Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 1 OGCB

Show OGCB only
Verse × ×
1 In my first book, Theophilus, I wrote about everything Jesus began to do and teach, થિઓફિલ, મેં મારા પહેલાના પુસ્તકમાં, ઈસુએ જે કરવાનું અને શીખવવાનું શરૂ કર્યુ તે બધું લખ્યું છે.
2 until the day he was taken up, having given commands through the Holy Spirit to the apostles he had chosen. તેમને સ્વગઁમાં લઇ લેવામાં આવ્યા ત્યાં સુધી, તેમણે પવિત્ર આત્મા દ્રારા પોતાના પસંદ કરેલાં પ્રેષિતોને સુચનાઓ આપી.
3 After his suffering, he showed himself alive to them through many proofs, appearing to them forty days, speaking of our Father's kingdom. દુઃખ સહયા પછી તેમણે તેઓને પોતાને પ્રગટ કયાઁ અને તેઓને ખાતરી કરાવી કે તે પોતે જીવંત છે તેમણે ચાલીસ દિવસ સુધી તેઓને દશઁન આપ્યું અને ઈશ્વરના રાજ્ય વિશે શિક્ષણ આપ્યું.
4 While staying with them, he ordered them not to leave Jerusalem but to wait for my Father's promise—"which," he said, "you heard from me; એક પ્રસંગે જયારે તે તેઓ સાથે ભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેઓને આજ્ઞા આપી, “યરુશાલેમ છોડશો નહિ પણ મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, જેની વાત તમે મને કહેતા સાંભળ્યો છે તેની રાહ જો જો.
5 for John baptized with water, but within a few days you will be baptized with the Holy Spirit." કેમકે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું પણ ટૂંક સમયમાં તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
6 So, gathered together, they asked, "Lord, will you restore the kingdom to Israel now?" પછી તેઓ તેમની આસપાસ ભેગા થયા અને તેમને પૂછયું, “પ્રભુ, શું તમે ઇઝરાયેલની રાષ્ટ્રની ફરીથી સ્થાપવાના કરવાનાં છો?”
7 He said to them, "You're not to know times or seasons that my Father has set by his own authority. તેમણે તેઓને કહ્યું, “પિતાએ પોતાના અધિકાર હેઠળ જે સમય કે વિધિઓ નક્કી કરેલાં છે, એ જાણવાનું તમારું કામ નથી.”
8 But when the Holy Spirit falls on you, you'll gain power to be my witnesses—in Jerusalem, all Judea, Samaria, and earth's farthest reaches." “પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”
9 After he said these things, as they watched, he was lifted up, and a cloud took him from their sight. એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેઓની નજરથી છુપાવી દીધા.
10 As they stared into heaven while he went, suddenly two men in white clothes stood beside them. તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા.
11 They said, "Galileans, why stare at the sky? This Jesus, taken from you into heaven, will return exactly as you saw him go." તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.”
12 Then they returned to Jerusalem from the Mount called Olivet, near Jerusalem, about a half-mile away. પછી પ્રેષિતો જૈતુન નામના પહાડથી યરુશાલેમ પાછા ગયા. જે શહેરની વિશ્રામવારને મજલ જેટલે દુર હતું
13 Entering, they went up to the upstairs room where they stayed: Peter, John, James, Andrew, Philip, Thomas, Bartholomew, Matthew, James son of Alphaeus, Simon the Zealot, and Judas son of James. જયારે તેઓ પોહચ્યા, ત્યારે તેઓ નિવાસસ્થાને ઉપલી મેડીમાં તેઓ ગયા. પિતર, યોહાન, યાકોબ, આન્દ્રિયા, ફિલિપ, અને થોમાસ, બર્થોલ્મી, અને માથ્થી, અલ્ફીનો દીકરો યાકોબ, સિમોન ઝેલોટીસ તથા યાકોબનો ભાઈ યહૂદા હતા.
