Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Ruth 2 guj

Show guj only
Verse × ×
1 Naomi had a relative through her husband, a prominent, wealthy man from Elimelech's clan, named Boaz. નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો.
2 Ruth the Moabite said to Naomi, "Let me glean grain behind anyone who favors me." She said, "Go, my daughter." અને મોઆબી રૂથે નાઓમીને કહ્યું, "મને અનાજ લણાયા પછી રહી ગયેલાં કણસલાં એકત્ર કરવા ખેતરમાં જવા દે. મારા પર જેની કૃપાદ્રષ્ટિ થાય તેના ખેતરમાં હું જઈશ. "અને તેણે તેને કહ્યું કે "મારી દીકરી જા."
3 So she went out and gleaned behind the harvesters, and she happened to come to the field belonging to Boaz, of Elimelech's family. રૂથ ગઈ અને ખેતરમાં આવીને તે પાક લણનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. અને જોગાનુજોગ અલીમેલેખના સંબંધી બોઆઝના ભાગનું એ ખેતર હતું.
4 Just then Boaz came from Bethlehem, telling the harvesters, "May our Father be with you." "Our Father bless you," they replied. જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, "ઈશ્વર તમારી સાથે હો. "અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, "ઈશ્વર તને આશીર્વાદ આપો."
5 Then Boaz said to his foreman, "Whose young woman is this?" પછી બોઆઝે લણનારાઓ પર દેખરેખ રાખવા નીમેલા ચાકરોને પૂછ્યું કે, "આ કોની સ્ત્રી છે?"
6 The foreman answered, "She's the young Moabite woman who returned with Naomi from Moab's country. ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, "એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે."
7 She said, 'Please let me glean and gather among the sheaves behind the harvesters.' She came and has stayed from morning till now, resting only briefly in the shelter." તેણે મને કહ્યું, 'કૃપા કરી મને લણનારાઓની પાછળ પૂળીઓ બાંધતાં રહી ગયેલાં કણસલાં વીણવા દે. 'તે અહીં આવીને સવારથી તો અત્યાર સુધી, ફક્ત થોડી વાર ઘરમાં આરામ કર્યા પછી સતત કણસલાં વીણવાનું તે કામ કરતી રહી છે."
8 Boaz said to Ruth, "Listen, my daughter. Don't glean in another field or leave here; stay close to my young women. ત્યારે બોઆઝે રૂથને કહ્યું, "મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે.
9 Watch the field they harvest and follow behind them. I've told the young men not to touch you. When thirsty, drink from the jars the young men filled." જે ખેતરમાં તેઓ લણે છે તેમાં રહેલા અનાજ પર જ તારી નજર રાખજે અને એ સ્ત્રીઓની પાછળ ફરજે. અહીંના જુવાનો તને કશી હરકત ના કરે એવી સૂચના મેં તેઓને આપી છે. અને જયારે તને તરસ લાગે જુવાનોએ પાણીથી ભરી રાખેલાં માટલાં પાસે જઈને તેમાંથી પાણી પીજે."
10 She bowed facedown to the ground and asked him, "Why have I found favor in your eyes that you notice me, a foreigner?" ત્યારે રૂથે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, "હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારા પર આટલી બધી કૃપાદ્રષ્ટિ કરીને શા માટે મારી કાળજી રાખો છો."
11 Boaz answered, "I've heard all you did for your mother-in-law since your husband died—how you left your father, mother, and homeland to come to a people you didn't know before. અને બોઆઝે તેને ઉત્તર આપ્યો, "તારા પતિના મૃત્યુ પછી તારી સાસુ સાથે તેં જે સારો વર્તાવ રાખ્યો છે અને તારા પિતા, માતા અને જન્મભૂમિને છોડીને તારે માટે અજાણ્યા હોય એવા લોકોમાં તું રહેવા આવી છે તે વિશેની વિગતવાર માહિતી મને મળી છે.
12 May our Father repay your deed; may our Father, the God of Israel, under whose wings you've come for refuge, reward you fully." ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો."
13 "May I find favor in your eyes, my lord," she said, "for you've comforted me and spoken kindly to your servant, though I'm not one of your servants." પછી તેણે કહ્યું, "મારા માલિક, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો; કેમ કે તમે મને દિલાસો આપ્યો છે અને જો કે હું તમારી દાસીઓમાંની એકયના જેવી નથી છતાં તમે મારી સાથે માયાળુપણે વાત કરી છે."
14 At mealtime Boaz said, "Come here, eat some bread, dip your piece in the wine vinegar." She sat beside the harvesters; he passed her roasted grain. She ate her fill and had some left. ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, "અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. "ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
15 When she rose to glean, Boaz ordered his young men, "Let her glean even among the sheaves; don't shame her. જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, "એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
16 Instead, pull stalks from the bundles for her and leave them for her to pick up, and don't correct her." અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ."
17 She gleaned in the field till evening, then beat out what she'd gathered—about twenty quarts of barley. તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ (લગભગ વીસ કિલો) જવ નીકળ્યા.
18 She carried it to town; her mother-in-law saw how much she'd gleaned. She also brought out and gave her what she'd saved after eating her fill. તે લઈને તે નગરમાં ગઈ. ત્યાં તેની સાસુએ તેનાં વીણેલાં કણસલાં જોયાં. રૂથે પોતાના બપોરના ભોજનમાંથી જે પોંક વધ્યો હતો તે પણ રૂથે તેને આપ્યો.
19 Her mother-in-law asked, "Where did you gather today? Where did you work? Blessed be the man who noticed you!" Ruth named whose field: "The man I worked with today is Boaz." ત્યારે તેની સાસુએ તેને કહ્યું, "આજે તેં, ક્યાંથી કણસલાં વીણ્યાં? અને તું ક્યાં કામ કરવા ગઈ હતી? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો." અને જેની સાથે તેણે કામ કર્યું હતું તે ખેતરના માલિક વિષે પોતાની સાસુને તેણે કહ્યું કે, "જેના ખેતરમાં મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે."
20 Naomi told her daughter-in-law, "May our Father bless him, whose kindness hasn't left the living or the dead." She added, "He's a close relative, one of our redeemers." નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું," જે ઈશ્વરે, જીવતાં તથા મૃત્યુ પામેલાંઓ પ્રત્યે પોતાની વફાદારી ત્યજી દીધી નથી તે ઈશ્વરથી તે માણસ, આશીર્વાદિત થાઓ." વળી નાઓમીએ તેને કહ્યું, "એ માણસને આપણી સાથે સગાઈ છે, તે આપણો નજીકનો સંબંધી છે."
21 Then Ruth the Moabite said, "He even told me, 'Stay with my workers until they finish all my harvest.'" ત્યારે મોઆબી રૂથે કહ્યું, "વળી તેણે મને કહ્યું, મારા જુવાનો મારી બધી કાપણી પૂરી કરે ત્યાં સુધી તારે મારા જુવાન મજૂરો પાસે રહેવું."
22 Naomi told her daughter-in-law Ruth, "Good, my daughter—go out with his young women, so you won't be harmed in another field." ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, "મારી દીકરી, એ સારું છે કે તું તેની જુવાન સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઈ ખેતરવાળા તને કનડગત કરે નહી."
23 She stayed close to Boaz's young women, gleaning until the barley and wheat harvests ended, and lived with her mother-in-law. માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવા માટે બોઆઝની સ્ત્રી મજૂરો પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]