Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 34 guj

Show guj only
Verse × ×
1 And our Father spoke to Moses, saying, યહોવાહે મૂસાને કહ્યું,
2 "command the Israelites: when you enter the land of Canaan, this is the land that will fall to you as inheritance—the land of Canaan, within its borders. ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
3 Your south side runs from the Zin wilderness along Edom's edge; your south border starts at the Dead Sea's end, eastward. તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
4 Your border will turn south of the Ascent of Akrabbim, cross to Zin, reach south of Kadesh-barnea, go on to Hazar-addar, and pass to Azmon. તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશબાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.
5 From Azmon the border turns to Egypt's Brook, ending at the Sea. ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.
6 "Your western border will be the Mediterranean Sea and its coast. મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.
7 "This will be your north border: from the Mediterranean Sea draw your line to Mount Hor. તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી,
8 From Mount Hor mark a line to Lebo-hamath, ending at Zedad; ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે.
9 then the border will extend to Ziphron and end at Hazar-enan. This will be your northern border. ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસારએનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
10 "You will mark out your eastern border from Hazar-enan to Shepham. તમારી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી.
11 The border will go down from Shepham to Riblah, east of Ain, then go down and reach the slope east of the Sea of Chinnereth. તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.
12 The border goes down to the Jordan, ending at the Dead Sea. This will be your land, with its borders all around." ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે."'
13 Moses commanded the Israelites: This is the land you will inherit by lot, which our Father commanded to give to the nine tribes and the half-tribe. મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું "આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.
14 The tribe of Reuben's sons, by their fathers' houses, and the tribe of Gad's sons, by their fathers' houses, have already taken their inheritance; so has the half-tribe of Manasseh. રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
15 The two and a half tribes received their inheritance across the Jordan from Jericho, eastward toward the sunrise. આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે."
16 And our Father spoke to Moses, saying, યહોવાહે મૂસાને કહ્યું,
17 "names of the men who will divide the land for you as inheritance: Eleazar the priest and Joshua son of Nun. "જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
18 And you will take one leader from each tribe to divide the land for inheritance. તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
19 These are the names of the men: from the tribe of Judah, Caleb the son of Jephunneh; તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
20 from the tribe of the sons of Simeon, Shemuel the son of Ammihud; શિમયોનના વંશજોના કુળમાંથી આમિહૂદનો દીકરો શમુએલ.
21 from the tribe of Benjamin, Elidad the son of Chislon; બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.
22 from the tribe of the sons of Dan, a leader, Bukki the son of Jogli; દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
23 from Joseph's sons: from Manasseh's tribe, leader Hanniel son of Ephod, યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
24 and from the tribe of the sons of Ephraim, a leader, Kemuel the son of Shiphtan; એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
25 from the tribe of the sons of Zebulun, a leader, Elizaphan the son of Parnach; ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
26 from the tribe of the sons of Issachar, a leader, Paltiel the son of Azzan; ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
27 from the tribe of the sons of Asher, a leader, Ahihud the son of Shelomi; આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
28 and from the tribe of the sons of Naphtali, a leader, Pedahel the son of Ammihud." નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમિહૂદનો દીકરો પદાહએલ."
29 These are the ones our Father commanded to divide the inheritance among the children of Israel in the land of Canaan. યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]