Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 35 guj

Show guj only
Verse × ×
1 Our Father spoke to Moses on the plains of Moab by the Jordan across from Jericho: મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,
2 "Command the Israelites to give the Levites, from the inheritance they hold, cities to live in, and pastureland around them, for the Levites. "તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.
3 The cities are theirs to live in; the pasturelands are for their cattle, livestock, and all their living creatures. આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે.
4 "The pasturelands of the cities you give the Levites reach about 1,500 feet out from the city wall on every side. તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.
5 Measure outside the city: about 3,000 feet on the east side, 3,000 on the south side, 3,000 on the west side, 3,000 on the north side, with the city in the middle. This is the pastureland for their cities. તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે.
6 "Of the cities you give the Levites, six are to be cities of refuge, for a killer to flee to; besides these, give forty-two cities. જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં.
7 "All the cities that you give the Levites are to be forty-eight cities, together with their pasturelands. આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી.
8 From Israel's territory, give the Levites cities—more from large tribes, fewer from small; each gives in proportion to the inheritance it received." ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે."
9 Our Father spoke to Moses: પછી યહોવાહે મૂસાને કહ્યું,
10 "Speak to the Israelites and tell them: When you cross the Jordan into the land of Canaan, "તું ઇઝરાયલી લોકોને કહે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો.
11 choose cities for yourselves, cities of refuge, where anyone who kills a person unintentionally may flee there. ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.
12 These cities are a refuge for you from the blood avenger, so the killer won't die until standing before the assembly for judgment. આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.
13 The cities you give are to be six cities of refuge for you. તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.
14 Give three cities beyond the Jordan and three cities in the land of Canaan; they are to be cities of refuge. ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં.
15 These six cities are a refuge for Israelites, the foreigner, and the temporary resident among them, so anyone who kills a person by accident may flee there. આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય.
16 "But if someone strikes another with an iron object and the victim dies, the attacker is a murderer—the murderer must be put to death. પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે.
17 If he struck him with a stone in his hand that could kill, and he died, he is a murderer; the murderer must be put to death. જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે.
18 Or if he struck him with a deadly wooden tool in hand, and he died, he is a murderer; the murderer must be put to death. જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે.
19 The avenger of blood is to kill the murderer himself; when he meets him, he is to kill him. લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.
20 If he pushed him from hatred, or threw something at him in ambush, so he died, તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,
21 or if he struck him with his hand out of hatred and he died, the striker must be put to death—he is a murderer. The avenger of blood is to kill the murderer when he finds him. અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.
22 "But if he shoved him suddenly without hostility, or threw anything at him without ambush, પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,
23 or, without seeing him, dropped on him a stone able to kill, and he died—not his enemy, not seeking his harm, અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.
24 then the assembly is to judge between the slayer and the avenger of blood according to these rules. તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
25 The assembly must rescue the killer from the blood avenger's hand and return him to the city of refuge he fled to; he must stay there until the high priest anointed with holy oil dies. જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.
26 "But if the killer ever leaves the border of his refuge city, where he fled, પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,
27 if the avenger of blood finds him outside his city of refuge's border and kills the killer, he incurs no bloodguilt. લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ.
28 The killer must stay in his city of refuge until the high priest dies; only after the high priest's death may he return to his own land. કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય.
29 These are to be a permanent law for you throughout your generations, in every place where you live. આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય.
30 "Anyone who kills a person is to be executed as a murderer, on witnesses' testimony; one witness alone cannot testify against a person to cause death. જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.
31 "Take no ransom for a murderer's life who deserves death—he must be executed. જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.
32 Take no ransom for someone who fled to his city of refuge, letting him return to live in the land before the priest dies. મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.
33 "Don't pollute the land you live in—blood pollutes the land, and the land can have no atonement for blood shed on it except by the blood of the one who shed it. એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.
34 Don't make the land unclean—you live there, and I live among you; for I, your Father, live among Israel's people." તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.'"
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]