Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 John 3 OGCB

Side by side with the Father's Heart Bible™

1જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ. 2પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું. 3અને જે કોઈ તેમના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુધ્ધ છે તેમ પોતાને શુધ્ધ કરે છે.

4પણ જેઓ કોઈ પાપ કરે છે તેઓ નિયમોનો ભંગ કરે છે; પાપ એ જ નિયમભંગ છે. 5તમે જાણો છો કે આપણા પાપોને દૂર કરવા માટે તે પ્રગટ થયા અને તેમનામાં કોઈ પાપ ન હતું. 6જો કોઈ તેમનામાં રહે છે તે પાપ કરવાનું ચાલુ રાખી શકતા નથી. પણ જે કોઈ પાપ કરે છે તેઓએ તેમને જોયા નથી અને તેમને ઓળખતાં પણ નથી.

7વહાલાં બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે કોઈ ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે. 8જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમકે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. પરંતુ શેતાનનાં કામોનો નાશ કરવા માટે જ ઈશ્વરના પુત્ર પ્રગટ થયા. 9જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરવાનું ચાલું રાખતા નથી. કેમકે તેમનામાં ઈશ્વરનું બીજ રહે છે; તે હવે પાપ કરી શકતો નથી, કેમકે તે ઇશ્વરથી જન્મેલો છે. 10તેથી આપણે ઈશ્વરનાં બાળકો કોણ અને શેતાનનાં બાળકો કોણ તે જાણી શકીએ છીએ: જે કોઈ સાચું નથી કરતો, અથવા જે કોઈ પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખતો નથી તે ઈશ્વરનો બાળક નથી.

પ્રેમ અને નફરત પર વધું

11કેમકે જે સંદેશો શરૂઆતથી તમે સાંભળ્યો છે તે એ જ છે કે: આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 12કાઈનના જેવા ન બનીએ, જે શેતાનનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાંખ્યો, અને તેણે શા માટે તેને મારી નાંખ્યો? કારણ કે તેના કામ ભૂંડાં હતા, અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં. 13મારા ભાઈઓ અને બહેનો, જો જગત તમારો તિરસ્કાર કરે તો નવાઈ પામતાં નહિ. 14આપણે જાણીએ છીએ કે જો આપણે ભાઈઓ ઉપર પ્રેમ રાખીએ તો એ પરથી સાબિત થાય છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. પરંતુ જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. 15જે કોઈ પોતાના ભાઈનો કે બહેનનો તિરસ્કાર કરે છે તે ખૂની છે; અને તમે જાણો છો કે કોઈ ખૂનીમાં અનંતજીવન રહેતું નથી.

16તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ. 17જો કોઈની પાસે દ્રવ્ય હોય, અને પોતાના ભાઈ કે બહેનને તંગીમાં જુએ છતાં તેના પર દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18વહાલાં બાળકો, આપણે શબ્દોથી નહિ, જીભથી નહિ, પણ કૃત્યોમાં અને સત્યમાં પ્રેમ કરીએ.

19તેથી આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણ શાંત કરીશું; 20જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે તો આપણ અંતઃકરણ કરતા ઈશ્વર મોટા છે, અને તે સઘળું જાણે છે. 21વહાલાં મિત્રો, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે આપણને હિમંત છે; 22આપણે તેમની પાસે જે કાંઈ માંગીએ છીએ, તે આપણને તેમની પાસેથી મળે છે, કારણ કે આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ, અને તેમને જે પસંદ પડે તે કરીએ છીએ. 23તેમની આજ્ઞા એ છે: કે આપણે તેમના પુત્ર ઈસુ મસીહના નામ પર વિશ્વાસ રાખીએ, અને તેમણે આપેલી આજ્ઞા પ્રમાણે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 24જે કોઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે તેનામાં રહે છે, અને તે તેનામાં અને જે આત્મા તેમણે આપણને આપ્યો છે તે દ્વારા આપણે જાણીએ છીએ કે તે આપણામાં રહે છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]