Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 10 OGCB

Show OGCB only
Verse × ×
1 There was a man in Caesarea named Cornelius, a centurion of what was called the Italian Cohort. કાઈસારિયામાં કર્નેલ્યસ નામનો એક માણસ હતો. તે ઈટાલીયન પલટનનો કેપ્ટન હતો.
2 He was devout, feared our Father with his whole household, gave many gifts to the people, and prayed to our Father constantly. તે અને તેનાં કુટુંબીજનો ધાર્મિક અને ઈશ્વરનો ભય રાખનારાં હતાં. તે જરૂરિયાત મંદોને દાન આપવામાં ઉદાર હતો અને હંમેશા ઇશ્વરને પ્રાર્થના કરતો હતો.
3 About three in the afternoon he saw clearly in a vision an angel of our Father come to him and say, "Cornelius." એક દિવસે બપોર પછી ત્રણેક વાગ્યે તેને દર્શન થયું. તેણે ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો જોયો. દૂતે તેને કહ્યું, “કર્નેલ્યસ!”
4 Staring at him, terrified, he said, "What is it, sir?" The angel replied, "Your prayers and gifts to the poor have risen as a memorial before our Father." કર્નેલ્યસે ગભરાઈને તેની સામે એકીટશે જોતાં તેને પૂછયું, “પ્રભુ, એ શું છે?” દૂતે જવાબ આપ્યો, “તારી પ્રાર્થનાઓ અને ગરીબોને આપેલા તારાં દાન ઈશ્વર પાસે પહોંચ્યા છે.
5 Now send men to Joppa and bring a man named Simon, who is called Peter. હવે તું માણસોને જોપ્પા મોકલ ને સિમોન જેનું બીજું નામ પિતર છે, તેને બોલાવ.
6 He is lodging with a tanner named Simon, whose house is by the sea. તે સિમોન નામે એક ચમારને ઘરે તે ઊતર્યો છે. તેનું ઘર દરિયા કિનારે આવેલું છે.”
7 When the angel who spoke to him left, Cornelius called two of his household servants and a devout soldier from among his regular attendants, જયારે દૂત તેની સાથે વાત કરતો હતો, ત્યારે કર્નેલ્યસે તેના બે નોકરોને અને તેના સેવકોમાં નો એક ધામિઁક અંગરક્ષક સૈનિકને બોલાવ્યાં.
8 and after explaining everything to them, he sent them to Joppa. જે થયું હતું તે તેઓને કહી સંભળાવ્યું અને તેઓને જોપ્પા મોકલ્યા.
9 The next day, as they journeyed and neared the city, Peter went up on the roof to pray, about noon. બીજે દિવસે બપોરે જયારે તેઓ મુસાફરી કરતાં શહેરની નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર પ્રાર્થના કરવા માટે ઘરનાં ધાબા પર ચઢયો.
10 He grew hungry and wanted to eat, but while they prepared food, a trance came over him, તેને ભૂખ લાગી અને ખાવા માટે કંઇક માંગ્યું, અને જયારે ખોરાક તૈયાર થઇ રહયો હતો, એટલામાં તેને મૂર્છા આવી.
11 and saw heaven opened, and something like a large sheet coming down, lowered by its four corners to the earth. તેણે જોયું તો આકાશ ઊઘડેલું હતું અને ચારેય છેડેથી લટકાવવામાં આવેલી એક મોટી ચાદર નીચે પૃથ્વી પર ઊતરતી જોઈ.
12 It held all kinds of four-footed animals and reptiles of the earth and birds of the air. તેમાં દરેક પ્રકારનાં ચાર પગ વાળા પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ હતાં.
13 And a voice came to him: "Rise, Peter; kill and eat." પછી એક વાણી એ તેને કહ્યું “પિતર ઉઠ, મારીને ખા!”
14 But Peter said, "Absolutely not, Lord; for I have never eaten anything common or unclean." પિતરે જવાબ આપ્યો, “ના, પ્રભુ! મેં કયારેય નાપાક કે અશુધ્ધ વસ્તુ કદી ખાધી નથી.”
15 The voice came to him again, a second time: "What I have made clean, don't call common." ફરીથી વાણી સંભળાઈ, “ઈશ્વરે જેને શુધ્ધ કર્યું છે તેને તું અશુધ્ધ ન ગણ.”
16 This happened three times, and at once the sheet was taken up to heaven. એમ ત્રણ વખત થયું, પછી તરત જ ચાદર આકાશમાં પાછી લઈ લેવામાં આવી.
17 While Peter was puzzled over what the vision meant, suddenly the men sent by Cornelius, having asked the way to Simon's house, stood at the gate, જયારે પિતર આ સંદશઁન નો અથઁ જાણવા મુંઝવણમાં હતો, ત્યારે કર્નેલ્યસે મોકલેલાં માણસો સિમોનનું ઘર પૂછતાં બારણાં આગળ ઊભા રહ્યા.
