Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 4 OGCB

Side by side with the Father's Heart Bible™

હાલની નિબઁળતા અને સજીવન જીવન

1ઈશ્વરની કૃપાથી અમને આ સેવા મળી છે, માટે અમે નાસીપાસ થતા નથી. 2પણ શરમભરેલી ગૃપ્ત વાતોનો ઈન્કાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત પ્રગટ કરવામાં અમે ઠગાય કરતાં નથી; પણ સત્ય પ્રગટ કયાઁથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સવઁ માણસોનાં અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. 3અને જો સુસમાચાર ઢંકાયેલ હોય, તો તે નાશ પામનારાઓ માટે જ ઢંકાયેલ છે. 4આ જગતના અધિપતિ શેતાને તેઓનાં મન આંધળા કર્યા છે, એ માટે કે મસીહ જેને અમે પ્રગટ કરીએ છીએ, તેના સુસમાચારનો મહિમાવંત પ્રકાશ તેઓ જોઈ શકે નહિ. 5કેમકે અમે જે પ્રગટ કરીએ છીએ તે અમે પોતાને પ્રગટ કરતા નથી પણ ઈસુ મસીહ પ્રભુ છે અને તેને લીધે અમે તમારાં સેવકો છીએ એમ કરીએ છીએ. 6કેમકે, ઈશ્વરે કહ્યું કે, “અંધકારમાંથી પ્રકાશ થાઓ,” તેમણે આપણા હ્રદયમાં પ્રકાશ પાડયો છે કે, જેથી તે ઈસુ મસીહના મોં પર ઇશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.

7પણ આ ખજાનો અમારા નિર્બળ શરીરરૂપી નાશવંત પાત્રોમાં રાખી મૂકવામાં આવેલો છે. તેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારાંથી નથી એ જાણવાંમાં આવે. 8ચારેબાજુ ઘેરાયેલા હોવા છતાં પણ, અમે દબાઈ ગયા નથી; મૂંઝાયેલા હોવા છતાં અમે નિરાશ થયેલાં નથી; 9સતાવણી પામ્યા છતાં, તજાયેલા નથી; નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી; 10ઈસુનું મરણ અમે અમારા શરીરોમાં સદા ઊંચકીને ફરીએ છીએ, તેથી મસીહનું જીવન અમારામાં પ્રગટ થાય છે. 11કેમકે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મત્યઁ શરીરમાં પ્રગટ કરવામાં આવે. 12તેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન અસર કરે છે.

13પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી, મને વિશ્વાસ છે, માટે હું આમ બોલું છું. અમને પણ વિશ્વાસ છે, અને તેથી અમે બોલીએ છીએ; 14અમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહને મરણમાંથી સજીવન કરનાર ઈશ્વર અમને પણ સજીવન કરશે, અને તમારી સાથે અમને પણ તેમની સમક્ષ રજૂ કરશે. 15કેમકે સઘળાં વાના તમારા લાભ માટે છે, તેથી ઘણાંની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરનાં મહીમાને અથેઁ વિષેશ આભારસ્તુતિ કરાવે.

16તેથી અમે નાહિંમત થતા નથી. જો કે અમારા બાહ્ય શરીરો નાશ પામતાં જાય છે પણ અમારું આંતરિક જીવન દરરોજ વૃધ્ધિ પામતું જાય છે. 17અમારા પર આવી પડતાં સંકટો અમારે સારું વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. 18તેથી અમે દ્રશ્ય સંકટોને ન ગણકારતાં અદ્રશ્ય રહેલ ભવિષ્યમાં મળનાર સ્વર્ગના આનંદની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. પણ જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]