Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 2 OGCB

Side by side with the Father's Heart Bible™

1તેથી સઘળી દુષ્ટતા, કોટ, દંભ, અદેખાઈ અને નિંદા કરવાનું છોડી દો. 2જેમ નવું જન્મેલું બાળક શુધ્ધ આત્મિક દૂધ માટે ઝંખે છે, જેથી તમે તમારા તારણમાં વૃ્ધ્ધિ પામો. 3હવે તમે અનુભવ કરીને જાણો છો કે પ્રભુ સારા છે.

જીવંત પથ્થર અને પસંદ કરેલાં લોકો

4જયારે અમે તેમની પાસે આવો છો, જીવંત પથ્થર માણસોથી નકારાયેલ પરંતુ ઈશ્વરથી પસંદ કરેલાં અને તેમના માટે અતિમૂલ્યવાન, 5તમે પણ, ઈશ્વરના ઘરનાં બાંધકામમાં જીવંત પથ્થરો તરીકે ચણાયા છો, પવિત્ર યાજકવગઁ, અને જે આત્મિક યજ્ઞો ઈસુ મસીહ દ્રારા ઇશ્વરને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજકવગઁ થયા છો. 6કારણ કે શાસ્ત્રમાં જણાવ્યું છે:“જુઓ, પસંદ કરેલો અને ખૂણાનો મૂલ્યવાન પથ્થર,હું સિયોનમાં સ્થાપન કરું છું,અને એ એક કે જેના પર તેણે વિશ્વાસ કયોઁ છે,તે કદી શરમાશે નહિ.”

7તમ વિશ્વાસ કરનારાઓ માટે, આ અતિમૂલ્યવાન છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી અને તેનો નકાર કરે છે તેમને માટે,“બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણ્યો,”તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે,

8વળી,“અને લોકોને ઠેસ ખવડાવનાર પથ્થર.અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.”તેઓ વચન સાંભળતા નથી, તેથી જ તેઓ તે શિક્ષા ભોગવશે.

9પણ તમે તો પસંદ કરેલાં લોક છો. તમે રાજાનાં યાજકો છો. પવિત્ર પ્રજા, ઈશ્વરના લોક, જેથી જેણે અંધકારમાંથી પોતાના અજાયબ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. 10પહેલાં તમે લોક જ નહોતાં, પણ હવે તમે ઈશ્વરના લોક છો; અગાઉ તમે કૃપા પામેલા ન હતા, પણ હવે તમે કૃપા પામેલા છો.

મૂતિઁપૂજક સમાજમાં પ્રભુમય જીવન જીવવું

11વહાલાં મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જે દૈહીક વિષયો જે આત્મા સાથે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. 12અને વિદેશી લોકોમાં તમારા આચરણ સારા રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઇને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.

13માનવીએ સ્થાપેલી દરેક સત્તાને પ્રભુને ખાતર આધીન રહો: રાજાને સવોઁપરી સમજીને તેને આધીન રહો; 14ખોટું કરનારાઓને શિક્ષા કરવા અને સારું કરનારાઓને માન આપવાં માટે તેમણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. 15કેમકે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂખઁ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ કરો. 16સ્વતંત્ર હોવા છતાં પણ તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ખોટાં કામ કરવા માટે ન કરો; ઈશ્વરના ગુલામ તરીકે જીવો. 17સૌની સાથે આદરપૂર્વક વર્તો, સર્વ વિશ્વાસીઓનાં કુટુંબો પર પ્રેમ રાખો, ઈશ્વરનો ડર રાખો અને રાજ્યસત્તાને માન આપો.

18નોકરો, તમે પુરુ ભય રાખીને તમારાં માલિકોને આધીન થાઓ; કેવળ ભલા તથા માયાળુ છે તેઓને જ નહિ, પણ વળી જેઓ કઠોર છે તેમને પણ આધીન થાઓ. 19કારણ કે જે કોઈ માણસ ઇશ્વરના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે, ત્યારે તમે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર ઠરો છો. 20પણ જો તમને ભૂંડુ કરવાને લીધે તમે માર ખાઓ છો અને સહન કરો છો, તો એમાં પ્રશંસાપાત્ર શું છે? પરંતુ સારું કરવાને લીધે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો તો તે ઈશ્વર નજરમાં પ્રશંસાપાત્ર છે. 21કારણ કે તમને તેને માટે બોલાવવામાં આવ્યા છે; કેમકે મસીહે પણ તમારા માટે સહન કયુઁ, અને તમને એક નમૂનો આપ્યો કે તમે તેને પગલે ચાલો.

22“તેમણે કંઈ પાપ કર્યું નહિ,અને તેમના મોંમા કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ.”

23જયારે તેમણે તેમનું અપમાન કયુઁ, ત્યારે તેમણે બદલો વાળ્યો નહિ; જયારે તેમણે દુઃખ સહન કયુઁ ત્યારે તેમણે સામી ધમકી આપી નહિ; તેના બદલે તેમણે ન્યાય કરનારને સોંપી દીધા. 24“ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા.” જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે. 25કેમકે “તમે ભટકી ગયેલાં ઘેટાંના જેવા હતાં,” પણ હવે તમે તમારાં આત્માના પાળક અને રક્ષક પાસે પાછા આવ્યા છો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]