Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 27 guj

Show guj only
Verse × ×
1 Do not boast about tomorrow, for you do not know what a day may bring. આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
2 Let someone else praise you, and not your own mouth; a stranger, and not your own lips. બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
3 A stone is heavy and the sand a burden, but a fool's provocation is heavier than both. પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
4 Wrath is cruel and anger is overwhelming, but who can stand before jealousy? ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
5 Open rebuke is better than love that stays hidden. છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
6 A friend's wounds are faithful, but an enemy's kisses are deceitful. મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
7 A well-fed person tramples honeycomb, but to the hungry even what is bitter tastes sweet. ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
8 A man who strays from his home is like a bird that strays from its nest. પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
9 Oil and incense gladden the heart, and the sweetness of a friend comes from heartfelt counsel. જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10 Do not forsake your friend or your father's friend, and do not go to your brother's house when disaster strikes; better a neighbor nearby than a brother far off. તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.
11 Be wise, my son, and make my heart glad, so that I can answer anyone who taunts me. મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12 The prudent sees danger and takes cover, but the simple keep going and pay the price. શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
13 Take the garment of one who puts up security for a stranger; hold it as collateral when he does so for a foreign woman. અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.
14 Whoever blesses his neighbor with a loud voice early in the morning, it will be taken as a curse. જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.
15 A quarrelsome wife is like a constant dripping on a rainy day. ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
16 Restraining her is like restraining the wind, or grasping oil with the right hand. જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.
17 Iron sharpens iron, and one person sharpens another. લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
18 Whoever tends a fig tree will eat its fruit, and whoever guards his master will be honored. જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે.
19 As water reflects the face, so the heart reflects the person. જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.
20 The grave and Destruction are never satisfied, and a person's eyes are never satisfied. જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
21 The crucible is for silver and the furnace for gold, and a person is tested by the praise he receives. ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
22 Though you grind a fool in a mortar with a pestle, along with the grain, his foolishness will not leave him. જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.
23 Know well the condition of your flocks, and give careful attention to your herds. તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.
24 For riches do not last forever, nor does a crown endure to every generation. કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે?
25 When the grass is gone and the new growth appears and the mountain herbs are gathered, સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
26 the lambs will provide your clothing, and the goats will provide the price of a field; ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
27 and there will be enough goats' milk for your food, for the food of your household and to sustain your servant girls. વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]