Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 33 guj

Show guj only
Verse × ×
1 These are the stages of the Israelites' journey out of Egypt, by their divisions under Moses and Aaron's hand. મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે:
2 Moses wrote their starting points by stage, at our Father's command; these are their stages by starting points. જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે.
3 They set out from Rameses on the fifteenth day of the first month, the day after Passover—the Israelites marched out boldly, in full view of all the Egyptians, તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.
4 while the Egyptians buried all their firstborn, whom our Father had struck down among them, and on their gods our Father executed judgments. જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે તેઓના દેવોને પણ સજા કરી.
5 The children of Israel set out from Rameses and camped at Succoth. ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી.
6 They set out from Succoth and camped at Etham, which is on the edge of the wilderness. તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી.
7 They left Etham, turned back to Pi-hahiroth, east of Baal-zephon, and camped before Migdol. તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલસફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
8 They set out from before Hahiroth, crossed the sea into the wilderness, traveled three days through the wilderness of Etham, and camped at Marah. પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
9 They left Marah and reached Elim, where twelve water springs and seventy palm trees stood; there they camped. તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
10 They set out from Elim and camped by Yam Suph. તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.
11 They set out from Yam Suph and camped in the wilderness of Sin. તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
12 They set out from the wilderness of Sin and camped at Dophkah. તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
13 They set out from Dophkah and camped at Alush. દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
14 They left Alush and camped at Rephidim, where the people had no water to drink. તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.
15 They set out from Rephidim and camped in the wilderness of Sinai. તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
16 They set out from the wilderness of Sinai and camped at Kibroth-hattaavah. તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથહત્તાવાહમાં છાવણી કરી.
17 They set out from Kibroth-hattaavah and camped at Hazeroth. તેઓએ કિબ્રોથહત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
18 They set out from Hazeroth and camped at Rithmah. તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
19 They set out from Rithmah and camped at Rimmon-perez. રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
20 They set out from Rimmon-perez and camped at Libnah. રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
21 They set out from Libnah and camped at Rissah. લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
22 They set out from Rissah and camped at Kehelathah. રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.
23 They set out from Kehelathah and camped at Mount Shepher. કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.
24 They set out from Mount Shepher and camped at Haradah. શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.
25 They set out from Haradah and camped at Makheloth. હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.
26 They set out from Makheloth and camped at Tahath. માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.
27 They set out from Tahath and camped at Terah. તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.
28 They set out from Terah and camped at Mithkah. તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
29 They set out from Mithkah and camped at Hashmonah. મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
30 They set out from Hashmonah and camped at Moseroth. હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.
31 They set out from Moseroth and camped at Bene-jaakan. મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
32 They set out from Bene-jaakan and camped at Hor-haggidgad. બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોરહાગિદગાદમાં છાવણી કરી.
33 They set out from Hor-haggidgad and camped at Jotbathah. હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.
34 They set out from Jotbathah and camped at Abronah. યોટબાથાથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.
35 They set out from Abronah and camped at Ezion-geber. આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
36 They set out from Ezion-geber and camped in the wilderness of Zin, that is, Kadesh. એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
37 They left Kadesh and camped at Mount Hor, on the edge of Edom's land. કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.
38 Aaron the priest climbed Mount Hor at our Father's command and died there in the fortieth year after the children of Israel left the land of Egypt, in the fifth month, on its first day. યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
39 Aaron was 123 years old when he died on Mount Hor. હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
40 The Canaanite king of Arad, living in the Negev of Canaan, heard the Israelites were coming. કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.
41 They set out from Mount Hor and camped at Zalmonah. તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.
42 They set out from Zalmonah and camped at Punon. સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.
43 They set out from Punon and camped at Oboth. પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.
44 They set out from Oboth and camped at Iye-abarim, on the border of Moab. ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયેઅબારીમમાં છાવણી કરી.
45 They set out from Iyim and camped at Dibon-gad. ઈયેઅબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
46 They set out from Dibon-gad and camped at Almon-diblathaim. દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.
47 They set out from Almon-diblathaim and camped in the mountains of Abarim, near Nebo. આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.
48 They left the mountains of Abarim and camped on the plains of Moab, by the Jordan at Jericho. અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
49 They camped along the Jordan, from Beth-jeshimoth to Abel-shittim, on the plains of Moab. તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.
50 Our Father spoke to Moses in the plains of Moab by the Jordan at Jericho, saying: મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,
51 "Speak to the Israelites and tell them: When you cross the Jordan into the land of Canaan. "તું ઇઝરાયલી લોકોને કહે કે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,
52 Drive out everyone living in the land before you; destroy all their carved images and metal figures, and tear down all their high places. ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.
53 Possess the land and live in it, for I have given you the land to possess. તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.
54 Divide the land by lot among your clans—more land to larger clans, less to smaller ones. Wherever the lot falls for someone, that becomes theirs. You will inherit by your ancestral tribes. તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે.
55 "But if you don't drive out the land's residents before you, those you leave will be barbs in your eyes and thorns in your sides, troubling you in the land where you live. પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે.
56 And then I will do to you what I had planned to do to them." અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.'"
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]