Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Likewise, wives, submit to your own husbands, so that even if some disobey the word, they may be won without a word by their wives' conduct, પત્નીઓ, એ જ રીતે તમે તમારાં પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ વચન માનતા ન હોય, તો તે પોતાની પત્નીના આચરણથી વચન વગર પણ જીતી શકાય.
2 seeing your pure, reverent conduct. જયારે તેઓ તમારાંં જીવનની શુધ્ધતા અને આદર જુએ છે.
3 Do not let your beauty be the outward kind—braided hair, gold jewelry, fine clothing. તમારી સુંદરતા બાહ્ય શણગારની ન હોય, જેમ કે, ગૂંથેલી વેણીનો અને સોનાનાં ઘરેણાં, કે કિમતી વસ્ત્રો પહેરવાનો એવો ન હોય.
4 But let it be the hidden person of the heart, the undying beauty of a gentle, quiet spirit, precious in our Father's sight. તેના બદલે, આત્માનું અનંતકાળિક સૌદર્ય હોવું જોઈએ, જે નમ્ર શાંત આત્માનું સૌદયઁ છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં અતિમૂલ્યવાન છે.
5 For this is how the holy women of old who hoped in our Father adorned themselves, submitting to their own husbands, કેમકે પ્રાચીન સમયમાં જે સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતાના પતિને આધીન રહીને તેઓ પોતાને શણગારતી હતી.
6 as Sarah obeyed Abraham, calling him lord. And you have become her children if you do good, fearing no terror. જેમ સારાં અબ્રાહમને સ્વામી કહીને આધીન રહેતી હતી. જો તમે સારું કરો છો અને ગભરાતી નથી તો તમે તેની દીકરીઓ છો.
7 Husbands, similarly, live with your wives with understanding, honoring each as the weaker vessel and as coheirs of the grace of life, so your prayers aren't hindered. પતિઓ, એ જ રીતે તમારી પત્નિઓને નબળું પાત્ર સમજીને તેની સાથે સમજણપૂવઁક રહો, અને તેની સાથે જીવનની કૃપાના સહવારસ તરીકે માન આપો, જેથી તમારી પ્રાથઁનાઓમાં અવરોધ ન આવે.
8 Finally, all of you, be of one mind, sympathetic, loving one another as family, tenderhearted, and humble. છેવટે, તમે સર્વ એક મનના, પરસ્પર સહાનુભૂતિ દશાઁવનાર, એકબીજા પર પ્રેમ રાખનારાં, કરુણાળુ અને નમ્ર બનો.
9 Do not repay evil for evil or insult for insult, but bless instead—you were called to this, so you may inherit blessing. ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો અથવા અપમાનને બદલે અપમાન ન કરો. પણ એને બદલે ભૂંડાઈનો બદલે આશીઁવાદ આપો, કારણ કે તમને આશીવાઁદના વારસ થાઓ માટે જ તેડવામાં આવ્યા છે.
10 For, "Whoever desires to love life and to see good days, let him keep his tongue from evil and his lips from speaking deceit. કેમકે, “જે કોઈ જીવનને પ્રેમ કરવા માંગે છે અને સારા દિવસો જોવા માંગે છે તેણે જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવી.
11 Let him turn away from evil and do good; let him seek peace and pursue it. તેમણે દુષ્ટતાથી દૂર રહેવું અને ભલું કરવું. તેણે શાંતિ શોધવી અને તેની પાછળ મંડ્યા રહેવું.
12 For the eyes of our Lord are on the righteous, and his ears are open to their prayer, but the face of our Lord is against those who do evil." કેમકે પ્રભુની નજર ન્યાયીઓ પર છે અને તેમના કાન તેમની પ્રાર્થના પ્રત્યે છે, પરંતુ પ્રભુનું મુખ દુષ્ટતા કરનારાઓની વિરુધ્ધ છે.”
13 Now who is there to harm you if you are eager to do what is good? જો તમે ભલું કરવા આતુર હશો, તો કોણ તમને નુકશાન કરશે?
14 But if you suffer for righteousness, you are blessed. Don't fear their fear, don't be shaken. પણ જો તમારે ન્યાયીપણાને કારણે દુઃખ સહન કરવું પડે, તો તમને ધન્ય છે, “તેઓની ધમકીથી ડરશો નહિ; ગભરાશો નહિ”
15 Set Christ apart as Lord in your hearts. Always be ready to answer anyone who asks the reason for your hope, but with gentleness and respect. પણ મસીહને તમારા હ્રદયોમાં પવિત્ર માનો; અને જે આશા તમારી પાસે છે તેનો ખુલાસો માંગે તો તેને નમ્રતાથી અને આદરસહિત જવાબ આપવાં સદા તત્પર રહો.
16 Keep a clear conscience, so that when you're slandered, those who insult your good conduct in Christ are shamed. શુધ્ધ અંતઃકરણ રાખો, જેથી જેઓ મસીહમાં તમારા વતઁનની વિરુધ્ધ બોલે છે તેઓ પોતાની નિંદાથી શરમાઈ.
17 Better to suffer for doing good, if that's our Father's will, than for doing evil. કારણ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય તો ભૂંડું કરીને સહન કરવું એના કરતાં ભલું કરીને સહન કરવું એ વધારે સારું છે.
18 For Christ too suffered once for sins, the righteous for the unrighteous, to bring us to our Father—put to death in flesh, made alive in spirit, કેમકે મસીહે એક વાર પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને માટે દુઃખ સહ્યું; જેથી તે તમને ઈશ્વરની પાસે લાવી શકે, શરીરમાં મારી નાંખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.
19 in which he also went and proclaimed to the spirits in prison, સજીવન થયા પછી તેમણે કેદ કરાયેલા આત્માઓને ઉપદેશ આપ્યો,
20 who disobeyed long ago, when our Father waited patiently in Noah's days as the ark was being built, in which a few—eight people—were brought safely through the water. આ આત્માઓ એક સમયે અનઆજ્ઞાંકિત નીવડયાં હતા. નૂહ વહાણ બનાવતો હતો ત્યારે ઈશ્વર ધીરજથી રાહ જોતાં હતાં, અને વહાણમાં થોડાં એટલે આઠ જણ પાણીથી બચી ગયા હતાં.
21 This corresponding baptism now saves you too—not removing body dirt, but appealing to our Father for a good conscience—through Jesus Christ's resurrection, અને આ પાણીનાં બાપ્તિસ્માનું પ્રતિક છે જે તમને પણ હમણાં બચાવે છે, જે શરીર પરથી ગંદકી દૂર કરવાને બદલે, ઈશ્વર પ્રત્યેના શુધ્ધ હ્રદયની પ્રતિજ્ઞાને દશાઁવે છે. તે ઈસુ મસીહના પુનરુત્થાન દ્વારા તમને બચાવે છે.
22 who entered heaven and is at our Father's right hand, with angels, authorities, and powers subject to him. જે સ્વર્ગમાં ગયા છે, અને ઈશ્વરના જમણે હાથે બિરાજમાન છે, તમામ દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓ તેમને આધીન છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]