Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 11 OGCB

Side by side with the Father's Heart Bible™

પિતરનો હેવાલ

1પ્રેષિતો અને યહૂદિયાના વિશ્વાસીઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરના વચનોનો સ્વીકાર કયોઁ છે. 2જયારે પિતર પાછો યરુશાલેમ આવ્યો ત્યારે સુન્નતી વિશ્વાસીઓએ તેની ટીકા કરી, 3અને કહ્યું, “તું બેસુન્નતીઓના ઘરમાં ગયો અને તેઓની સાથે ખાધું!”

4શરૂઆતથી શરૂ કરીને પિતરે તેઓને બધીજ વાત કરી 5તેણે કહ્યું, “હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો અને મેં મૂછાઁવસ્થામાં એક દર્શન જોયું. મેં એક મોટી ચાદર તેના ચાર ખૂણેથી લટકાવેલી આકાશમાંથી નીચે ઊતરતી જોઈ અને હું જયાં હતો ત્યાં તે નીચે આવી. 6તેમાં મે પૃથ્વી પરના ચાર પગ વાળા પ્રાણીઓ, જંગલી જનાવરો, અને પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયા. 7પછી એક વાણી મને એમ કહેતી સાંભળી, ‘ઊઠ, પિતર મારીને ખા.’

8“મેં જવાબ આપ્યો, ‘ના, પ્રભુ! કેમકે મારા મોંમાં કોઇ પણ નાપાક અને અશુધ્ધ વસ્તુ કદી ગઇ નથી.’

9“આકાશમાંથી બીજી વાર વાણી થઇ કે, ‘ઈશ્વર જેને શુધ્ધ કયુઁ છે તેને તું અશુધ્ધ ન ગણ.’ 10એમ ત્રણ વખત થયું, અને પછી તે બધાને આકાશમાં પાછા ખેંચી લેવામાં આવ્યા.

11“એ જ વખતે કાઈસારિયામાંથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો હું જે ઘરમાં રહેતો હતો ત્યાં આવીને ઊભા રહ્યા. 12કશો ભેદભાવ રાખ્યાં સિવાય તેમની સાથે જવા આત્માએ મને જણાવ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે ગયા, અને અમે તે માણસનાં ઘરે આવી પહોંચ્યા. 13તેણે અમને જણાવ્યું કે એક દૂતને તેના ઘરમાં આવતો જોયો, અને કહ્યું કે જોપ્પામાં માણસો મોકલીને સિમોન જેનું નામ પિતર છે તેને બોલાવ. 14તે અમને સંદેશો આપશે જેનાથી તું તથા તારા ઘરનાં સવઁ માણસો તારણ પામશો.

15“જયારે મેં બોલવાનું શરૂ કર્યુ, ત્યારે પવિત્ર આત્મા તેઓ પર ઊતરી આવ્યો જેમ પહેલાં આપણી ઉપર આવ્યો હતો. 16ત્યારે મને પ્રભુનાં વચનો યાદ આવ્યા: ‘યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’ 17આપણે પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કયોઁ ત્યારે આપણને પવિત્ર આત્માનું જે દાન ઈશ્વરે આપ્યું હતું તે જ દાન તેમને પણ આપ્યું, તો પછી હું કોણ કે હું ઈશ્વરના માગઁમાં ઉભો રહું?”

18જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓને બીજો કોઇ વાંધો ન હતો અને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, “તો પછી વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.”

અંત્યોખમાં મંડળી

19એ દરમિયાન સ્તેફનના મરણ પછી થયેલી સતાવણીને લીધે જેઓ વિખેરાઈ ગયા હતાં, તેઓ યરુશાલેમથી હિજરત કરીને ફિનીકિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા અને શુભસંદેશ ફકત યહૂદીઓને જ પ્રગટ કર્યા હતો. 20પરંતુ તેઓમાંના કેટલાંક, તો સાયપ્રસ તથા કૂરેનીના માણસો અંત્યોખ ગયા અને ગ્રીકોને પણ પ્રભુ ઈસુની વાત જણાવી. 21પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને એ મોટી સંખ્યામાં લોકોએ વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યાં.

22આ સમાચાર યરુશાલેમની મંડળી સુધી પહોંચ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. 23જયારે તે આવ્યો અને ઈશ્વરનાં અદભુત કાર્ય જોઇને તે આનંદ પામ્યો અને તેણે બધાંને ખરાં હ્રદયથી પ્રભુમાં દ્રઢ રહેવાને ઉત્તેજન આપ્યું. 24બાર્નાબાસ સારો માણસ હતો, પવિત્ર આત્માથી અને વિશ્વાસથી ભરપૂર હતો. અને ઘણાં લોકોને પ્રભુ પાસે લાવ્યો.

25પછી બાર્નાબાસ શાઉલને શોધવાં માટે તાર્સસ ગયો. 26અને જયારે તે મળ્યો તે તેને અંત્યોખ લઇ આવ્યો. બાનાઁબાસ અને શાઉલ બંનેએ ત્યાં આખા વરસ મંડળી સાથે રહીને ઘણાં લોકોને નવુ શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં મસીહી કહેવાયા.

27આ સમયે કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા. 28તેઓમાંના આગાબાસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી કહ્યું કે આખા રોમન વિશ્વમાં ભારે દુકાળ પડવાનો છે. એ ભવિષ્યકથન કલોડિયસના રાજ્યઅમલ દરમિયાન પૂર્ણ થયું. 29શિષ્યોએ, દરેક પોતાની શક્તિ મુજબ, યહૂદિયામાં રહેતાં ભાઈઓ અને બહેનોને મદદ કરવાનું નક્કી કયુઁ. 30તેઓએ તેમ કયુઁ, વડીલોને બાર્નાબાસ અને શાઉલ દ્રારા પોતાનું દાન મોકલ્યું.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]