Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Ruth 3 guj

Show guj only
Verse × ×
1 Then her mother-in-law Naomi said, "My daughter, shouldn't I seek a home for you, so it goes well for you? તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, "મારી દીકરી, તારા આશ્રય માટે મારે શું કોઈ ઘર શોધવું નહિ કે જેથી તારુ ભલું થાય?
2 Isn't Boaz, whose young women you were with, our relative? Tonight he winnows barley at the threshing floor. અને હવે બોઆઝ, જેની જુવાન સ્ત્રી કાર્યકરો સાથે તું હતી, તે શું આપણો નજીકનો સંબંધી નથી? જો, તે આજ રાત્રે ખળીમાં જવ ઊપણશે.
3 Wash, perfume yourself, put on your cloak, and go down to the threshing floor. Don't reveal yourself to the man until he finishes eating and drinking. માટે તું, તૈયાર થા; નાહીધોઈને, અત્તર ચોળીને, સારાં વસ્ત્રો પહેરીને તું ખળીમાં જા. પણ તે માણસ ખાઈ પી રહે ત્યાં સુધી તે માણસને તારી હાજરીની ખબર પડવા દઈશ નહિ.
4 When he lies down, note the place; go uncover his feet and lie down—he'll tell you what to do." અને જયારે તે સૂઈ જાય, ત્યારે જે જગ્યાએ તે સૂએ છે તે જગ્યા તું ધ્યાનમાં રાખજે કે જેથી ત્યાર બાદ તેની પાસે જઈ શકે. પછી અંદર જઈને તેના પગ ખુલ્લાં કરીને તું સૂઈ જજે. પછી તે તને જણાવશે કે તારે શું કરવું.
5 And Ruth said to her, "All that you say I will do." અને રૂથે નાઓમીને કહ્યું, "જે તેં કહ્યું, તે બધું હું કરીશ."
6 So she went down to the threshing floor and did everything her mother-in-law had told her. પછી તે ખળીમાં ગઈ. તેની સાસુએ તેને જે સૂચનો આપ્યાં હતા, તે પ્રમાણે તેણે કર્યું.
7 Boaz ate, drank, and felt good, then lay down at the end of the grain heap. She came secretly, uncovered his feet, and lay down. જયારે બોઆઝે ખાઈ પી લીધું અને તેનું હૃદય મગ્ન થયું ત્યારે અનાજના ઢગલાની કિનારીએ જઈને તે સૂઈ ગયો. રૂથ ધીમેથી ત્યાં આવી. તેના પગ ખુલ્લાં કર્યા અને તે સૂઈ ગઈ.
8 At midnight the man was startled, turned over, and there lay a woman at his feet! લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઊઠ્યો, તેણે પડખું ફેરવ્યું અને ત્યાં એક સ્ત્રીને તેના પગ આગળ સૂતેલી જોઈ!
9 "Who are you?" he asked. "I am Ruth, your servant," she said. "Spread your cloak's corner over your servant, for you are a redeemer." તેણે તેને કહ્યું, "તું કોણ છે?" રૂથે ઉત્તર આપ્યો, "હું તમારી દાસી રૂથ છું. તમારું વસ્ત્ર લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે છોડાવનાર સંબંધી છો."
10 He said, "Blessed are you by our Father, my daughter. This last kindness is better than the first, since you didn't chase young men, poor or rich. તેણે કહ્યું, "મારી દીકરી, તું ઈશ્વરથી આશીર્વાદિત થા. અગાઉ કરતાં પણ તેં વધારે માયા દર્શાવી છે. તેં કોઈ પણ, ગરીબ કે ધનવાન જુવાનની પાછળ જવાનું વર્તન કર્યું નથી.
11 Now, my daughter, don't be afraid. I'll do all you ask, for my whole town knows you're a worthy woman. હવે, મારી દીકરી, બીશ નહિ. તેં જે કહ્યું છે તે બધું હું તારા સંબંધમાં કરીશ, કેમ કે મારા લોકોનું આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે.
12 Now it is true that I am a redeemer, yet there is a redeemer nearer than I. જોકે તેં સાચું કહ્યું છે કે હું નજીકનો સંબંધી છું; તોપણ મારા કરતાં વધારે નજીકનો એક સંબંધી છે.
13 Stay tonight. In the morning, if he'll redeem you—good, let him redeem. If not, as our Father lives, I will redeem you. Lie down until morning." આજ રાત અહીંયાં રહી જા. અને સવારમાં જો તે પોતાની ફરજ બજાવે તો સારું, ભલે તે નજીકના સગાં તરીકેની પોતાની ફરજ બજાવે. પણ જો તે સગાં તરીકે તારા પ્રત્યેની પોતાની જવાબદારી અદા નહિ કરે તો પછી, ઈશ્વરની સમક્ષતામાં હું પ્રતિજ્ઞા કરું છું કે, નજીકના સગા તરીકેની તારા પ્રત્યેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સૂઈ રહે."
14 She lay at his feet until morning, rose before anyone was recognizable, for he said, "No one may know a woman came to the threshing floor." સવાર સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. પરોઢિયું થાય તે પહેલાં ઊઠી ગઈ. કેમ કે તેણે કહ્યું હતું કે, "કોઈને જાણ થવી ના જોઈએ કે કોઈ સ્ત્રી ખળીમાં આવી હતી."
15 He said, "Bring the shawl you're wearing; hold it out." She held it out. He measured six portions of barley, put it on her, and went into the city. બોઆઝે કહ્યું, "તારા અંગ પરની ઓઢણી ઉતારીને લંબાવ. "તેણે તે લંબાવીને પાથર્યું. ત્યારે બોઆઝે છ મોટા માપથી માપીને જવ આપ્યાં અને પોટલી તેના માથા પર મૂકી. પછી તે નગરમાં ગઈ.
16 When Ruth came to her mother-in-law, Naomi asked, "How did it go, my daughter?" She told her all the man had done for her. જયારે તેની સાસુ પાસે તે આવી ત્યારે તેણે પૂછ્યું, "મારી દીકરી, ત્યાં શું થયું?" ત્યારે તે માણસે તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તે વિષે રૂથે તેને જણાવ્યું.
17 She said, "He gave me these six measures of barley, saying, 'Don't return to your mother-in-law empty-handed.'" વળી 'તારી સાસુ પાસે ખાલી હાથે ના જા.' એવું કહીને છ મોટા માપથી માપીને આ જવ મને આપ્યાં."
18 Naomi said, "Wait, my daughter, until you know the outcome, for the man won't rest until he settles it today." ત્યારે નાઓમીએ કહ્યું, "મારી દીકરી, આ બાબતનું પરિણામ શું આવે છે તે તને જણાય નહિ ત્યાં સુધી અહીં જ રહે, કેમ કે આજે તે માણસ આ કાર્ય પૂરું કર્યા વિના રહેશે નહિ."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]