Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Ruth 1 guj

Show guj only
Verse × ×
1 When the judges ruled, a famine struck the land, and a man from Bethlehem in Judah went with his wife and two sons to stay a while in the fields of Moab. ન્યાયાધીશો ન્યાય કરતા હતા, તે દિવસોમાં દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ યહૂદિયાના એક માણસ પોતાની પત્ની તથા બે દીકરાઓ સહિત મોઆબ દેશમાં જઈને ત્યાં વસવાટ કર્યો.
2 The man was named Elimelech, his wife Naomi, and his two sons Mahlon and Chilion—Ephrathites from Bethlehem in Judah. They went to the territory of Moab and stayed there. તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે દીકરાઓનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથીઓ હતાં. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં વસ્યા હતા.
3 Then Elimelech, Naomi's husband, died, and she was left with her two sons. વખત જતા નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો. તેથી નાઓમી તથા તેના બે દીકરા નિરાધાર બન્યા.
4 They married Moabite women—Orpah and Ruth—and lived there about ten years. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં.
5 Both Mahlon and Chilion also died, and Naomi was left without her two children and husband. પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.
6 In Moab's fields, Naomi heard that our Father had attended his people, giving them food, so she set out with her two daughters-in-law to return from there. અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
7 She left the place where she had been, with her two daughters-in-law, and they went on the road back to the land of Judah. જ્યાં તે રહેતી હતી ત્યાંથી પોતાના દેશ યહૂદિયામાં પાછા જવાના રસ્તે તેણે પોતાની બે પુત્રવધૂઓ સાથે મુસાફરી શરુ કરી.
8 Naomi told her two daughters-in-law, "Return, each to your mother's home. May our Father deal kindly with you, as you dealt with the dead and with me. માર્ગમાં નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને કહ્યું કે, "દીકરીઓ, તમે બન્ને તમારા પિયરમાં પાછાં જાઓ. જેમ તમે મૃત્યુ પામેલા તમારા પતિઓ પર મમતા રાખી હતી તેમ ઈશ્વર તમારા પર કરુણા રાખો.
9 May our Father give each of you rest in another husband's home." Then she kissed them, and they wept aloud. ઈશ્વર એવું કરે કે તમે પુન:લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો." પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી.
10 And they said to her, "No—we will return with you to your people." અને તેઓએ તેને કહ્યું, "એવું નહિ, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે આવીશું."
11 Naomi said, "Go back, my daughters. Why go with me? Do I have more sons in my womb to become your husbands? ત્યારે નાઓમીએ કહ્યું, "મારી દીકરીઓ પાછી વળો; તમારે મારી સાથે શા માટે આવવું જોઈએ? શું હજી મને દીકરાઓ થવાના છે કે તેઓ તમારા પતિ થઈ શકે?
12 Return, my daughters, go, for I'm too old to marry. Even if I said there's still hope, even if I had a husband tonight and bore sons, મારી દીકરીઓ, પાછી વળો, તમારા રસ્તે ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હું પુન:લગ્ન કરી શકું તેમ નથી. વળી જો હું કહું કે, મને આશા છે કે આજ રાત્રે મને પતિ મળે અને હું દીકરાઓના ગર્ભ ધારણ કરું,
13 would you wait for them until grown? Would you stay unmarried for them? No, my daughters—it's far more bitter for me than you, since our Father's hand has turned against me." તેથી તમે શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની હોય? શું તમે અત્યારે ફરીથી પુરુષો સાથે લગ્ન નહિ કરો? ના, મારી દીકરીઓ! તમને દુઃખ થાય તે કરતા મને વધારે દુઃખ છે કેમ કે ઈશ્વરનો હાથ મારી વિરુદ્ધ થયો છે."
14 At this they wept aloud again. Then Orpah kissed her mother-in-law goodbye, but Ruth clung to her. અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.
15 Naomi said, "Look, your sister-in-law went back to her people and her gods. Go back with her." નાઓમીએ કહ્યું, "રૂથ બેટા સાંભળ, તારી દેરાણી તેના લોકો તથા દેવો પાસે પાછી ગઈ છે. તું પણ તેની સાથે જા."
16 Ruth said, "Don't push me to leave you or turn back from following you. Where you go, I'll go; where you stay, I'll stay. Your people will be my people, and your God my God. ત્યારે રૂથે કહ્યું, "તને છોડીને તારી પાસેથી દૂર જવાનું મને ના કહે, કેમ કે જયાં તું જઈશ ત્યાં હું આવીશ અને જ્યાં તું રહેશે ત્યાં હું રહીશ; તારા લોક તે મારા લોક અને તારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે;
17 Where you die I will die, and there I will be buried. May our Father punish me ever so severely if anything but death separates you and me." જ્યાં તું મૃત્યુ પામીશ ત્યાં જ હું મૃત્યુ પામીશ અને ત્યાં જ હું દફનાવાઈશ. મૃત્યુ સિવાય બીજું જો મને તારાથી અળગી કરે, તો ઈશ્વર મને મૃત્યુ કરતાં વધારે દુઃખ આપે."
18 When Naomi saw that Ruth was determined to go with her, she said no more to her. જયારે નાઓમીને ખાતરી થઈ કે રૂથ સાથે આવવાને કૃતનિશ્ચયી છે ત્યારે તેણે તેની સાથે વિવાદ કરવાનું બંધ કર્યું.
19 So both of them traveled until they reached Bethlehem. When they entered Bethlehem, the whole town stirred over them, and the women said, "Is this Naomi?" મુસાફરી કરતાં કરતાં તેઓ બન્ને બેથલેહેમ નગરમાં આવી પહોંચ્યાં જયારે તેઓ અહીં આવ્યાં ત્યારે નગરના સર્વ લોકો તેઓને જોઈને ઉત્સાહિત થયા. ત્યાંની સ્ત્રીઓએ કહ્યું, "શું આ નાઓમી છે?"
20 "Don't call me Naomi," she said. "Call me Mara—the Almighty has dealt very bitterly with me. ત્યારે તેણે તેઓને કહ્યું "મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારી ખૂબ કસોટી કરી છે.
21 I went away full, but our Father has brought me back empty. Why call me Naomi, when our Father has afflicted me and the Almighty has brought misfortune upon me?" હું અહીંથી નીકળી ત્યારે સમૃદ્ધ હતી, પણ ઈશ્વર મને વતનમાં ખાલી હાથે પાછા લાવ્યા છે. ઈશ્વરે મને અપરાધી ઠરાવી છે અને સર્વસમર્થે મને દુઃખી કરી છે, તે જાણ્યાં પછી પણ તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?"
22 So Naomi returned from the fields of Moab with Ruth the Moabite, her daughter-in-law, who came back with her. They reached Bethlehem as barley harvest began. એમ નાઓમી અને તેની પુત્રવધૂ, રૂથ મોઆબણ, મોઆબ દેશથી બેથલેહેમ આવ્યાં, ત્યારે જવની કાપણીની મોસમ શરુ થઈ હતી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]