Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 2 OGCB

Show OGCB only
Verse × ×
1 So put away all malice and all deceit and hypocrisy and envy and all slander. તેથી સઘળી દુષ્ટતા, કોટ, દંભ, અદેખાઈ અને નિંદા કરવાનું છોડી દો.
2 Like newborn babies, crave pure milk of the word, so you grow into salvation, જેમ નવું જન્મેલું બાળક શુધ્ધ આત્મિક દૂધ માટે ઝંખે છે, જેથી તમે તમારા તારણમાં વૃ્ધ્ધિ પામો.
3 now that you have tasted that the Lord is good. હવે તમે અનુભવ કરીને જાણો છો કે પ્રભુ સારા છે.
4 As you come to him, the living stone rejected by people but chosen, precious to our Father. જયારે અમે તેમની પાસે આવો છો, જીવંત પથ્થર માણસોથી નકારાયેલ પરંતુ ઈશ્વરથી પસંદ કરેલાં અને તેમના માટે અતિમૂલ્યવાન,
5 You too are being built, like living stones, into a spiritual house and a holy priesthood, offering spiritual sacrifices our Father accepts through Jesus Christ. તમે પણ, ઈશ્વરના ઘરનાં બાંધકામમાં જીવંત પથ્થરો તરીકે ચણાયા છો, પવિત્ર યાજકવગઁ, અને જે આત્મિક યજ્ઞો ઈસુ મસીહ દ્રારા ઇશ્વરને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજકવગઁ થયા છો.
6 Scripture says: "See, I set in Zion a chosen, precious cornerstone; whoever believes in him will never be put to shame." કારણ કે શાસ્ત્રમાં જણાવ્યું છે: “જુઓ, પસંદ કરેલો અને ખૂણાનો મૂલ્યવાન પથ્થર, હું સિયોનમાં સ્થાપન કરું છું, અને એ એક કે જેના પર તેણે વિશ્વાસ કયોઁ છે, તે કદી શરમાશે નહિ.”
7 This honor, then, is for you who believe. For those who don't, the stone the builders rejected has become the cornerstone, તમ વિશ્વાસ કરનારાઓ માટે, આ અતિમૂલ્યવાન છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી અને તેનો નકાર કરે છે તેમને માટે, “બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણ્યો,” તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે,
8 and a stumbling stone, a rock that trips them. They trip because they disobey the word—exactly what they were appointed for. વળી, “અને લોકોને ઠેસ ખવડાવનાર પથ્થર. અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ વચન સાંભળતા નથી, તેથી જ તેઓ તે શિક્ષા ભોગવશે.
9 But you are a chosen people, a royal priesthood, a holy nation, a people belonging to our Father, to proclaim the praises of the one who called you from darkness into his amazing light. પણ તમે તો પસંદ કરેલાં લોક છો. તમે રાજાનાં યાજકો છો. પવિત્ર પ્રજા, ઈશ્વરના લોક, જેથી જેણે અંધકારમાંથી પોતાના અજાયબ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો.
10 Once you were not a people, now you are our Father's people; once you had not received mercy, now you have received mercy. પહેલાં તમે લોક જ નહોતાં, પણ હવે તમે ઈશ્વરના લોક છો; અગાઉ તમે કૃપા પામેલા ન હતા, પણ હવે તમે કૃપા પામેલા છો.
11 Dear friends, I urge you—foreigners and exiles—to avoid fleshly desires that war against your soul. વહાલાં મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જે દૈહીક વિષયો જે આત્મા સાથે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો.
12 Live good lives among the nations, so that when they slander you as wrongdoers, they may see your good deeds and glorify our Father on the day he visits us. અને વિદેશી લોકોમાં તમારા આચરણ સારા રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઇને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.
13 Submit to every human authority for the Lord's sake—whether the emperor, as supreme, માનવીએ સ્થાપેલી દરેક સત્તાને પ્રભુને ખાતર આધીન રહો: રાજાને સવોઁપરી સમજીને તેને આધીન રહો;
14 or to governors, sent by the emperor to punish wrongdoers and praise those who do good. ખોટું કરનારાઓને શિક્ષા કરવા અને સારું કરનારાઓને માન આપવાં માટે તેમણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ.
15 For this is our Father's will: that by doing good you silence the ignorant talk of foolish people. કેમકે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂખઁ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ કરો.
16 Live as free people—not using freedom to cover evil—but as servants of our Father. સ્વતંત્ર હોવા છતાં પણ તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ખોટાં કામ કરવા માટે ન કરો; ઈશ્વરના ગુલામ તરીકે જીવો.
17 Respect everyone, love the family of believers, fear our Father, honor the emperor. સૌની સાથે આદરપૂર્વક વર્તો, સર્વ વિશ્વાસીઓનાં કુટુંબો પર પ્રેમ રાખો, ઈશ્વરનો ડર રાખો અને રાજ્યસત્તાને માન આપો.
18 Servants, submit to your masters with full respect—not only the good and gentle, but also the harsh. નોકરો, તમે પુરુ ભય રાખીને તમારાં માલિકોને આધીન થાઓ; કેવળ ભલા તથા માયાળુ છે તેઓને જ નહિ, પણ વળી જેઓ કઠોર છે તેમને પણ આધીન થાઓ.
19 For it is commendable if someone bears up under the pain of unjust suffering, mindful of our Father. કારણ કે જે કોઈ માણસ ઇશ્વરના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે, ત્યારે તમે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર ઠરો છો.
20 What credit is it to endure a beating for doing wrong? But enduring suffering for doing good—this is commendable before our Father. પણ જો તમને ભૂંડુ કરવાને લીધે તમે માર ખાઓ છો અને સહન કરો છો, તો એમાં પ્રશંસાપાત્ર શું છે? પરંતુ સારું કરવાને લીધે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો તો તે ઈશ્વર નજરમાં પ્રશંસાપાત્ર છે.
21 You were called to this, since Christ suffered for you too, leaving an example for you to follow in his steps. કારણ કે તમને તેને માટે બોલાવવામાં આવ્યા છે; કેમકે મસીહે પણ તમારા માટે સહન કયુઁ, અને તમને એક નમૂનો આપ્યો કે તમે તેને પગલે ચાલો.
22 "He committed no sin, and no deceit was found in his mouth." “તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને તેમના મોંમા કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ.”
23 When they hurled their insults at him, he did not retaliate; when he suffered, he made no threats, but entrusted himself to the one who judges justly. જયારે તેમણે તેમનું અપમાન કયુઁ, ત્યારે તેમણે બદલો વાળ્યો નહિ; જયારે તેમણે દુઃખ સહન કયુઁ ત્યારે તેમણે સામી ધમકી આપી નહિ; તેના બદલે તેમણે ન્યાય કરનારને સોંપી દીધા.
24 He himself bore our sins in his body on the tree, so that we might die to sin and live for righteousness; by his wounds you have been healed. “ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા.” જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે.
25 For you were straying like sheep, but now have returned to the Shepherd and Guardian of your souls. કેમકે “તમે ભટકી ગયેલાં ઘેટાંના જેવા હતાં,” પણ હવે તમે તમારાં આત્માના પાળક અને રક્ષક પાસે પાછા આવ્યા છો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]