14 All these persisted together in prayer, with the women, Mary the mother of Jesus, and his brothers. વળી ઈસુની મા મરિયમ, બીજી કેટલીક સ્ત્રીઓ તથા ઈસુના ભાઈઓ પણ ત્યાં હતાં, તેઓ બધા એક ચિતે પ્રાર્થનામાં લાગુ રહ્યાં.
15 In those days Peter stood up among the brothers (about 120 in all) and said, તે દિવસોમાં પિતર લગભગ એકસો વીસ વિશ્વાસીઓ મધ્યે પિતર ઊભો થયો,
16 "Brothers, the Scripture the Holy Spirit spoke beforehand through the mouth of David about Judas—who became guide to those who arrested Jesus—had to be fulfilled. અને કહ્યું “ભાઈઓ અને બહેનો, તે ઈસુને પકડાવી દેશે એવું યહૂદા વિશેનું જે ભવિષ્યવચન પવિત્ર આત્માએ દાવિદ રાજા મારફતે કહેલું હતું તે પૂર્ણ થવાની જરૂર હતી.
17 For he was numbered among us and was allotted his share in this ministry." તે આપણામાંનો એક હતો અને આપણી સેવામાં તેને ભાગ મળ્યો હતો.”
18 (This man bought a field with the pay for his wrongdoing, then fell headfirst, burst open in the middle, and all his insides spilled out. તેના દુષ્ટ કાયઁના બદલામાં મળેલાં પૈસામાંથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ઊંધે માથે પટકાયો તેનું પેટ ફાટી ગયું અને આંતરડાં બહાર નીકળી ગયાં.
19 This became known to everyone living in Jerusalem, so the field was named in their language Akeldama, that is, Field of Blood.). યરુશાલેમમાં બધા લોકોએ આ વાત સાંભળી તેથી તેઓએ તે ખેતરને અકેલ્દામાં એટલે લોહીનું ખેતર એવું નામ આપ્યું.
20 "For it's written in the Book of Psalms: 'Let his camp become empty, with no one living there,' and 'Let another take his position.' કેમકે પિતરે કહ્યું, ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે. “ ‘તેનું સ્થાન ઉજજડ થાવ; અને તેમાં કોઈ વસે નહિ,’ અને, “ ‘તેનું કાર્ય બીજા કોઈને સોંપવામાં આવે.’
21 So one of the men who accompanied us all along, while the Lord Jesus went in and out among us, માટે, પ્રભુ ઈસુ આપણી વચ્યે રહેતા હતા તે દરમ્યાન જે માણસો આપણી સાથે રહ્યા છે તેમાંથી એકને પસંદ કરવો જરૂરી છે.
22 from John's baptism until the day he was taken up from us—one of these must become with us a witness to his resurrection." યોહાન બાપ્તિસ્માથી શરુ કરીને ઈસુને આપણી પાસેથી ઉપર લઇ લેવામાં આવ્યા. કેમકે આમાનાં એકે આપણી સાથે તેમના પુનરુત્થાનનો સાક્ષી હોવો જોઈએ.”
23 And they put forward two—Joseph called Barsabbas, who was also called Justus, and Matthias. તેથી તેઓએ યોસેફ યુસ્તસ કે જે બસઁબાસ પણ કહેવાતો હતો તે અને માથ્થિયાસ એ બે જણના નામ રજૂ કર્યા.
24 They prayed and said, "You, Lord Jesus, who know all hearts, show which one of these two you chose, ત્યારે તેઓએ પ્રાર્થના કરી કે, “હે અંતર્યામી પ્રભુ, આ બે માણસોમાંથી તમે કોને પસંદ કર્યા છે તે અમને બતાવો.
25 to take the place in this ministry and apostleship that Judas left to go to his own place. આ પ્રેષિતોનું સેવા કાયઁ સંભાળવાને માટે જે યહૂદા પતિત થઈને તેના પોતાના સ્થાને ગયો છે.”
26 They cast lots for them; the lot fell to Matthias, and he was counted with the eleven apostles." પછી તેઓએ ચિઠ્ઠીઓ નાંખી તેમાં માથ્થિયાસનાં નામની ચિઠ્ઠી નીકળી, તેથી અગિયાર પ્રેષિતોમાં ઉમેરાયો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]