Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 5 OGCB

Show OGCB only
Verse × ×
1 I urge the elders among you, as fellow elder, witness of Christ's sufferings, and sharer in the glory about to be revealed: તમારામાંના વડીલોને, હું સાથી વડીલ તરીકે અને મસીહના દુઃખોના સાક્ષી કે જેવો પ્રગટ થનારા મહિમાના ભાગીદાર થશે:
2 Shepherd our Father's flock among you, watching over it—not forced but willing, as our Father wants; not for shameful profit but eager, ઈશ્વરનું જે ટોળું તમારી પાસે છે તેનું પાલન પોષણ કરો, ફરજ પડયાંથી નહિ પણ ઈશ્વર ઇચ્છે છે તેમ સમજી ખુશીથી કરો; અપ્રમાણીત નફાને માટે નહિ, પણ સેવા કરવા માટે ઉત્સાહી બનો;
3 not lording it over those entrusted to you, but being examples to the flock. તમને સોંપેલા લોકો પર ધણીપણું ન કરો, પણ તમે ટોળાને નમૂનારૂપ થાવ.
4 And when the Chief Shepherd appears, you will receive the unfading crown of glory. જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે, ત્યારે મહિમાનો કદી કરમાય ન જનાર મુગટ તમને મળશે.
5 Likewise, younger ones, submit to elders. All of you, dress yourselves in humility toward each other, for our Father opposes the proud but gives grace to the humble. એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. તમે એકબીજા પ્રત્યે નમ્રતા પહેરી લો; કેમકે “ઈશ્વર ગવિઁષ્ઠોની વિરુધ્ધ છે, પણ નમ્રજનો પર કૃપા રાખે છે”
6 So humble yourselves under our Father's mighty hand, that he may lift you up in the right time, એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે પોતાને નમ્ર બનાવો, જેથી તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે.
7 casting all your anxiety on our Father, because he cares for you. તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમકે તે તમારી સંભાળ લે છે.
8 Stay sober and watchful; your adversary the devil roams like a roaring lion, hunting someone to devour. સાવધ રહો, અને જાગતાં રહો. તમારો શત્રુ શેતાન ગર્જના કરતા સિંહની જેમ તે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
9 Resist him, standing firm in faith, knowing your fellow believers worldwide endure the same suffering. તમે વિશ્વાસમાં દ્રઢ રહો અને તેની સામા થાવ કેમકે તમે જાણો છો કે પૃથ્વી પર વિશ્વાસીઓના પરીવારો પણ એવાં જ દુઃખોમાંથી પસાર થઈ રહ્યાં છે.
10 And our Father of all grace, who called you to his eternal glory in Christ, will himself restore, support, strengthen, and ground you after brief suffering. અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.
11 To him be the dominion forever. Amen. તેમને સદાસર્વકાળ સુધી સત્તા હો, આમીન.
12 Through Silvanus, a faithful brother as I see him, I've written briefly—encouraging you and testifying that this is the true grace of our Father. Stand firm in it. સિલ્વાનુસ જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની મદદથી મેં તમને ટુંકમાં લખ્યું છે, તમને ઉત્તેજન આપી અને સાક્ષી આપી છે કે, આ તો ઈશ્વરની ખરી કૃપા છે તેમાં સ્થિર ઉભા રહો.
13 She who is in Babylon, chosen together with you, sends you greetings, and so does Mark, my son. બેબિલોનમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરવામાં આવી છે, તે તથા મારો દીકરો માર્ક તમને શુભેચ્છા પાઠવે છે.
14 Greet one another with a kiss of love. Peace to all of you who are in Christ. પ્રેમનાં ચુંબનથી એકબીજાને સલામ કરજો. તમે જેઓ મસીહમાં છો તે સર્વને શાંતિ થાઓ!
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]