી બહાર આવશે અને આ જગ્યાએ મારું ભજન કરશે.’
8 He gave him the covenant of circumcision. Abraham fathered Isaac and circumcised him on the eighth day; Isaac fathered Jacob, and Jacob the twelve ancestors. પછી તેમણે અબ્રાહમને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો. અને અબ્રાહમ ઇસહાકનો પિતા બન્યો, અને તેના જન્મના આઠમે દિવસે તેની સુન્નત કરવામાં આવી. પછી ઈસહાક યાકોબનો પિતા બન્યો, અને યાકોબથી બાર પૂર્વજોનો પિતા બન્યો.
9 The ancestors, jealous of Joseph, sold him into Egypt, but our Father was with him, “આ પૂર્વજોએ યોસેફ પર અદેખાઈ રાખીને તેને ઈજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો પણ ઈશ્વર તેની સાથે હતા.
10 and rescued him from all his troubles, gave him favor and wisdom before Pharaoh king of Egypt, who made him ruler over Egypt and Pharaoh's whole household. અને તેને સર્વ સંકટોમાંથી છોડાવ્યો. તેમણે જોસેફને એવું જ્ઞાન આપ્યું કે ઈજિપ્તનો રાજા ફારુન તેના પર પ્રસન્ન થયો. અને ફારૂને તેને ઇજિપ્ત અને તેના આખા મહેલ પર અધિકારી નિમ્યો.
11 A famine and great suffering struck all Egypt and Canaan, and our fathers found no food. “એવામાં આખા ઈજિપ્તમાં અને કનાન દેશમાં દુકાળ પડયો જેને કારણે અને આપણા પૂર્વજો પર સંકટ આવી પડ્યું તેઓને ખોરાક ના મળ્યો.
12 Hearing there was grain in Egypt, Jacob sent our fathers there first. જયારે યાકોબે સાંભળ્યું કે ઈજિપ્તમાં અનાજ છે, તેથી તેણે આપણા પૂર્વજોને ત્યાં પહેલીવાર મોકલ્યા.
13 On the second visit, Joseph made himself known to his brothers, and Pharaoh learned of Joseph's family. તેમની બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને કહ્યું તે કોણ છે, અને ફારુનને યોસેફના કુટુંબની જાણ થઈ.
14 And Joseph sent for his father Jacob and all his relatives, seventy-five persons in all. ત્યાર પછી, યોસેફે તેના પિતા યાકોબ તથા તેનાં આખા કુટુંબને, બધા મળીને પંચોતેરને મોકલ્યા.
15 And Jacob went down into Egypt, and he died, he and our fathers. જયારે યાકોબ ઈજિપ્તમાં આવ્યો, ત્યારે ત્યાં તે તથા આપણા પૂર્વજો મૃત્યુ પામ્યા.
16 They were taken back to Shechem, and buried in the tomb Abraham had bought for silver from Hamor's sons in Shechem. તેઓના શરીરોને શખેમમાં લાવવામાં આવ્યા અને જે કબર અબ્રાહમે હમોરના પુત્રો પાસેથી કંઇક નાણું આપી ખરીદી હતી, તેમાં દફનાવવામાં આવ્યા.
17 As the time of the promise our Father gave Abraham neared, the people grew and multiplied in Egypt, “અબ્રાહમના વંશજોનું જે વચન ઈશ્વરે આપ્યું હતું તે પૂર્ણ થવાનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ ઈજિપ્તમાં તેઓની વૃધ્ધિ થતી ગઈ.
18 until there arose over Egypt another king who did not know Joseph. પછી ઈજિપ્તમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, જે યોસેફને ઓળખતો ન હતો.
19 This king exploited our people and mistreated our fathers, forcing them to abandon their infants to die. તે આપણા લોકો સાથે કપટથી વત્યાઁ અને આપણા પૂવઁજોને દુઃખ દીધું જેથી તેઓ પોતાના નવજાત બાળકોને બહાર ફેકી દે જેથી તેઓ મરી જાય.
20 At that time Moses was born, beautiful in our Father's sight. He was raised three months in his father's house. “તે સમયે મોશેનો જન્મ થયો, અને તે કોઇ સામાન્ય બાળક ન હતો. તેનાં પરિવારે ત્રણ મહિના સુધી સંભાળ રાખી.
21 And when he was abandoned, Pharaoh's daughter adopted him and brought him up as her own son. જયારે તેને બહાર રાખવામાં આવ્યો, ત્યારે ફારુનની પુત્રીએ તેને લિધો અને પોતાના પુત્ર તરીકે ઉછેર્યો.