18 and called out to ask whether Simon who was called Peter was lodging there. તેઓએ હાક મારીને પૂછયું કે “સિમોન જે પિતર કહેવાય છે તે અહીં રહે છે?”
19 As Peter thought about the vision, the Holy Spirit said to him, "Three men are looking for you. જયારે પિતર દર્શન વિશે વિચારતો હતો, ત્યારે આત્માએ તેને કહ્યું, “ત્રણ માણસો તને શોધે છે.
20 Get up, go downstairs, and go with them without hesitation, for I have sent them." તો ઉઠ અને નીચે જા, તેઓની સાથે જવામાં ગભરાતો ના, કેમકે મેં તેઓને મોકલ્યા છે.”
21 Peter went down to the men and said, "I'm the one you're looking for. Why have you come?" પિતર નીચે ગયો અને પેલા માણસોએ કહ્યું, “તમે જે માણસને શોધો છો તે હું જ છું, તમે શા માટે આવ્યા છો?”
22 They said, "Cornelius, a centurion, upright, fears our Father, and respected by the whole Jewish nation, was told by a holy angel to summon you to his house and hear what you have to say." તે માણસોએ જણાવ્યું કે, “અમે કર્નેલ્યસ નામના સુબેદાર પાસેથી આવ્યા છીએ, તે ન્યાયી અને ઇશ્વરનો ડર રાખનાર માણસ છે. બધા યહૂદીઓ લોકો તેને માન આપે છે. એક પવિત્ર દૂતે તેને કહ્યું કે તે તને પોતાના ઘરે બોલાવે, જેથી તારે શું કહેવાનું છે તે સાંભળી શકે.”
23 So he invited them in and hosted them. Next day he set out with them, joined by some brothers from Joppa. પછી પિતરે તે માણસોને ઘરમાં મહેમાન તરીકે બોલાવ્યાં. બીજે દિવસે જોપ્પાના કેટલાક વિશ્વાસીઓને લઈને તે તેઓની સાથે ગયો.
24 The next day he entered Caesarea. Cornelius, expecting them, had gathered his relatives and close friends. બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા. કર્નેલ્યસ તેઓની રાહ જોતો હતો, અને તેણે પોતાનાં સગાંસંબંધી અને મિત્રોને બોલાવ્યાં હતાં.
25 When Peter entered, Cornelius met him and fell down at his feet and worshiped him. જયારે પિતર ઘરમાં ગયો, ત્યારે કર્નેલ્યસે જમીન પર પડીને તેને પ્રણામ કર્યા.
26 But Peter lifted him up, saying, "Stand up! I'm a man too." પિતરે તેને ઉઠાડીને કહ્યું, “ઊભો થા!” તેણે કહ્યું કે “હું પણ પોતે માણસ જ છું.”
27 While talking with Cornelius, Peter went in and found many people gathered. જયારે પિતર તેની સાથે વાતો કરતો હતો, ત્યારે તે અંદર ગયો. ત્યાં તેણે ઘણાંને ભેગા થયેલા જોયા.
28 He said to them, "You yourselves know it's unlawful for a Jew to associate with or visit someone of another nation. But our Father showed me I should call no one common or unclean. તેણે તેઓને કહ્યું, “તમે સારી રીતે જાણો છો કે બિનયહૂદી સાથે સંબંધ રાખવો કે તેમની મુલાકાત લેવીએ યહૂદી માટે નિયમોની વિરુધ્ધ છે, પણ પ્રભુએ મને બતાવ્યું છે કે મારે કોઈ પણને નાપાક અથવા અશુધ્ધ ગણવાં નહિ.
29 So, sent for, I came without objection. Now, why did you send for me?" તેથી તમારાં બોલાવતાંની સાથે જ હું આનાકાની કયાઁ વગર અહીં આવ્યો છું. તમે મને શા માટે બોલાવ્યો છે તે જણાવશો?”
30 Cornelius said, "Four days ago at this hour, three in the afternoon, I was praying in my house, and suddenly a man in bright clothing stood before me, કર્નેલ્યસે જવાબ આપ્યો, “ત્રણ દિવસ પહેલાં હું મારા ઘરે આ સમયે બપોરે ત્રણ વાગે હું પ્રાર્થના કરતો હતો, ત્યારે તેજસ્વી ઝભ્ભો પહેરેલાં એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો.
31 and said, 'Cornelius, your prayer was heard and your gifts to the poor remembered before our Father. અને કહ્યું, ‘કર્નેલ્યસ, ઇશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને ગરીબોને તારાં દાન સ્મરણમાં આવ્યા છે.
32 So send to Joppa and call for Simon, known as Peter. He's staying in Simon the tanner's house, by the sea.' હવે સિમોન પિતર કહેવાય છે તેને જોપ્પા બોલાવ, તે સમુદ્ર કાંઠે સિમોન ચમારને ઘરે ઊતર્યો છે.’
