Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Peter 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Simon Peter, servant and apostle of Jesus Christ, to those given a faith as precious as ours through the righteousness of our God and Savior Jesus Christ: આપણા ઈશ્વર અને તારનાર ઈસુ મસીહના ન્યાયીપણાંથી અમારા જેવો જ મૂલ્યવાન વિશ્વાસ મેળવનારા: તમો સૌને પત્ર લખનાર ઈસુ મસીહના સેવક અને પ્રેષિત સિમોન પિતરની સલામ,
2 May grace and peace be multiplied to you through knowing our Father and Jesus our Lord. ઈશ્વર અને પ્રભુ ઈસુના જ્ઞાનથી તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.
3 His divine power gave us all we need for life and devotion to God, through knowing him who called us by his glory and excellence. જેમણે પોતાના મહિમા વડે અને ભલાઇથી આપણને બોલાવ્યા છે, તેમના જ્ઞાનથી તેમની ઇશ્વરી શક્તિએ આપણને ઈશ્વરભક્તિપૂણઁ જીવનને લગતાં તમામ વાનાં પૂરાં પાડયા છે.
4 Through these he gave us his precious and very great promises, so that through them you may share the divine nature, having escaped the world's corruption from evil desires. તેનાંથી તેમણે આપણને મૂલ્યવાન અને મહાન વચનો આપ્યા છે, જેથી તેમના દ્રારા તમે જગતમાંની જે દુવાઁસનાને કારણે થતાં ભ્રષ્ટાચારથી છુટકારો મેળવીને ઇશ્વરી સ્વભાવના તમે ભાગીદાર થાઓ કે આપણી ચારે તરફ રહેલાં લાલસા અને દુરાચારથી છોડાવીને તેમણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનાવવાનું વચન આપેલું છે.
5 So, making every effort, add goodness to your faith, and to goodness, knowledge; એ જ કારણથી તમારાં વિશ્વાસની સાથે ભલાઈ; અને ભલાઇની સાથે જ્ઞાન; ઉમેરવાનો પ્રયત્ન કરો;
6 to knowledge, self-control; to self-control, endurance; to endurance, devotion to God, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધિરજ; ને ધિરજની સાથે ભકિતભાવ;
7 to devotion to God, brotherly affection; to brotherly affection, love. અને ભકિતભાવની સાથે બંધુપ્રીતી; અને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો.
8 If you have these qualities, growing, they'll keep you from being useless or fruitless in knowing our Lord Jesus Christ. કેમકે જો આ સઘળાં તમારામાં હોય અને તેઓની વૃધ્ધિ થાય, તો તે તમને આપણા પ્રભુ ઈસુ મસીહનાં જ્ઞાનમાં તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
9 Whoever lacks these things is blind, shortsighted, forgetting he was cleansed from his past sins. પણ જેની પાસે એ નથી તે અંધ છે અથવા ટૂંકી દ્રષ્ટિવાળો છે, અને તે ભુલી જાય છે કે તે પોતાના આગલા પાપોથી શુધ્ધ થયો છે.
10 So, brothers and sisters, strive to confirm your calling and election; do these things and you will never stumble. તેથી મારા ભાઈઓ અને બહેનો, તમને મળેલાં તેળા તથા પસંદગી નક્કી કરવા સારું પુરો પ્રયાસ કરો. કેમકે જો તમે આ બાબતો કરશો તો તમે કયારેય ઠોકર ખાશો નહિ,
11 This way you'll be richly given entrance into the eternal kingdom of our Lord and Savior Jesus Christ. અને આપણા પ્રભુ તથા તારનાર ઈસુ મસીહના સાર્વકાલિક રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત થશે.
12 So I will always remind you of these things, though you know them and stand firm in the truth you now hold. તેથી, હું તમને હંમેશા આ બાબતોનું સ્મરણ કરાવીશ, જો કે તમે આ જાણો છો અને જે સત્ય તમારી પાસે છે તેમાં સ્થિર છો.
13 I think it right to keep stirring you with reminders while I remain in this tent, જયાં સુધી હું આ શરીરરૂપી માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવવું એ મને યોગ્ય લાગે છે,
14 since I know I'll soon set my tent aside, as our Lord Jesus Christ showed me. કારણ કે હું જાણું છું કે આપણા પ્રભુ ઈસુ મસીહે સ્પષ્ટ કયુઁ છે તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે.
15 I will also strive so you can always recall these things after I depart. અને મારા મરણ પછી પણ આ બાબતો તમે હંમેશાં યાદ રહે માટે હું પુરો પ્રયત્ન કરીશ.
16 For we didn't follow ingenious myths to tell you of our Lord Jesus Christ's power and coming—we were eyewitnesses of his majesty. કેમકે જયારે અમે તમને આપણા પ્રભુ ઈસુ મસીહના સામર્થ્ય અને તેમના પુનરાગમન વિશે અમે જે કહ્યું છે, ત્યારે અમે ચતુરાયથી કોઈ કાલ્પનિક વાતાઁને અનુસયાઁ ન હતા, પણ અમે તેમનાં મહીમાને પ્રત્યક્ષ જોનારા હતા.
17 He received honor and glory from our Father when a voice came to him from the Majestic Glory: "This is my Son, the one I love; I delight in him." કેમકે જયારે મહીમાવંત મહીમામાંથી તેમને એવી વાણી સંભળાઇ “આ મારો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું.” ત્યારે તેમને ઈશ્વર પિતા તરફથી માન અને મહિમા પ્રાપ્ત થયા.
18 We ourselves heard this voice come from heaven, for we were with him on the holy mountain. જયારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા, ત્યારે અમે એ વાણી સાંભળી હતી.
19 We also have the prophetic word made more certain—you do well to attend to it, like a lamp shining in a dark place, until day dawns and the morning star rises in your hearts. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપુવઁક વાત એટલે ભવિષ્યવચન છે, અંધારામાં પ્રકાશ કરનાર દીવાનાં જેવા જાણીને, જયાં સુધી દિવસ ઉગે અને સવારનો તારો તમારા હ્રદયોમાં ઉગે, ત્યાં સુધી તમે તેના પર ઘ્યાન આપો તો સારું.
20 Above all, you must understand that no prophecy of Scripture comes from one's own interpretation. આ ઉપરાંત, તમારે જાણવું કે શાસ્ત્રમાનું એકે ભવિષ્યવચન કોઈ પ્રબોધકે પોતાના અથઁઘટનથી નથી આવ્યું.
21 No prophecy ever came by human will, but men spoke from our Father, carried along by the Holy Spirit. કેમકે કોઈ પણ ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે આવ્યું નથી, પરંતુ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચનો બોલ્યાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]