Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 26 guj

Show guj only
Verse × ×
1 Like snow in summer and like rain at harvest, honor is not fitting for a fool. જેમ ઉનાળામાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
2 Like a fluttering sparrow or a darting swallow, an undeserved curse does not come to rest. ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી.
3 A whip for the horse, a bridle for the donkey, and a rod for the backs of fools. ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
4 Do not answer a fool according to his foolishness, or you yourself will be like him. મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.
5 Answer a fool according to his foolishness, or he will be wise in his own eyes. મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.
6 Whoever sends a message through a fool cuts off his own feet and drinks down violence. જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.
7 Like the legs of a lame man hanging useless is a proverb in the mouth of fools. મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.
8 Like binding a stone in a sling is giving honor to a fool. જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.
9 Like a thornbush in the hand of a drunkard is a proverb in the mouth of fools. જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે.
10 Like an archer who wounds everyone is one who hires a fool or hires any passerby. ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.
11 As a dog returns to its vomit, so a fool repeats his foolishness. જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે.
12 Do you see someone wise in his own eyes? There is more hope for a fool than for him. પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.
13 The lazy person says, "There is a lion in the road! A lion in the streets!" આળસુ માણસ કહે છે, "રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે."
14 As a door turns on its hinges, so the lazy person turns on his bed. જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.
15 The lazy person buries his hand in the dish; it wearies him to bring it back to his mouth. આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
16 The lazy person is wiser in his own eyes than seven who answer wisely. હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 Like grabbing a dog by the ears is a passerby who meddles in a quarrel not his own. જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 Like a madman shooting firebrands, arrows, and death, જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
19 so is the one who deceives his neighbor and says, "I was only joking!" તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે "શું હું ગમ્મત નહોતો કરતો?"
20 Without wood a fire goes out, and without a gossip a quarrel dies down. બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
21 As charcoal to embers and wood to fire, so a quarrelsome person kindles strife. જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.
22 The words of a gossip are like choice morsels; they sink down into the inmost parts. નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.
23 Like a glaze covering an earthen pot are smooth lips with an evil heart. કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.
24 An enemy disguises himself with his lips, but in his heart he harbors deceit. ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.
25 When he speaks graciously, do not believe him, for seven abominations fill his heart. તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.
26 Though his hatred is hidden by deceit, his wickedness will be exposed in the assembly. જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.
27 Whoever digs a pit will fall into it, and a stone rolls back on the one who rolls it. જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.
28 A lying tongue hates those it crushes, and a flattering mouth works ruin. જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]