22 Moses was trained in all Egyptian wisdom, and was strong in speech and action. તેને ઈજિપ્તની બધીજ વિદ્યા શીખવવામાં આવી, મોશે વાણી અને કાર્યમાં બાહોશ બન્યો.
23 When he was forty years old, he decided to visit his brothers, the sons of Israel. “જયારે મોશે ચાળીસ વર્ષનો થયો, ત્યારે તેણે તેના ઇઝરાયેલી એટલે પોતાના લોકોને મળવાનું નક્કી કયુઁ.
24 Seeing one of them wronged, he defended the oppressed man and avenged him by striking down the Egyptian. તેણે જોયું કે તેઓમાંના એક પર ઈજિપ્તવાસીને અન્યાય કરતો જોયો આથી તેણે તેનો બચાવ કયોઁ અને ઇજિપ્તવાસીને મારી નાખીને બદલો લીધો.
25 He thought his brothers would understand our Father was giving them salvation through his hand, but they didn't understand. મોશેએ ધાયુઁ હતું કે તેના પોતાના લોકો સમજશે કે ઈશ્વરે તેમને બચાવવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે પણ તેઓ સમજ્યાં નહિ.
26 The next day he came upon them as they were fighting and tried to reconcile them, saying, 'Men, you are brothers. Why do you wrong each other?' બીજા દિવસે મોશેએ બે ઇઝરાયેલીને લડતાં જોયા તેણે તેઓને શાંત પડતા કહ્યું, ‘ભલા માણસ, તમે ભાઈઓ છો તો તમે એકબીજાને કેમ નુકશાન પહોંચાડવા માંગો છો?’
27 But the man wronging his neighbor shoved Moses aside, saying, 'Who made you ruler and judge over us? “પરંતુ જે માણસ બીજા સાથે ખરાબ વતઁન કરતો હતો તેણે મોશેને ધક્કો મારીને કહેવા લાગ્યો, ‘તને અમારા ઉપર અધિકાર ચલાવવા અને અમારો ન્યાય કરવા તને કોણે નીમ્યો છે?
28 Do you want to kill me as you killed the Egyptian yesterday?' ગઈ કાલે પેલા ઈજિપ્તવાસીને તેં મારી નાખ્યો, એમ શું તું મને પણ મારી નાખવા માગે છે!’
29 At this word, Moses fled and lived as a foreigner in the land of Midian, where he fathered two sons. જયારે મોશેએ આ સાંભળ્યું ત્યારે તે મિદ્યાનમાં નાસી ગયો, જયાં તે પરદેશી તરીકે રહયો ત્યાં તેને બે દીકરા થયા.
30 Forty years later, an angel appeared to him in the wilderness of Mount Sinai, in a burning bush's flame. “ચાળીસ વર્ષ વીતી ગયા પછી, સિનાઈ પર્વત પાસે અરણ્યમાં એક દૂતે બળતાં ઝાડની જવાળામાં તેને દર્શન દીધું.
31 Moses saw it and was amazed; as he approached to look closer, our Father's voice came: જયારે તેણે આ જોયું ત્યારે તે દ્વશ્ય જોઇને આશ્ચર્ય પામ્યો. જયારે તે નિહાળવાં પાસે જતો હતો. ત્યારે તેણે પ્રભુને કહેતા સાંભળ્યાં:
32 'I am the God of your fathers—the God of Abraham, Isaac, and Jacob.' Moses trembled, not daring to look. ‘હું તારા પૂર્વજોનો ઈશ્વર એટલે અબ્રાહમનાં, ઇસહાકનાં તથા યાકોબનો ઈશ્વર છું.’ મોશે ભયથી ધ્રુજી ઊઠ્યો, ને જોવાની હિંમત કરી શકયો નહીં.
33 Then our Father told him, 'Take the sandals off your feet, for the place you're standing on is holy ground.' “પછી પ્રભુએ તેને કહ્યું, તારા ચંપલ કાઢ, કેમકે જે ભૂમિ પર તું ઊભો છે, તે પવિત્ર છે.
34 I have indeed seen my people's suffering in Egypt, heard their groaning, and come down to rescue them. Now go—I'm sending you to Egypt. ઈજિપ્તમાં રહેતાં મારા લોકોનું દુઃખ મેં સાચે જ જોયું છે. ‘તેમના નિસાસા મેં સાંભળ્યા છે અને તેઓને મુક્ત કરવા હું નિચે ઊતર્યો છું. હવે આવ અને હું તને ઈજિપ્તમાં પાછો મોકલીશ.’
