Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Corinthians 8 OGCB

Side by side with the Father's Heart Bible™

મૂતિઁઓને ધરેલા ખોરાક વિશે

1હવે મૂર્તિઓને ધરાવેલ ખોરાક વિશે છે: આપણે જાણીએ છીએ કે “આપણા સવઁમાં જ્ઞાન છે” પણ જ્ઞાન ગવઁ ધરાવે છે જયારે પ્રેમ ઉન્નતિ કરે છે. 2જો કોઈ એમ માને કે તે કંઈક જાણે છે, તે હજું સુધી જેવું જાણવું જોઈએ તેવું જાણતો નથી. 3પરંતુ, જે કોઇ ઈશ્વર પર પ્રેમ રાખે છે તેને ઈશ્વર ઓળખે છે.

4તો હવે, મૂતિઁઓને અપઁણ કરેલાં ખોરાક વિશેઃ આપણે જાણીએ છીએ કે “મૂતિઁ જગતમાં કંઇજ નથી અને એક વિના બીજો કોઇ ઈશ્વર નથી.” 5કેમકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતાં અનેક ઈશ્વર છે. (અને એવા તો ઘણા ઇશ્વરો અને ઘણા પ્રભુઓ છે), 6તોપણ આપણે જાણીએ છીએ કે આપણે તો એક જ ઈશ્વર છે, એટલે પિતા, જેમનાથી બધી વસ્તુંઓ આવી અને જેમનાં માટે આપણે જીવીએ છીએ; અને પ્રભુ પણ એક જ છે, ઈસુ મસીહ જેનાથી બધી વસ્તુ આવી અને આપણે જીવીએ છીએ.

7પણ બધાંની પાસે આ જ્ઞાન નથી. કેટલાંક લોકો હજું પણ મૂતિઁઓ પ્રત્યે એટલા ટેવાયેલા છે કે જયારે તેઓ નૈવેદ ખાય છે ત્યારે તેઓ ઇશ્વરને અપઁણ કરેલો ખોરાક માને છે, અને તેમનું અંતઃકરણ નબળુ હોવાથી ભ્રષ્ટ થાય છે. 8ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવતો નથી; આપણે જો ખાઈએ તો કાંઈ વધારે સારાં થઈ જતા નથી અને ન ખાઈએ તો વધારે ખરાબ થઈ જતા નથી.

9પણ સાવધ રહો, કે તમારા અધિકારોનો ઉપયોગ નબળાં લોકો માટે ઠોકરનું કારણ ન બને. 10કેમકે જો કોઇ નબળુ અંતઃકરણ ધરાવતો માણસ, તેનામાં જ્ઞાન છતાં મૂતિઁના મંદિરમાં ખાતો જુએ, તો શું તેનું અંતઃકરણ મૂતિઁઓનું નૈવેદ ખાવાની હિંમત ન કરે? 11તેથી આ નબળાં ભાઈ કે બહેન જેને માટે મસીહ મરણ પામ્યા તે તમારા જ્ઞાનથી નાશ પામે છે. 12જયારે તમે આ રીતે તેમની વિરુધ્ધ પાપ કરીને તેમના નબળાં અંતઃકરણને ઠોકર ખવડાવો છો, ત્યારે તમે મસીહ વિરુધ્ધ પાપ કરો છો. 13તેથી ખોરાકને લીધે મારો ભાઈ કે બહેન પાપમાં પડતા હોય, તો હું ફરીથી માંસ નહિ ખાઉં, જેથી હું તેમને ઠોકર ન ખવડાવું.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]