Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 11 OGCB

Show OGCB only
Verse × ×
1 The apostles and brothers in Judea heard that Gentiles too had received our Father's word. પ્રેષિતો અને યહૂદિયાના વિશ્વાસીઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરના વચનોનો સ્વીકાર કયોઁ છે.
2 So when Peter went up to Jerusalem, those of the circumcision party criticized him, જયારે પિતર પાછો યરુશાલેમ આવ્યો ત્યારે સુન્નતી વિશ્વાસીઓએ તેની ટીકા કરી,
3 saying, "You visited uncircumcised men and ate with them." અને કહ્યું, “તું બેસુન્નતીઓના ઘરમાં ગયો અને તેઓની સાથે ખાધું!”
4 But Peter explained it to them step by step: શરૂઆતથી શરૂ કરીને પિતરે તેઓને બધીજ વાત કરી
5 Praying in the city of Joppa, I fell into a trance and saw a vision: a huge sheet-like object, lowered from heaven by its four corners, reaching me. તેણે કહ્યું, “હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો અને મેં મૂછાઁવસ્થામાં એક દર્શન જોયું. મેં એક મોટી ચાદર તેના ચાર ખૂણેથી લટકાવેલી આકાશમાંથી નીચે ઊતરતી જોઈ અને હું જયાં હતો ત્યાં તે નીચે આવી.
6 Looking closely at it, I saw four-legged animals, wild beasts, reptiles, and birds. તેમાં મે પૃથ્વી પરના ચાર પગ વાળા પ્રાણીઓ, જંગલી જનાવરો, અને પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયા.
7 And I heard a voice saying to me, 'Get up, Peter; kill and eat.' પછી એક વાણી મને એમ કહેતી સાંભળી, ‘ઊઠ, પિતર મારીને ખા.’
8 But I said, 'By no means, Lord; for nothing impure or unclean has ever entered my mouth.' “મેં જવાબ આપ્યો, ‘ના, પ્રભુ! કેમકે મારા મોંમાં કોઇ પણ નાપાક અને અશુધ્ધ વસ્તુ કદી ગઇ નથી.’
9 But the voice answered a second time from heaven, 'What our Father has made clean, do not call impure.' “આકાશમાંથી બીજી વાર વાણી થઇ કે, ‘ઈશ્વર જેને શુધ્ધ કયુઁ છે તેને તું અશુધ્ધ ન ગણ.’
10 This happened three times, and all of it was drawn up again into heaven. એમ ત્રણ વખત થયું, અને પછી તે બધાને આકાશમાં પાછા ખેંચી લેવામાં આવ્યા.
11 Right then three men, sent to me from Caesarea, arrived at the house where we stayed. “એ જ વખતે કાઈસારિયામાંથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો હું જે ઘરમાં રહેતો હતો ત્યાં આવીને ઊભા રહ્યા.
12 The Spirit told me to go with them, making no distinction. These six brothers also went with me, and we entered the man's house. કશો ભેદભાવ રાખ્યાં સિવાય તેમની સાથે જવા આત્માએ મને જણાવ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે ગયા, અને અમે તે માણસનાં ઘરે આવી પહોંચ્યા.
13 He told us how he saw the angel standing in his house and saying, 'Send to Joppa and bring Simon called Peter; તેણે અમને જણાવ્યું કે એક દૂતને તેના ઘરમાં આવતો જોયો, અને કહ્યું કે જોપ્પામાં માણસો મોકલીને સિમોન જેનું નામ પિતર છે તેને બોલાવ.
14 he will bring you a message by which you will be saved, you and all your household.' તે અમને સંદેશો આપશે જેનાથી તું તથા તારા ઘરનાં સવઁ માણસો તારણ પામશો.
15 When I began speaking, the Holy Spirit fell on them just as on us at first. “જયારે મેં બોલવાનું શરૂ કર્યુ, ત્યારે પવિત્ર આત્મા તેઓ પર ઊતરી આવ્યો જેમ પહેલાં આપણી ઉપર આવ્યો હતો.
