Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 3 guj

Show guj only
Verse × ×
1 This is the family line of Aaron and Moses, when our Father spoke with Moses on Mount Sinai. સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.
2 These are the names of the sons of Aaron: Nadab the firstborn, then Abihu, Eleazar, and Ithamar. હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
3 These are the names of Aaron's sons, the anointed priests whom Moses ordained to serve as priests. હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.
4 Nadab and Abihu died before our Father in the wilderness of Sinai when they offered unauthorized fire before him; they had no children. So Eleazar and Ithamar served as priests before Aaron their father. પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.
5 Then our Father said to Moses: યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
6 "Bring the tribe of Levi near and set them before Aaron the priest, to serve him. લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.
7 They are to keep his duties and those of the whole community before the tent of meeting, performing the tabernacle's service. તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે.
8 They are to guard all the tent of meeting's equipment and the Israelites' duty, doing the tabernacle's service. અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.
9 Give the Levites to Aaron and his sons; they are given entirely to him from among Israel's people. અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે.
10 Appoint Aaron and his sons to guard their priesthood; any outsider who comes near must die." અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય."
11 Then our Father said to Moses: પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
12 "Look, I have taken the Levites from among the Israelites in place of every firstborn that opens the womb among the Israelites. The Levites are mine. ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે.
13 Every firstborn is mine. The day I struck down every firstborn in Egypt, I set apart for myself every firstborn in Israel—both man and animal. They will be mine. I am your Father." કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું."
14 Then our Father spoke to Moses in the wilderness of Sinai: સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,
15 "Count Levi's sons by fathers' houses and clans; count every male a month old and up." લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર."
16 So Moses counted them at the word of our Father, just as he had been commanded. એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.
17 These were the sons of Levi by their names: Gershon, Kohath, and Merari. લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.
18 These are the names of the sons of Gershon by their clans: Libni and Shimei. ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
19 The sons of Kohath by their clans: Amram, Izhar, Hebron, and Uzziel. કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા ઈસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
20 Merari's sons by clan: Mahli and Mushi. These are the Levite clans by fathers' houses. મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.
21 From Gershon: the Libnite clan and the Shimeite clan—these are the Gershonite clans. ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.
22 The number of males counted, a month old or older, was 7,500. તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
23 The clans of the Gershonites camped behind the tabernacle on the west. મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
24 The leader of the fathers' house of the Gershonites was Eliasaph son of Lael. અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.
25 Gershon's sons at the tent of meeting cared for the tabernacle, the tent, its covering, and the entrance screen of the tent of meeting. અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે.
26 The courtyard's curtains and its entrance screen, surrounding the tabernacle and altar, and its cords for all its service. તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.
27 From Kohath came the Amramite clan, the Izharite clan, the Hebronite clan, and the Uzzielite clan; these are the clans of the Kohathites. અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.
28 Males a month old and up numbered 8,600, in charge of the sanctuary. એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.
29 The clans of the sons of Kohath camped on the south side of the tabernacle. કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.
30 The leader of the fathers' house of the Kohathite clans was Elizaphan son of Uzziel. ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.
31 They cared for the ark, the table, the lampstand, the altars, the sanctuary vessels used in service, the screen, and all its work. તે લોકોએ પવિત્રકોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.
32 Eleazar son of Aaron the priest was chief leader of the Levites, in charge of those guarding the sanctuary. અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.
33 From Merari: the Mahlite clan and the Mushite clan—these are Merari's clans. મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.
34 The number of males counted, a month old or older, was 6,200. અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી.
35 Leader of Merarite clans' ancestral house: Zuriel son of Abihail; they camped on the tabernacle's north side. અને અબિહાઈલનો દીકરો સુરિયેલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.
36 Merari's sons were charged with the tabernacle's frames, crossbars, posts, bases, all its equipment, and all its service, અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ
37 as well as the posts of the surrounding courtyard with their bases, pegs, and cords. તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.
38 Camped east of the tabernacle, in front of the tent of meeting toward sunrise, were Moses, Aaron, and his sons, who kept charge of the sanctuary for the Israelites; any outsider who approached was to be put to death. મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરાયો પુરુષ પાસે આવે તો તે માર્યો જાય.
39 All the Levites whom Moses and Aaron counted at our Father's command, by their clans, every male a month old and up: 22,000. લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.
40 Then our Father said to Moses, "Count every firstborn male of Israel a month old or older, and record the number of their names. યહોવાહે મૂસાને કહ્યું, "એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ.
41 Take the Levites for me—I am your Father—in place of every firstborn among the people of Israel, and the Levites' livestock in place of every firstborn among Israel's livestock." અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓનાં જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે."
42 So Moses counted every firstborn among the people of Israel, just as our Father had commanded him. અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.
43 All firstborn males, a month or older, listed by name: 22,273. અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.
44 Then our Father spoke to Moses: ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,
45 "Take the Levites instead of every firstborn among Israel's people, and the Levites' livestock instead of theirs. The Levites will be mine. I am your Father. ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.
46 To redeem the 273 firstborn Israelites exceeding the Levites' count. અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.
47 Collect about 2 ounces per person, by sanctuary standard (each measure about half an ounce of silver). તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે.
48 Give the money to Aaron and his sons as the redemption price for the extra firstborn sons." અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.
49 So Moses collected the redemption money from the firstborn sons who exceeded the number of the Levites; જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;
50 from Israel's firstborn sons he took 1,365—about 2 ounces, by the sanctuary standard. ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.
51 Moses gave the redemption money to Aaron and his sons, by our Father's word, just as our Father commanded Moses. અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]