Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 4 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈશ્વર માટે જીવવું

1હવે મસીહે આપણા માટે પોતાના શરીરમાં દુઃખ સહન કયુઁ, તેમની માફક તમારે પણ સહન કરવા તૈયાર રહેવું, કારણ કે જેણે શરીરમાં દુઃખ સહન કયુઁ છે તે પાપથી મુકત થયો છે. 2એને પરિણામે, તેઓ બાકીનું પૃથ્વી પરનું જીવન મનુષ્યની ભૂંડી ઇચ્છાઓ પાછળ નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં પસાર કરે છે. 3વિધર્મીઓ આનંદ માને છે, એવાં કાર્ય એટલે વ્યભિચાર, વાસના, મોજશોખ, છાકટાપણું અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં તમે જે સમય ગુમાવ્યો છે તે બસ છે. 4હવે આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતાં નથી, તેથી તેઓ નવાઈ પામીને તમારી નિંદા કરે છે. 5પરંતુ જીવન તથા મૃત્યુ પામેલ સર્વનો ન્યાય કરનાર છે તેને તેઓએ હિસાબ આપવો પડશે. 6એ કારણથી મૃત્યુ પામેલાંઓને પણ સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા, જેથી દેહમાં રહેલા માણસોના જેવો ન્યાય થયા પછી પણ તેઓ ઇશ્વરના જેવા આત્મમાં જીવે.

7સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો. 8વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે. 9જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો; 10તમને મળેલાં કૃપાદાન પ્રમાણે દરેકે બીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારી તરીકે વાપરવું. 11જો કોઇ બોધ કરે છે તો તેણે ઈશ્વરનાં વચનો પ્રમાણે બોધ કરવો. શું કોઇ સેવા કરે છે તો તેણે તમને આપેલી શકિત પ્રમાણે સેવા કરવી જેથી બધીજ બાબતોથી ઈશ્વર દ્રારા ઈસુ મસીહની સ્તુતિ થાય. તેમને સદાસર્વકાળ ગૌરવ અને સત્તા છે. આમીન.

મસીહ હોવાને માટે દુઃખ સહન કરવું

12વહાલાં મિત્રો, તમારે અગ્નિ પરીક્ષામાં મૂકાવું પડે તો નવાઈ પામશો નહિ, જાણે કે તમને કંઈ નવું થયું હોય તેમ સમજી નવાઈ ન પામશો. 13પણ તમે જેટલાં મસીહનાં દુઃખોનાં ભાગીદાર થાવ છો તેટલો આનંદ કરો, જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે આનંદથી ભરપૂર થાવ. 14મસીહના નામને લીધે જો તમારું અપમાન થાય તો આનંદ કરો, તમને ધન્ય છે, કેમકે મહિમાનો આત્મા અને ઈશ્વરનો આત્મા તમારાં પર આવશે. 15પણ ખૂની, દુશ્કમીઁ, ચોરી, અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે જો તમારે સહન કરવું પડે. 16છતાં પણ જો તમારે મસીહી હોવાને લીધે સહન કરવું પડે, તો એમાં કશું શરમજનક નથી, પણ તેમના નામથી તમે ઓળખાવ છો તે માટે ઈશ્વરની સ્તુતિ કરો. 17કેમકે ન્યાયચુકાદાનો આરંભ ઇશ્વરનાં કુટુંબથી થયો છે; અને તેની શરૂઆત આપણાંથી થઇ તો, જેઓ પ્રભુના સુસમાચાર નથી સ્વીકારતાં તેઓનું ભાવિ કેવું હશે! 18અને,“જો ન્યાયીઓનો બચાવ જ મુશ્કેલીથી થતો હોયતો અધમીઁ તથા પાપીઓનું શું થશે?”

19તેથી જો તમે ઈશ્વરની ઇચ્છા મુજબ સહન કરો છો, તો સારું કરવાને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]