35 This Moses, whom they rejected, saying, 'Who made you ruler and judge?'—this is the one our Father sent as both ruler and redeemer, through the hand of the angel who appeared to him in the bush. “આ એ જ મોશે છે જેનો તેઓએ નકાર કરીને કહ્યું હતું કે, ‘અમારા પર અધિકાર ચલાવવા અને અમારો ન્યાય કરવા તને કોણે નીમ્યો છે?’ ઈશ્વરે, તેને ઝાડીમાં દૂત દ્વારા દેખાયા તેને ઈશ્વરે, અધિકારી અને ઉધ્ધારક તરીકે મોકલી આપ્યો હતો.
36 This man led them out, doing wonders and signs in the land of Egypt, at the Red Sea, and in the wilderness for forty years. ઈજિપ્તમાં, લાલ સમુદ્રમાં અને ચાળીસ વર્ષો સુધી અરણ્યમાં નોંધપાત્ર ચમત્કારો કરીને મોશે તે લોકોને દોરી લઈ ગયો.
37 This is the Moses who told Israel's sons, 'Our Father will raise up a prophet like me for you, from your brothers.' “આ એ મોશે છે કે જેણે ઇઝરાયેલીઓને કહ્યું કે ‘ઈશ્વર તમારાં પોતાના લોકોમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારા માટે ઊભો કરશે.’
38 This is the one who was in the wilderness assembly with the angel speaking to him at Mount Sinai, and with our fathers—he received living words to give us. તે અરણ્યની મંડળીમાં હતો, જે સિનાઈ પર્વત પર તેની સાથે વાત કરનાર દૂત સાથે અને આપણા પૂર્વજો સાથે હતો, અને તેને આપણને પહોંચાડવા માટે જીવંત વચનો આપ્યા.
39 Our fathers refused to obey him; they rejected him and in their hearts turned back to Egypt, “પરંતુ આપણા પૂર્વજોએ તેમને પાળવાનો ઈન્કાર કયોઁ, તેના બદલે તેઓએ તેમનો નકાર કયોઁ અને તેમના હ્રદયો ઈજિપ્ત તરફ પાછા ફયાઁ.
40 telling Aaron, 'Make us gods to go ahead of us. As for this Moses who led us out of the land of Egypt, we don't know what happened to him.' તેઓએ આરોનને કહ્યું, ‘અમારી આગળ ચાલે એવો દેવ બનાવ, કેમકે, અમને ઈજિપ્તમાંથી બહાર લઈ આવનાર મોશેનું શું થયું તે અમે જાણતા નથી!’
41 They made a calf in those days, offered a sacrifice to the idol, and celebrated what their hands had made. તે સમયે તેઓએ વાછરડાંના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાન ચઢાવ્યું અને પોતાના હાથે બનાવેલી આ કૃતિમાં તેઓએ આનંદ કયોઁ.
42 But our Father turned away, giving them over to worship the host of heaven, as written in the prophets' book: 'Did you bring me slaughtered animals and sacrifices for forty years in the wilderness, house of Israel? પણ ઈશ્વર તેઓથી વિમુખ થઈ ગયા અને તેઓને ત્યજી દીધા જેથી તેઓ આકાશના સૈન્ય સૂર્ય, ચંદ્ર અને તારાઓની પૂજા કરે. પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે: “ ‘ઓ ઇઝરાયેલીઓ, અરણ્યમાં ચાળીસ વર્ષો સુધી શું તમે મને બલિદાન ચઢાવ્યાં હતાં?
43 You carried Moloch's tent and your god Rephan's star, the idols you fashioned to worship them; so I will banish you far beyond Babylon.' તમે મોલેખનો મંડપ, અને તમારે દેવ રેફાનનાં તારા એટલે કે ની પૂજા કરવા માટે બનાવેલી મૂર્તિઓ ઉપાડી ગયા છો, તેથી હું તમને બેબિલોનને પેલે પાર બંદીવાસમાં મોકલી દઈશ.’
44 Our ancestors had the tent of witness in the wilderness, as he who spoke to Moses directed him to make it, matching the pattern he'd seen. “મોશેને બતાવેલ ઈશ્વરના નમૂનો જોયો હતો તે પ્રમાણે, બનાવેલો કરારનો મુલાકાતમંડપ અરણ્યમાં આપણા પૂર્વજોની સાથે હતો.
45 Our fathers in turn brought it in with Joshua when they dispossessed the nations that our Father drove out before them. So it was until the days of David, આપણા પૂવઁજોએ યહોશુઆના માગઁદશઁન હેઠળ મુલાકાતમંડપ મેળવ્યો, જયારે તેઓએ તે વતન પ્રાપ્ત કરીને પોતાની સાથે લાવ્યા, ત્યારે જેઓને ઈશ્વરે તેઓને તેમની આગળથી હાંકી કાઢયા હતા. અને તે દાવિદનાં સમય સુધી દેશમાં રહ્યો હતો.
