Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Ruth 4 guj

Show guj only
Verse × ×
1 Boaz went up to the town gate and sat. When the family redeemer he'd mentioned came by, Boaz said, "Come sit here, friend." So he came and sat. હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, "અહીં આવીને બેસ." અને તે ત્યાં આવીને બેઠો.
2 Then he took ten of the town elders and said, "Sit here." So they sat down. અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, "અહીંયાં બેસો." અને તેઓ બેઠા.
3 He told the family redeemer, "Naomi, back from Moab's country, is selling the parcel of land that belonged to our brother Elimelech. ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, "નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે.
4 So I decided to tell you: buy it before those sitting here and my people's elders. If you'll redeem it, redeem it. If not, tell me so I know, since no one but you can redeem, and I'm after you." He said, "I will redeem it." તેથી મેં વિચાર્યું કે તને જાણ કરું; સાંભળ 'અહિયાં બેઠેલા છે તેઓ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદી લે. 'જો તે છોડાવવાની તારી ઇચ્છા હોય, તો છોડાવી લે. પણ જો તે છોડાવવાની તારી મરજી ના હોય તો પછી મને કહે, કે જેથી મને ખ્યાલ આવે, કેમ કે તે છોડાવવાનો સૌથી પ્રથમ હક તારો છે. તારા પછી હું તેનો હકદાર છું." ત્યારે તેણે જણાવ્યું કે, "હું તે છોડાવીશ."
5 Boaz said, "The day you buy the field from Naomi, you also acquire Ruth the Moabite, the dead man's widow, to raise up his name on his inheritance." પછી બોઆઝે કહ્યું કે, "નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે."
6 Then the redeemer said, "I can't redeem it myself, or I'd ruin my own inheritance. You take my right of redemption; I cannot redeem it." ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, "મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી."
7 Earlier in Israel, to make any deal for redeeming or exchanging property binding, a man would take off his sandal and give it to the other. This confirmed agreements in Israel. હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી.
8 So when the family redeemer said to Boaz, "Buy it for yourself," he took off his sandal. તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, "તારે પોતાને માટે તે ખરીદી લે. "અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
9 Then Boaz told the elders and all the people, "You are witnesses today that I have bought from Naomi all that belonged to Elimelech, Chilion, and Mahlon. બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, "આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે.
10 I have also taken Ruth the Moabite, Mahlon's widow, as my wife, to preserve the dead man's name with his inheritance, so his name won't vanish from his family or his hometown's records. You are witnesses today." વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો."
11 Then all the people at the gate and the elders said, "We are witnesses. May our Father make the woman entering your house like Rachel and Leah, who together built the house of Israel. Prosper in Ephrathah and be famous in Bethlehem. દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, "અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા.
12 May your house be like Perez's, whom Tamar bore to Judah, through the children our Father gives you by this young woman." આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ."
13 So Boaz took Ruth as his wife. He slept with her, and our Father let her conceive, and she gave birth to a son. બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો.
14 Then the women said to Naomi, "Praise our Father, who has not left you today without a family redeemer—may his name become famous in Israel! સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, 'ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી.
15 He will renew your life and sustain your old age, for your daughter-in-law who loves you, worth more to you than seven sons, has borne him." તે તારા જીવનમાં ફરીથી આનંદ ઉપજાવશે અને વૃદ્ધાવસ્થામાં તારું જતન કરશે; કેમ કે તારી પુત્રવધૂ જે તને પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં પણ વિશેષ છે, તેણે દીકરાને જન્મ આપ્યો છે.'
16 Then Naomi took the child, held him on her lap, and cared for him. નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું.
17 The neighbor women named him: "A son is born to Naomi!" They called him Obed, father of Jesse, father of David. અને "નાઓમીને દીકરો જનમ્યો છે" એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
18 Now these are the generations of Perez: Perez fathered Hezron, હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;
19 Hezron fathered Ram, Ram fathered Amminadab, હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમિનાદાબનો પિતા હતો,
20 Amminadab fathered Nahshon, Nahshon fathered Salmon, આમિનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;
21 Salmon fathered Boaz, Boaz fathered Obed, સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,
22 Obed fathered Jesse, and Jesse fathered David. ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]