Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 6 OGCB

Show OGCB only
Verse × ×
1 In those days, as the disciples multiplied, the Greek-speaking Jews grumbled against the Hebrews because their widows were overlooked in the daily distribution of food. એ દિવસોમાં, જયારે શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે ગ્રીક યહુદિયોએ હિબ્રૂ યહુદિયોની વિરુધ ફરીયાદ કરી કારણ કે દરરોજની ખોરાકની વહેંચણીમાં તેમની વિધવાઓની અવગણના કરવામાં આવતી હતી.
2 So the Twelve called all the disciples together and said, "It's not right for us to neglect our Father's word to serve tables. તેથી બારે પ્રેષિતોએ બધા શિષ્યોને બોલાવીને કહ્યું: “આપણે ખોરાકની વહેંચણી માટે ઈશ્વરનાં વચનોનો બોધ છોડી દઈએ તે યોગ્ય નથી.
3 So, brothers, pick seven men among you, well-respected, full of the Holy Spirit and wisdom, whom we'll appoint to this task. ભાઈઓ અને બહેનો, તમારાંમાંથી પવિત્ર આત્મા તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત માણસોને પસંદ કરો, અમે તેઓને આ કાર્યની જવાબદારી સોંપીશું.
4 But we will devote ourselves to prayer and to the ministry of the word." અને પ્રાર્થનામાં, ઈશ્વરનાં વચનની સેવામાં આપણે ધ્યાન આપીશું.”
5 The whole assembly approved, and chose Stephen—full of faith and the Holy Spirit—along with Philip, Prochorus, Nicanor, Timon, Parmenas, and Nicolaus, a convert from Antioch. આખા સમૂહને આ વાત યોગ્ય લાગી. વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફનને પસંદ કયોઁ; ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પારમીનાસને તથા અંત્યોખથી યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.
6 They presented these men to the apostles, who prayed and laid their hands on them. તેઓએ આ માણસોને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા. અને તેઓએ પ્રાર્થના કરી અને તેઓના પર હાથ મૂક્યાં.
7 The word of our Father spread, and disciples in Jerusalem multiplied greatly; a great number of priests became obedient to the faith. ઈશ્વરની વાતનો પ્રચાર ફેલાતો ગયો, અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી ગઈ ઘણાં યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
8 Now Stephen, full of grace and power, was performing great wonders and signs among the people. હવે સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં ઘણાં અદભુત કાર્યો અને ચમત્કારો કર્યા.
9 Some from the so-called Synagogue of the Freedmen—Cyrenians, Alexandrians, and men from Cilicia and Asia—rose up to argue with Stephen. લિબર્તીની એટલે મુક્ત કરાયેલ યહૂદીઓની સભાસ્થાનના સભ્યો, કેટલાકે આવીને સ્તેફન સાથે વાદવિવાદ શરૂ કયોઁ, તેઓની સાથે વાદવિવાદમાં કૂરેનીનો, ઈજિપ્તમાં આવેલ આલેકઝાન્ડ્રિયાના અને કિલીકિયાના પ્રાંતોના તથા આસિયાના કેટલાક યહૂદીઓ પણ જોડાયાં.
10 Yet they could not stand up against the wisdom and the Spirit with which he was speaking. પણ પવિત્ર આત્માએ તેને જે જ્ઞાન આપ્યું, તેની સામે કોઇ ટકી શકયો નહિ.
11 Then they secretly instructed men to say, "We heard him speak blasphemous words against Moses and God." તેથી તેઓએ કેટલાક માણસોને ગુપ્ત રીતે સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, “અમે સ્તેફનને મોશે તથા ઈશ્વરની વિરુધ્ધ બોલતો સાંભળ્યો છે.”
12 They stirred up the people, elders, and scribes; came upon him, seized him, and brought him before the council. તેથી તેઓએ લોકોને વડીલોને, અને નિયમશાસ્ત્રના પંડિતોને ઉશ્કેર્યા અને સ્તેફનને પકડીને ન્યાયસભા સમક્ષ રજૂ કર્યા.
13 They brought in false witnesses, saying, "This man never stops speaking against this holy place and the law. તેઓએ જુઠા સાક્ષીઓને ઊભાં કયાઁ, જેઓએ સાક્ષી આપી કે, “આ માણસ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુધ્ધ બોલ્યાં વિના રહેતો નથી.
14 For we heard him say this Jesus of Nazareth will destroy this place and change the customs Moses handed down to us." અમે તેને એમ પણ કહેતાં સાંભળ્યો છે કે નાઝરેથના ઈસુ આ મંદિરનો નાશ કરશે અને મોશેએ આપણને આપેલા રિવાજોને બદલી નાંખશે.”
15 Everyone sitting in the council stared at him and saw his face was like an angel's face. સભામાં બેઠેલા સર્વ સ્તેફન તરફ એકીનજરે જોઈ રહ્યા, અને તેઓએ તેનો ચહેરો દૂતનાં ચહેરા જેવો જોયો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]