Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Corinthians 9 OGCB

Side by side with the Father's Heart Bible™

પાઉલનાં પ્રેષિત તરીકેના હક્કો

1શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત નથી? શું મે પ્રભુને જોયા નથી? અને શું તમે મારી મહેનતનાં ફળરૂપે નથી? 2બીજાઓને માટે હું પ્રેષિતના હોઉં, ચોક્કસ હું તમારે માટે તો છું! કારણ કે તમે પ્રભુમાં મારા પ્રેષિતપણાંની છાપ છો.

3જેઓ મારો ન્યાય કરે છે તેમને મારો આ જવાબ છે. 4શું મને કશું ખાવાનો કે પીવાનો અધિકાર નથી? 5જેમ બીજા પ્રેષિતો અને, પ્રભુના ભાઈઓ અને કેફાની માફક શું અમને કોઈ વિશ્વાસી પત્ની સાથે જવાનો અધિકાર નથી? 6શું માત્ર મારે અને બાર્નાબાસને જ હાથે મહેનત કરીને અમારું ગુજરાન કરવાનું છે?

7લશ્કરમાં કયો સૈનિક પોતાનો ખર્ચ પોતે ઉઠાવે છે? જે દ્રાક્ષાવેલો વાવે છે અને તે શું દ્રાક્ષા ન ખાય? જે ઘેટાંબકરા પાળે તે શું તેનું દૂધ ન પીવે? 8શું હું માત્ર માણસોનાં અધિકારો વિશે કહું છું? શું નિયમશાસ્ત્ર પણ એ જ નથી જણાવતું? 9કેમકે મોશેનાં નિયમશાસ્ત્રમાં લખેલું છે કે: પારે ફરતાં બળદને મોઢે તું શીકી ન બાંધ. શું બળદને અનુલક્ષીને જ ઈશ્વરે આ ફરમાવ્યું છે? 10ખરેખર તો એ આપણા માટે જ કહ્યું છે? હા તે આપણા માટે જ લખેલું છે. જેઓ ખેડે અને મસળે છે તેણે ફળ ખાવાની આશાથી લણવું. 11જો અમે તમારાંમાં આત્મિક બી વાવ્યું છે, એના બદલામાં અમે શરીર ઉપયોગી વસ્તુઓ લણીએ એ શું વધારે પડતું કહેવાય? 12જો બીજાને તમારી પાસેથી બદલો મળે છે તો તેઓના કરતાં શું અમને વધારે ન હોવું જોઈએ? છતાં અમે આ હકનો ઉપયોગ કયોઁ નથી, એને બદલે, મસીહની સુસમાચારનો અટકાવ ન થાય માટે સહન કરીએ છીએ.

13મંદિરમાં સેવા કરનારાઓને મંદિરમાંથી ખોરાક મેળવે છે અને ઈશ્વરની વેદીના સેવકોને વેદી પરનાં અર્પણમાંથી હિસ્સો મળે છે એ શું તમે નથી જાણતા? 14તે જ પ્રમાણે પ્રભુએ આજ્ઞા આપી છે કે જેઓ સુસમાચારનો પ્રચાર કરે છે તેઓએ સુસમાચારમાંથી ભરણપોષણ કરવું જોઈએ.

15પણ મેં આમાંથી કોઈ પણ અધિકારનો ઉપયોગ કયોઁ નથી. અને હું એ આશાથી નથી લખતો કે તમે મારા માટે આવા કામ કરો, કેમકે કોઈ મને આ અભિમાનથી વંચિત રાખે તેના કરતાં હું મરવાનું પસંદ કરીશ, 16કેમકે જયારે હું સુસમાચાર પ્રચાર કરું છું, ત્યારે હું અભિમાન કરી શકતો નથી, કેમકે એમ કરવું મારી ફરજ છે, જો હું સુસમાચાર પ્રગટ ન કરું તો મને અફસોસ છે. 17જો હું રાજાખુશીથી કરું, તો મને બદલો મળે છે; પરંતુ જો રાજીખુશીથી નહિ, તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. 18તો પછી મારો બદલો શું છે? ફકત આ: એટલું જ કે હું મફતમાં સુસમાચાર પ્રગટ કરું, અને સુસમાચાર પ્રગટ કરવાનો મારો જે હક છે તેનો હું પુરેપુરો લાભ ન લઉં.

પાઉલ પોતાની સ્વતંત્રાનો ઉપયોગ કરે છે

19જો કે હું સ્વતંત્ર છું, અને કોઇનો નથી, છતાં હું મારી જાતે સવઁનો ગુલામ થયો જેથી શકય તેટલાં લોકોને જીતી શકું. 20યહૂદીઓને જીતાય માટે હું યહૂદીઓની સાથે યહૂદીઓ જેવો થયો છું. વળી હું પોતે નિયમને આધીન નહિ હોવા છતાં (નિયમશાસ્ત્રને આધીન રહેનારની સાથે હું તેઓના જેવો થયો છું.) જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને જીતી શકું. 21નિયમરહિતોની સાથે હું નિયમરહીત બન્યો (જો કે હું ઇશ્વરના નિયમથી મુકત નથી, પણ મસીહના નિયમને આધીન છું), જેથી જેમની પાસે નિયમ નથી તેમને હું જીતી શકું. 22નિર્બળોને જીતવા માટે હું નિબઁળ બન્યો, બધા લોકો માટે બધું જ બન્યો, જેથી શકય હોય તે રીતે હું કેટલાકને બચાવી શકું. 23હું આ બધું સુસમાચારને ખાતર કરું છું જેથી હું તેના આશિષમાં સહભાગી થઈ શકું.

સ્વ-શિસ્તની જરૂરિયાત

24હરીફાઈમાં બધા હરીફો દોડે છે પણ પ્રથમ ઈનામ તો માત્ર એક જ જણને મળે છે તમે એવી રીતે દોડો કે તે ઈનામ તમને મળે. 25હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડી કડક શિસ્તનું પાલન કરે છે, વિનાશી ઈનામ મેળવવાં માટે તેઓ આ સર્વ કઠીનતાઓમાંથી પસાર થાય છે. પણ આપણે તો અવિનાશી સ્વર્ગીય ઈનામને માટે આમ કરીએ છીએ. 26તેથી તે ધ્યેયને લક્ષમાં રાખીને હું નિશાન તરફ દોડી રહ્યો છું. હું કેવળ હવામાં મુક્કાબાજી કરતો નથી. 27ના, હું મારા શરીરનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું: રખેને બીજાને સુસમાચાર પ્રગટ કયાઁ છતાં કદાચ હું પોતે ઇનામને માટે નાપસંદ થાઊ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]