Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 2 guj

Show guj only
Verse × ×
1 Then our Father spoke to Moses and Aaron, saying: યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે,
2 "The Israelites are to camp, each by his standard, with banners of their ancestral houses, facing the tent of meeting all around, they are to camp. "ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.
3 "To the east, toward sunrise: the camp of Judah, by their divisions, under its standard. Leader of Judah's people: Nahshon son of Amminadab. યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.
4 His division, those counted, numbered 74,600. યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.
5 "Camping next to him: the tribe of Issachar; the leader of Issachar's sons is Nethanel son of Zuar. તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનિયેલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય.
6 His division, those counted, numbered 54,400. તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.
7 "Then the tribe of Zebulun; leader of Zebulun's sons: Eliab son of Helon. ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.
8 His division, those counted, numbered 57,400. તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા.
9 "All counted in Judah's camp: 186,400, by their divisions. They set out first. યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે.
10 "South side: the banner of Reuben's camp, by divisions. Leader of Reuben's people: Elizur son of Shedeur. રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે.
11 His division, those counted, numbered 46,500. રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
12 "Camping beside him: the tribe of Simeon; leader of Simeon's people, Shelumiel son of Zurishaddai. તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય.
13 His division, those counted, numbered 59,300. શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.
14 "Then the tribe of Gad: leader of Gad's people, Eliasaph son of Deuel. તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલ્યાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય.
15 His division, those counted, numbered 45,650. ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા.
16 "Those counted in Reuben's camp, by their divisions: 151,450. They set out second. રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે.
17 "Then the tent of meeting sets out, with the Levites' camp in the middle of the camps. They set out in the order they camp, each in place, under their banners. એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.
18 "West side: Ephraim's camp standard, by their divisions; leader of Ephraim's people is Elishama son of Ammihud. એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમિહૂદનો દીકરો એલીશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.
19 His division, those counted, numbered 40,500. એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
20 "Beside him: the tribe of Manasseh, led by Gamaliel son of Pedahzur. તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.
21 His division, those counted, numbered 32,200. મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.
22 "Then the tribe of Benjamin, led by Abidan son of Gideoni. તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.
23 His division, those counted, numbered 35,400. મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.
24 "All counted in Ephraim's camp: 108,100, by their divisions. They set out third. એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.
25 "Dan's camp standard stands on the north side, by divisions. Ahiezer son of Ammishaddai leads Dan's people. દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.
26 His division, those counted, numbered 62,700. દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા.
27 "Camping next to it: the tribe of Asher, its leader Pagiel son of Ochran. તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.
28 His division, those counted, numbered 41,500. આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
29 "Then the tribe of Naphtali; Naphtali's leader is Ahira son of Enan. તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.
30 His division, those counted, numbered 53,400. નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા.
31 "All counted in Dan's camp: 157,600. They set out last, by their standards." દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે.
32 These are Israelites counted by their clans, all camp divisions: 603,550. મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.
33 But the Levites were not counted among the Israelites, just as our Father had commanded Moses. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.
34 So the Israelites did all our Father commanded Moses. So they camped by their standards, and so they set out, each by clan, by ancestral family. યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]