Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Proverbs 25 IRVGuj

Side by side with the Father's Heart Bible™

સુલેમાનનાં નીતિવચનોનો બીજો ગુચ્છ

1આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.

2કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે,પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.

3જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે,તેમ રાજાઓનું મન અગાધ છે.

4ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો,એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.

5તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો,એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.

6રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કરઅને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.

7ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં,“આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.

8દાવામાં જલદી ઊતરી ન પડ.કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડેત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?

9તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કરઅને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,

10રખેને તે સાંભળનાર તારી નિંદા કરેઅને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.

11પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.

12જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓતથા સોનાના ઘરેણાં જેવો છે.

13ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છેતેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે;તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.

14જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે,પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.

15લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છેઅને કોમળ જીભ હાડકાને ભાંગે છે.

16જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખારખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.

17તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા,નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.

18પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસહથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.

19સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસસડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

20જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે,તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવોઅથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.

21જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ;અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.

22કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશેઅને યહોવાહ તને તેનો બદલો આપશે.

23ઉત્તરનો પવન વરસાદ લાવે છે;તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.

24કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું,તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.

25જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે,તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.

26જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે,તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.

27વધુ પડતું મધ ખાવું સારું નથી,તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.

28જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથીતે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]