Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 John 4 OGCB

Show OGCB only
Verse × ×
1 Beloved, don't believe every spirit, but test the spirits to see if they're from our Father, for many false prophets have gone out into the world. પ્રિય મિત્રો, દરેક આત્મા પર વિશ્વાસ ન કરશો, પણ ખાતરી કરો કે એ આત્મા ઈશ્વર તરફથી છે કે નહિ, કેમકે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.
2 By this you know the Spirit of our Father: every spirit confessing that Jesus Christ has come in the flesh is from our Father, ઈસુ મસીહ મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર તરફથી છે; એથી તમે ઇશ્વરનો આત્મા ઓળખી શકો છો;
3 and every spirit that does not confess Jesus is not from our Father. This is the antichrist's spirit, which you heard was coming, and is already in the world now. પણ જે દરેક આત્મા ઈસુને ઈશ્વર તરફથી છે એવું સ્વીકારતુ નથી. તે મસીહ વિરોધી છે, કે જેના વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે અને તે હાલ પણ જગતમાં છે.
4 You are from our Father, little children, and have overcome them, because greater is the one in you than the one in the world. તમે, વહાલાં બાળકો, તમે ઈશ્વરનાં છો અને તમે તેઓને જીત્યા છે; કેમકે જગતમાં જે છે તે તમારામાં જે છે તેનાથી વિશેષ છે.
5 They are from the world; therefore they speak from the world, and the world listens to them. તેઓ જગતના છે અને તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેમનું સાંભળે છે.
6 We are from our Father. Whoever knows him hears us; whoever is not from him does not hear us. This is how we know the Spirit of truth and the spirit of error. આપણે તો ઈશ્વરનાં છીએ, તેથી જેઓ ઈશ્વરને ઓળખે છે તેઓ જ આપણને સાંભળે છે; પણ જેઓ ઈશ્વરના નથી તેઓ આપણને સાંભળતાં નથી. તેથી આપણે સત્યનાં આત્માને તથા જૂઠા આત્માને ઓળખી શકીએ છીએ.
7 Beloved, let us love one another, for love is from our Father, and all who love are born of him and know him. પ્રિય મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમકે પ્રેમ ઈશ્વર તરફથી છે. જેઓ પ્રેમાળ છે તેઓ ઈશ્વરથી જન્મેલાં અને ઈશ્વરને ઓળખે છે.
8 Whoever does not love does not know our Father, because our Father is love. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમકે ઈશ્વર પ્રેમ છે.
9 This is how our Father's love was shown among us: our Father sent his one and only Son into the world so we might live through him. ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ.
10 This is love: not that we loved our Father, but that he loved us and sent his Son as the atoning sacrifice for our sins. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે.
11 Beloved, if our Father so loved us, we also ought to love one another. પ્રિય મિત્રો, ઈશ્વરે આપણા પર આવો મહાન પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખીએ.
12 No one has ever seen our Father; if we love one another, our Father remains in us and his love is made complete in us. જો કે કોઇએ ઈશ્વરને કદી જોયા નથી; પણ જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ છીએ, તો ઈશ્વર આપણામાં વસે છે, અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય છે.
13 By this we know we live in him and he in us: he has given us his Spirit. આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે.
14 We have seen and testify that our Father sent the Son as Savior of the world. વળી, અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે, પિતાએ પુત્રને જગતના તારનાર થવા મોકલ્યા છે.
15 Whoever confesses Jesus is the Son of our Father, our Father remains in him, and he in our Father. ઈસુ ઈશ્વરપુત્ર છે. એવો વિશ્વાસ જે કરે છે, ઈશ્વર તેમનામાં રહે છે અને તેઓ ઈશ્વરમાં રહે છે.
16 We have known and believed the love our Father has for us. Our Father is love, and whoever remains in love remains in him, and he in them. અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઇશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે.
17 This is how love is made complete in us, so we may have confidence on judgment day, because as he is, so are we in this world. તેથી પ્રેમ આપણામાં સંપૂણઁ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમકે આપણે આ જગતમાં ઈસુ જેવા છીએ.
18 In love there is no fear; perfect love drives out fear, since fear involves punishment, and whoever fears is not complete in love. પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.
19 We love because our Father first loved us. આપણે પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.
20 If anyone says, "I love our Father," yet hates his brother, he is a liar. For whoever does not love his brother, whom he has seen, cannot love our Father, whom he has not seen. જો કોઈ કહે કે “હું ઈશ્વર પર પ્રેમ રાખું છું” પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે જૂઠો છે, કેમકે જે કોઇ પોતાના ભાઈ કે બહેન કે જેમને જોયા છે તેના પર તે પ્રેમ ન રાખતો હોય તો ઈશ્વર જેમને તેણે કદી જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ રાખી શકે?
21 And this commandment we have from him: whoever loves our Father must also love his brother. વળી તેમણે આપણને આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વરને પ્રેમ કરતો હોય, તેણે પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખવો જોઈએ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]