Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 John 5 OGCB

Show OGCB only
Verse × ×
1 Everyone who believes Jesus is the Christ has been born of our Father, and everyone who loves the Father who gives birth loves the child born of him. ઈસુ તે જ મસીહ છે એવો જો કોઈ વિશ્વાસ કરે છે તો તે ઇશ્વરથી જન્મેલો છે, અને જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે તેમનાં બાળકો પર પણ પ્રેમ રાખે છે.
2 By this we know we love the children of our Father: when we love our Father and keep his commands. ઈશ્વર પર પ્રેમ રાખવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના બાળકો પર પ્રેમ રાખીએ છીએ.
3 This is love of our Father: that we keep his commands, and his commands aren't burdensome. ખરેખર, ઈશ્વર પરનો પ્રેમ એ છે: કે તેમની આજ્ઞા પાળવી, અને તેમની આજ્ઞાઓ ભારે નથી,
4 Everyone born of our Father overcomes the world. This is the victory that overcame the world: our faith. કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
5 Who overcomes the world except the one believing Jesus is the Son of our Father? કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.
6 Jesus Christ came by water and blood—not water only, but water and blood. The Holy Spirit testifies to this, because the Holy Spirit is the truth. આ એ જ છે જે પાણી તથા લોહીથી આવ્યા, એટલે ઈસુ મસીહ અને તેઓ કેવળ પાણીથી જ નહિ, પરંતુ પાણી તથા રકત વડે આવ્યા. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, અને આત્મા સત્ય છે.
7 For there are three that testify: કેમકે તેઓ ત્રણ સાક્ષીઓ છે:
8 the Spirit, the water, and the blood; and these three are in agreement. આત્મા, પાણી અને રકત એ ત્રણેની સાક્ષી એકસરખી છે.
9 If we accept human testimony, our Father's testimony is greater—for this is our Father's testimony: that he testified about his Son. માણસો જે સાક્ષી આપે છે તે આપણે માનીએ છીએ, પરંતુ ઈશ્વરની સાક્ષી મોટી છે, કારણ કે તે ઈશ્વરની સાક્ષી છે, જે તેમણે પોતાના પુત્ર વિશે આપી છે.
10 Whoever believes in the Son of our Father carries this testimony within himself. Whoever does not believe has made him a liar, since he hasn't believed the testimony our Father gave about his Son. જે કોઈ ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે કોઈ ઈશ્વર પર વિશ્વાસ કરતો નથી, તો તે ઈશ્વરને જુઠા ઠરાવે છે, કેમકે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કયોઁ નથી.
11 And this is the testimony: our Father gave us eternal life, and this life is in his Son. અને સાક્ષી આ છે: ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, અને આ જીવન તેમના પુત્રમાં છે.
12 Whoever has the Son has life; whoever lacks the Son of our Father lacks life. જેની પાસે પુત્ર છે તેમને જીવન છે, અને જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેને જીવન નથી.
13 I write these things to you who believe in the name of the Son of our Father, so you may know you have eternal life. જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તેમને આ વાતો હું લખું છું, જેથી તમે જાણો કે તમને અનંતજીવન છે.
14 This is our confidence before him: whatever we ask according to his will, he hears us. તેમના વિશે આપણને જે ભરોસો છે તે એ કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કાંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.
15 And if we know he hears us—whatever we ask—we know we have what we asked him for. અને જો આપણે જાણીએ છી કે તે આપણું સાંભળે છે, જે કંઈ માંગીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માંગ્યું છે તે આપણને મળે છે.
16 If anyone sees his brother sin a sin not leading to death, he should ask, and our Father will give him life—to those sinning not to death. There's a sin leading to death; I'm not saying he should pray about that. જો તમે કોઈ ભાઈ અથવા બહેનને મૃત્યું તરફ દોરી જતું પાપ કરતાં જુઓ, તો તેને માટે પ્રાર્થના કરવી અને ઈશ્વર તેમને જીવન આપશે. હું એવા લોકોનો ઉલ્લેખ કરું છું જેમનાં પાપ મૃત્યું તરફ દોરી જતાં નથી. એવું પણ પાપ છે જે મૃત્યુ તરફ દોરી જાય છે, હું એમ નથી કહેતો કે તમારે તેમના માટે પ્રાર્થના કરવી.
17 All wrongdoing is sin, and there is sin that does not lead to death. સવઁ અન્યાય પાપ છે, અને એવું પણ પાપ છે જે મૃત્યું તરફ દોરી જતું નથી.
18 We know: whoever is born of our Father does not keep sinning, but the One who was born of our Father protects him, and the evil one cannot touch him. આપણે જાણીએ છીએ કે જે કોઈ ઇશ્વરથી જન્મેલો છે તે પાપ કયાઁ કરતો નથી; પણ ઇશ્વરથી જે જન્મયો છે તેને તે સુરક્ષિત રાખે છે અને દુષ્ટ તેને નુકશાન કરી શકતો નથી.
19 We know we are from our Father, and the whole world lies under the evil one's power. આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આખું જગત દુષ્ટની સત્તા હેઠળ છે.
20 We know the Son of our Father has come and given us understanding, to know the One who is true. We are in the One who is true, in his Son Jesus Christ. He is the true God and eternal life. વળી આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેમને ઓળખવાં માટે આપણને સમજણ આપી છે, એટલે તેમના પુત્ર ઈસુ મસીહ, તેમનામાં આપણે છીએ, તેઓ જ સાચા ઈશ્વર અને અનંતજીવન છે.
21 Little children, keep yourselves from idols. વહાલાં બાળકો, સાવધ રહીને મૂતિઁઓથી દૂર રહો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]