Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 21 OGCB

Show OGCB only
Verse × ×
1 Afterward Jesus showed himself again to the disciples by the Sea of Tiberias—this is how he showed himself. ત્યાર પછી ઈસુ ફરીથી તેમના શિષ્યોને ગાલીલના સરોવર પાસે દેખાયા, તે આ રીતે બન્યું.
2 Simon Peter, Thomas called Twin, Nathanael from Cana in Galilee, Zebedee's sons, and two other disciples were together. સિમોન પિતર, થોમાસ (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના પુત્રો, અને બીજા બે શિષ્યો ભેગા થયા હતાં.
3 Simon Peter told them, "I'm going fishing." "We'll go with you," they said. So they went out and got into the boat, but caught nothing that night. સિમોન પિતરે તેઓને કહ્યું, “હું માછલાં પકડવા જાઉં છું.” અને તેઓએ કહ્યું, “અમે તારી સાથે આવીએ છીએ.” તેથી તેઓ ગયા અને હોડીમાં બેઠાં, પણ તે રાત્રે તેઓના હાથમાં કાંઈ આવ્યું નહિ.
4 At daybreak Jesus stood on the shore, yet the disciples didn't know it was Jesus. વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા, પણ તે ઈસુ છે તે શિષ્યો ઓળખી શક્યાં નહિ.
5 Jesus said to them, "Children, do you have any fish?" They answered him, "No." તેમણે તેઓને બોલાવ્યા, “મિત્રો, તમારી પાસે કાંઈ માછલી છે?” તેઓએ જવાબ આપ્યો, “ના.”
6 He told them, "Cast the net on the boat's right side, and you'll find fish." So they cast it, and were no longer able to haul it in for the sheer number of fish. તેમણે કહ્યું, “તમારી જાળ હોડીની જમણી બાજુએ નાંખો અને તમને કંઇક મળશે.” જયારે તેમણે એમ કર્યું ત્યારે ઘણી બધી માછલીઓ પકડાઈ તેથી તેઓ જાળને ખેંચી પણ શક્યાં નહિ.
7 The disciple Jesus loved told Peter, "It's the Lord!" Hearing it was the Lord, Simon Peter wrapped his coat around him—he'd taken it off to work—and threw himself into the sea. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે!” જેવું સિમોન પિતરે તેને એવું કહેતા સાંભળ્યો કે એ તો પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો (કેમકે તે ઉઘાડો હતો) ને પાણીમાં કૂદી પડયો.
8 The other disciples came in the boat, dragging the net full of fish, since they were only about one hundred yards from shore. બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા તેમની પાછળ ગયા, કેમકે તેઓ કિનારાથી બહુ દુર ન હતા, લગભગ નેવું મીટર દુર હતા.
9 When they went ashore, they saw a charcoal fire with fish on it, and bread. જયારે તેઓ કિનારે ઉતયાઁ ત્યારે તેઓએ ત્યાં સળગતાં કોલસાનો અગ્નિ જોયો, તેના પર માછલી અને રોટલી હતા.
10 Jesus said to them, "Bring some of the fish you have just caught." ઈસુએ તેમને કહ્યું, “તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.”
11 So Simon Peter climbed aboard and dragged the net ashore, full of 153 large fish; despite so many, it didn't tear. તેથી સિમોન પિતર હોડીમાં પાછો ચઢીને કિનારે જાળ ખેંચી લાવ્યો, તેમાં એકસો ત્રેપન મોટી માછલીઓ ભરેલી હતી પણ આટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી ગઈ નહિ.
12 Jesus said to them, "Come, eat breakfast." None of the disciples dared ask him, "Who are you?"—they knew it was the Lord. ઈસુએ તેમને કહ્યું, “આવો અને નાસ્તો કરો.” તેઓ જાણતા હતા કે, તે પ્રભુ છે છતાં શિષ્યોમાંથી કોઈએ તેમને પૂછવાની હિંમત ન કરી કે, “તમે કોણ છો?”
13 Jesus came, took the bread, and gave it to them, and the fish as well. ઈસુએ આવીને રોટલી લઇને તેઓને આપી અને એ જ રીતે માછલી પણ આપી.
14 This was now the third time Jesus revealed himself to the disciples after being raised from the dead. મરણમાંથી સજીવન થયા પછી ઈસુએ પોતાના શિષ્યોને ત્રીજી વાર દર્શન આપ્યું.
