Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Isaiah 47 IRVGuj

Side by side with the Father's Heart Bible™

બાબિલ સામે ચુકાદો

1હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ;હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ.તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.

2ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર,તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.

3તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે:હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.

4આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે.

5હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા;કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ.

6હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યોઅને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ;તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.

7તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.”તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.

8તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી,તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી;હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.”

9પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશેએટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે.પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે.

10તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;”તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે,પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.”

11તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ.વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ.તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે.

12તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છેતે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે;કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે.

13અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દોઅને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે,જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.

14જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે;તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ;ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.

15જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય;તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]