33 So I sent for you at once, and you did well to come. Now we're all here before God, to hear all the Lord has commanded you." તેથી તરત જ મેં તને તેડાવ્યો. અને તું આવ્યો તે તેં સારું કર્યું, હવે અમે અહીં ઈશ્વરની સમક્ષતામાં છીએ, જેથી પ્રભુએ તમને જે કહેવાનો આદેશ આપ્યો છે તે બધુ કહી સંભળાવ.”
34 Peter spoke up: "I truly see our Father shows no favoritism, ત્યારે પિતરે બોલવાનું શરૂ કયુઁ, “હવે હું સમજુ છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. એ વાત કેટલી સાચી છે.
35 but in every nation anyone who fears him and does what is right is acceptable to him. પણ દરેક દેશમાં જે કોઇ તેનો ડર રાખે છે અને જે સાચું છે તે કરે છે તેને તે સ્વીકારે છે.
36 He sent his word to the Israelites, announcing good news of peace through Jesus Christ—he is Lord of all. તમે જાણો છો કે ઇઝરાયેલ લોકોને અપાયેલા શુભસંદેશ વિશે તમે સાંભળ્યું હશે કે ઈસુ મસીહ જે સર્વનો પ્રભુ છે તેમના દ્વારા શાંતિના સુસમાચાર પ્રગટ કરતા.
37 You yourselves know what happened throughout all Judea, beginning from Galilee after the baptism that John proclaimed: યોહાન બાપ્તિસ્તે આ સંદેશાનો આરંભ ગાલીલથી કર્યા હતો અને તમે જાણો છો કે આખા યહૂદિયાના પ્રદેશમાં શું બન્યું.
38 how our Father anointed Jesus of Nazareth with the Holy Spirit and power, how he went about doing good and healing all oppressed by the devil, for our Father was with him. કેવી રીતે નાઝરેથના ઈસુને ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્ય દ્વારા અભિષિકત કર્યા, અને કેવી રીતે તેઓ સર્વત્ર ભલું કરતા ફર્યા અને જેઓ શેતાનની શકિતથી જેઓ પિડાતા હતા તેમને સાજાં કર્યાં, કેમકે ઈશ્વર તેમની સાથે હતા.
39 We are witnesses of all he did in the Jews' land and Jerusalem—they killed him, hanging him on a tree, “યહૂદીઓનાં દેશમાં તથા યરુશાલેમમાં તેમણે જે કાંઈ કર્યું તેના અમે સાક્ષી છીએ. તેમને ક્રૂસ પર ચઠાવીને મારી નાંખવામાં આવ્યા.
40 but our Father raised him on the third day and made him appear, પણ ત્રીજે દિવસે ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા, અને પછી ઘણાંઓને તે દેખાયા.
41 not to all the people but to us, witnesses whom our Father chose beforehand, who ate and drank with him after he rose from the dead. તેઓ બધા લોકોને ન દેખાયા, પરંતુ જેમને અગાઉથી પસંદ કરેલાં સાક્ષીઓની દ્રારા, એટલે કે મૂએલામાંથી ઉત્થાન થયા પછી અમારી સમક્ષ જેમણે તેઓની તેમની સામે ખાધું પીધું હતું. તેઓએ તેમને જોયા
42 He commanded us to preach to the people and testify: our Father appointed him judge of the living and the dead. તેમણે અમને લોકોને ઉપદેશ આપવાં અને સાક્ષી આપવાં આજ્ઞા આપી કે ઈશ્વરે તેમને જ જીવતાંઓના અને મૂએલાંઓનાં ન્યાયાધીશ નીમ્યાં છે.
43 To him all the prophets testify that everyone believing in him receives forgiveness of sins through his name." બધાં પ્રબોધકો તેમના વિશે સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તેમના નામથી પાપ માફ કરવામાં આવશે.”
44 While Peter was still saying these things, the Holy Spirit fell on all who heard the word. જયારે પિતર હજી આ વાતો કહેતો હતો ત્યારે સંદેશો સાંભળનારા બધા ઉપર પવિત્ર આત્મા ઊતરી આવ્યો.
45 The circumcised believers who came with Peter were amazed that the gift of the Holy Spirit was poured out on Gentiles too. પવિત્ર આત્માનું દાન બિનયહૂદીઓને પણ મળ્યું એ જોઈને પિતરની સાથે આવેલા સુન્નતી વિશ્વાસીઓ આશ્ચર્ય પામ્યા.
46 For they heard them speaking in tongues and praising our Father. Then Peter declared, કારણ કે તેઓને અન્ય ભાષામાં બોલતા અને ઈશ્વરની સ્તુતિ કરતાં સાંભળ્યા. પિતરે કહ્યું,
47 "Can anyone refuse water to baptize these people, who received the Holy Spirit as we did?" “ખરેખર કોઇ તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવામાં રોકી શકે એમ નથી, કેમકે જેમ આપણે પવિત્ર આત્મા પામ્યા છે તેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યાં છે”
48 He ordered them baptized in Jesus Christ's name. Then they asked him to stay several days. તેથી તેણે ઈસુ મસીહના નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી પિતરને થોડા દિવસો સુધી તેઓની સાથે રહેવા વિનંતી કરી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]