46 who found favor with our Father and asked to find a dwelling place for our Father. જે ઈશ્વરની કૃપા પામ્યો હતો, અને તેણે યાકોબનાં ઈશ્વરને માટે નિવાસસ્થાન બનાવવા રજા માંગી.
47 But it was Solomon who built a house for him. પણ સોલોમોને તેમને સારું ઘર બાંધ્યું.
48 Yet the Most High does not live in houses made by human hands, as the prophet says: “તોપણ પરાત્પર ઈશ્વર માનવીના હાથે બાંધેલા ઘરોમાં રહેતાં નથી, જેમ પ્રબોધક કહે છે:
49 'Heaven is my throne, and the earth is my footstool. What kind of house will you build for me, says our Father, or what is the place of my rest? “ ‘સ્વર્ગ મારું રાજ્યાસન છે પૃથ્વી મારું પાયાસન છે. તો તમે મારે માટે કેવું ઘર બાંધવાના? પ્રભુ કહે છે, અથવા મારું વિશ્રામસ્થાન કયું હોય?
50 Did not my hand make all these things?' એ બધાંને શું મેં મારા હાથે બનાવ્યાં નથી?’
51 "You stubborn people, uncircumcised in heart and ears, always resist the Holy Spirit—like your fathers, so do you. “ઓ હઠીલા લોકો, તમારા હૃદય અને કાન હજી સુધી સુન્નત થયેલા નથી, તમે તમારાં પૂર્વજો જેવા જ છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરો છો.
52 Which of the prophets did your fathers not persecute? They killed those who announced beforehand the Righteous One's coming—whom you have now betrayed and murdered. શું કોઈ એવો પ્રબોધક છે જેને તમારાં પૂર્વજોએ સતાવ્યો ન હોય? તેમણે ન્યાયીનાં આગમન સંબંધીની ભવિષ્યવાણી ઉચ્ચારી તેઓને તમે મારી નાખ્યા, અને હવે તમે તેને પણ દગો દઈને તેમને મારી નાખ્યાં છે.
53 You who received the law through angels and yet did not keep it." નિયમ તમને દૂતો દ્વારા મળ્યો હતો, તેનું તમે પાલન કર્યું નથી.”
54 Now when they heard these things they were enraged, and they ground their teeth at him. જયારે સભાના સભ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ સ્તેફનના આ આક્ષેપોથી ક્રોધે ભરાયા અને તેની સામે દાંત પીસવાં લાગ્યા.
55 But Stephen, full of the Holy Spirit, looked into heaven, saw the glory of our Father, and Jesus standing at the right hand of our Father. પણ સ્તેફન પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેણે ઊંચે આકાશ તરફ એકીટશે જોઈને ઈશ્વરનો મહિમા નિહાળ્યો તથા ઈસુને ઈશ્વરના જમણે હાથે ઊભેલા જોયા.
56 And he said, "Look, I see the heavens opened and the Son of Man standing at our Father's right hand." તેણે કહ્યું, “જુઓ! આકાશ ખુલ્લું થયેલું તથા માણસના દીકરાને ઈશ્વરપિતાના જમણે હાથે ઊભેલા હું જોઉં છું.”
57 But they cried out with a loud voice, covered their ears, and rushed at him. આ સાંભળીને તેઓએ પોતાના કાન બંધ કર્યા, અને મોટેથી બૂમ પાડીને તેના પર એક સાથે ધસી આવ્યા.
58 They threw him out of the city and stoned him. The witnesses laid their coats at the feet of a young man named Saul. તેઓ તેને શહેરની બહાર ઘસડી લઈ ગયા અને પથરા મારવાં લાગ્યા. તે દરમ્યાન સાક્ષીઓએ પોતાનાં કપડાં શાઉલ નામે એક જુવાનનાં પગ આગળ મૂક્યાંં હતાં.
59 And as they were stoning him, Stephen called out, "Lord Jesus, receive my spirit." જયારે તેઓ તેનાં પર પથ્થરો ફેંકી રહ્યા હતા, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.”
60 Kneeling, he cried out loudly, "Lord, do not hold this sin against them." Then he fell asleep. પછી તે ઘુંટણે પડયો અને મોટે ઘાંટે બોલ્યો, “હે પ્રભુ, આ પાપી કૃત્યનો દોષ તમે તેઓના માથે ના મૂકશો.” એ પ્રમાણે બોલીને તે ઊંઘી ગયો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]