15 After they ate breakfast, Jesus asked Simon Peter, "Simon, son of John, do you love me with all your heart, more than these?" He answered, "Yes, Lord, you know I love you as a friend." Jesus told him, "Feed my lambs." નાસ્તો કર્યા પછી, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “યોહાનનાં દીકરા સિમોન, શું તું મને આ બધા કરતાં વિશેષ પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું.” ઈસુએ કહ્યું, “મારાંં ઘેટાંઓને પાળ.”
16 A second time Jesus asked, "Simon son of John, do you love me with all your heart?" He replied, "Yes, Lord, you know I love you as a friend." Jesus said, "Take care of my sheep." ઈસુએ ફરીથી કહ્યું, “યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?” તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું.” ઈસુએ કહ્યું, “તો મારાંં ઘેટાંની સંભાળ રાખ.”
17 A third time Jesus said to him, "Simon son of John, do you love me as a friend?" Peter was hurt that Jesus asked him a third time, "Do you love me as a friend?" and said, "Lord, you know everything; you know that I love you as a friend." Jesus said to him, "Feed my sheep." ત્રીજી વાર ઈસુએ તેને કહ્યું, “યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?” ઈસુએ ત્રીજી વાર પૂછયું, તેથી પિતર દુઃખી થયો. તેણે કહ્યું, “પ્રભુ, તમે બધું જાણો છો; તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું.” ઈસુએ કહ્યું, “મારાંં ઘેટાંને પાળ.
18 "Truly, truly, I tell you: when you were young, you dressed yourself and went where you wanted; but when you're old, you'll stretch out your hands, and another will dress you and take you where you don't want to go." હું તને સાચે જ કહું જયારે તું જુવાન હતો ત્યારે તું પોતાની કમર બાંધીને જ્યાં તું ઇચ્છતો હતો ત્યાં જતો હતો, જયારે તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લાંબા કરીશ, અને બીજાઓ તને બાંધીને તારે નહિ જવું હોય ત્યાં તને લઈ જશે.”
19 Jesus said this to show by what kind of death Peter would glorify our Father. Then he told him, "Follow me." ઈશ્વરના મહિમાર્થે પિતર કઈ રીતે મરણ પામવાનો હતો તે દર્શાવવા માટે ઈસુએ તેને આમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ.”
20 Peter turned and saw the disciple Jesus loved following—the one who leaned back against Jesus at supper and asked, "Lord, who is going to betray you?" પિતરે પાછળ ફરીને જોયું તો જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતાં હતા તે તેમની પાછળ આવતો હતો. (તે એ જ શિષ્ય હતો જે ભોજન સમયે ઈસુની સામે ઝૂકીને કહ્યું હતું, “પ્રભુ, તમને કોણ પરસ્વાધીન કરશે?”)
21 When Peter saw him, he said to Jesus, "Lord, what about this man?" જયારે પિતરે તેને જોયો ત્યારે તેણે પૂછયું, “પ્રભુ, એનું શું થશે?”
22 Jesus told him, "If I want him to remain until I come, what's that to you? You follow me." ઈસુએ જવાબ આપ્યો, “જો હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા છે તો તેમાં તારે શું? તારે મારી પાછળ આવવું જોઈએ.”
23 So this word spread among the brothers and sisters that this disciple would not die. Yet Jesus did not tell him he would not die, but, "If I want him to remain until I come, what is that to you?" આ કારણે વિશ્વાસીઓમાં એવી અફવા ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરણ પામવાનો નથી. પરંતુ ઈસુએ એવું કહ્યું નહોતું કે તે મરશે નહિ; તેમણે માત્ર એમ જ કહ્યું હતું કે, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવે તો તેમાં તારે શું?”
24 This is the disciple testifying to these things and who wrote them; we know his testimony is true. આ શિષ્યે આ વાતો વિશે સાક્ષી આપે છે અને જેણે તે લખી છે. અમે જાણીએ છીએ કે તેની સાક્ષી સાચી છે.
25 Jesus did many other things too. If each were written down, I don't think the world itself could hold the books written. ઈસુએ બીજા ઘણા કામો પણ કર્યા. જો તે બધા લખવામાં આવે, તો હું ધારું છું કે આખા જગતમાં લખાયેલા પુસ્તકો માટે જગ્યા ન હોત.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]