Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 5 OGCB

Side by side with the Father's Heart Bible™

સ્વર્ગીય શરીરની ઝંખના

1કેમકે અમે જાણીએ છીએ કે જો આ પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નાશ પામે, તો આકાશમાં ઈશ્વર તરફથી જે ઘર છે જે હાથે બાંધેલું નથી, એવુ અમારું સનાતન ઘર છે. 2તે માટે, અમે નિસાસા નાખીએ છીએ અને સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીએ છીએ. 3કેમકે જ્યારે અમે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ. 4જ્યારે આપણે આ માંડવામાં છીએ ત્યારે આપણે નિસાસા નાખતા બોજાને લીધે દબાઈ જઈએ છીએ, કારણ કે મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ એમ તો નહિ, પણ વેષ્ટિત થવા ચાહીએ છીએ. 5હવે જેણે અમને આ જ હેતુ માટે તૈયાર કર્યા તે ઈશ્વર છે કે જેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે, જે આવનાર સમયની ખાતરી આપે છે.

6માટે અમે હંમેશા હિંમત રાખીએ છીએ અને એવું જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે શરીરમાં છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ. 8હું કહું છું, કે અમને ખાતરી છે, અને અમે શરીરથી દૂર રહીને પ્રભુ સાથે રહેવાનું પસંદ કરીશું. 9એ માટે અમે શરીરરૂપી ઘરમાં હોઈએ કે તેનાથી દૂર, પણ તેમને પ્રસન્ન કરવાનો ધ્યેય રાખીએ છીએ. 10કેમકે દરેકે શરીરમાં રહીને જે ભલાં કે ભૂંડાં કામ કર્યા હશે તે પ્રમાણે બદલો પામવાને આપણા સવઁને મસીહનાં ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે.

ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે મિત્રતા

11તેથી આપણે જાણીએ છીએ કે પ્રભુનો ભય શું છે, અમે બીજાઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે જે છીએ તે ઈશ્વરની આગળ સ્પષ્ટ છે અને અમારા અંતઃકરણો પણ સ્પષ્ટ હશે એવી હું આશા રાખું છું. 12અમે ફરીથી અમારી ખુશામત કરવાનો પ્રયત્ન કરતા નથી, પણ અમારામાં તમને અભિમાન કરવાની તક આપીએ છીએ, તેથી તમે એવા લોકોને જવાબ આપી શકો જેઓ હ્રદયમાં જે છે તેના કરતાં દેખીતી બાબતો પર અભિમાન કરે છે. 13તો શું અમે ઘેલાં છીએ? જો એમ હોય તો પ્રભુની ખાતર છે. જો અમે સ્વસ્થ છીએ? તો તે તમારાં માટે છે. 14કેમકે મસીહનો પ્રેમ અમને ફરજ પાડે છે, કારણ કે આપણે ખાતરી કરીએ છીએ કે એક બધાંને માટે મૃત્યું પામ્યા, તેથી બધા મૃત્યું પામ્યા. 15અને તે બધા માટે મૃત્યું પામ્યા, જેથી જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે નહિ, પણ જે તેમના માટે મૃત્યું પામ્યા અને ફરી સજીવન થયાં તેમના માટે જીવે.

16તો હવેથી અમે તેથી જગતના અભિપ્રાયને આધારે અમે કોઈનું મૂલ્યાંકન કરતા નથી. ભલે આપણે મસીહને એક સમયે આ રીતે માનતા હતાં, પણ હવેથી એમ કરતા નથી. 17તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે. 18આ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે મસીહ દ્રારા આપણું સમાધાન કરાવ્યું અને સમાધાન કરવાની સેવા અમને સોંપી. 19ઈશ્વર મસીહમાં પોતાની સાથે દુનિયા સાથે પોતાનું સમાધાન કરાવીને લોકોના પાપો તેમનાં લેખે ગણતાં નથી. અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. 20એ માટે અમે મસીહનાં એલચી છીએ. જાણે કે ઈશ્વર અમારા દ્રારા વિનંતી કરતાં હોય. અમે મસીહ તરફથી તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો. 21આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]