16 Then I remembered what our Lord Jesus said: 'John baptized with water, but you will be baptized with the Holy Spirit.' ત્યારે મને પ્રભુનાં વચનો યાદ આવ્યા: ‘યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’
17 If our Father gave them the same gift he gave us who believed in the Lord Jesus Christ, who was I to stand in our Father's way? આપણે પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કયોઁ ત્યારે આપણને પવિત્ર આત્માનું જે દાન ઈશ્વરે આપ્યું હતું તે જ દાન તેમને પણ આપ્યું, તો પછી હું કોણ કે હું ઈશ્વરના માગઁમાં ઉભો રહું?”
18 Hearing this, they quieted down and praised our Father, saying, "So our Father has granted repentance that leads to life even to the Gentiles." જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓને બીજો કોઇ વાંધો ન હતો અને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, “તો પછી વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.”
19 Those scattered by the persecution over Stephen traveled as far as Phoenicia, Cyprus, and Antioch, speaking the message to no one but Jews. એ દરમિયાન સ્તેફનના મરણ પછી થયેલી સતાવણીને લીધે જેઓ વિખેરાઈ ગયા હતાં, તેઓ યરુશાલેમથી હિજરત કરીને ફિનીકિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા અને શુભસંદેશ ફકત યહૂદીઓને જ પ્રગટ કર્યા હતો.
20 But some of them—men from Cyprus and Cyrene—reached Antioch and spoke to Hellenists too, telling the good news about the Lord Jesus. પરંતુ તેઓમાંના કેટલાંક, તો સાયપ્રસ તથા કૂરેનીના માણસો અંત્યોખ ગયા અને ગ્રીકોને પણ પ્રભુ ઈસુની વાત જણાવી.
21 The hand of our Lord Jesus was with them, and many believed and turned to the Lord. પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને એ મોટી સંખ્યામાં લોકોએ વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યાં.
22 The church in Jerusalem heard about this and sent Barnabas to Antioch. આ સમાચાર યરુશાલેમની મંડળી સુધી પહોંચ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો.
23 Arriving, he saw our Father's grace and rejoiced, urging all to remain devoted to the Lord with firm hearts. જયારે તે આવ્યો અને ઈશ્વરનાં અદભુત કાર્ય જોઇને તે આનંદ પામ્યો અને તેણે બધાંને ખરાં હ્રદયથી પ્રભુમાં દ્રઢ રહેવાને ઉત્તેજન આપ્યું.
24 For he was a good man, full of the Holy Spirit and faith, and a large crowd was added to the Lord. બાર્નાબાસ સારો માણસ હતો, પવિત્ર આત્માથી અને વિશ્વાસથી ભરપૂર હતો. અને ઘણાં લોકોને પ્રભુ પાસે લાવ્યો.
25 So Barnabas went to Tarsus to look for Saul, પછી બાર્નાબાસ શાઉલને શોધવાં માટે તાર્સસ ગયો.
26 finding him, he brought him to Antioch. For a full year they met with the church and taught a large crowd, and in Antioch the disciples were first called Christians. અને જયારે તે મળ્યો તે તેને અંત્યોખ લઇ આવ્યો. બાનાઁબાસ અને શાઉલ બંનેએ ત્યાં આખા વરસ મંડળી સાથે રહીને ઘણાં લોકોને નવુ શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં મસીહી કહેવાયા.
27 In these days prophets came down from Jerusalem to Antioch. આ સમયે કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
28 One of them, named Agabus, stood up and predicted through the Spirit that a great famine would come over the whole world—it happened in Claudius's days. તેઓમાંના આગાબાસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી કહ્યું કે આખા રોમન વિશ્વમાં ભારે દુકાળ પડવાનો છે. એ ભવિષ્યકથન કલોડિયસના રાજ્યઅમલ દરમિયાન પૂર્ણ થયું.
29 The disciples decided, each according to ability, to send relief to the brothers living in Judea. શિષ્યોએ, દરેક પોતાની શક્તિ મુજબ, યહૂદિયામાં રહેતાં ભાઈઓ અને બહેનોને મદદ કરવાનું નક્કી કયુઁ.
30 And they did so, sending it to the elders through Barnabas and Saul. તેઓએ તેમ કયુઁ, વડીલોને બાર્નાબાસ અને શાઉલ દ્રારા પોતાનું દાન મોકલ્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]