Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 1 guj

Show guj only
Verse × ×
1 Our Father spoke to Moses in the Sinai wilderness, in the tent of meeting, on the first day of the second month of the second year after they left the land of Egypt. He said: સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
2 "Count the whole community of Israel's people, by clans and fathers' houses—every male, by name, head by head. "ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
3 Register everyone in Israel twenty and older who can serve in the army—you and Aaron—by their divisions. જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
4 A man from each tribe is to be with you, each one the head of his family. અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
5 "Names of the men who will stand with you: from Reuben, Elizur son of Shedeur. તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
6 "From Simeon, Shelumiel son of Zurishaddai; શિમયોનના કુળમાંથી સૂરિશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
7 "From Judah, Nahshon son of Amminadab; યહૂદાના કુળમાંથી આમિનાદાબનો દીકરો નાહશોન.
8 "From Issachar, Nethanel son of Zuar; ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનિયેલ.
9 "From Zebulun, Eliab son of Helon; ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
10 "From the sons of Joseph: from Ephraim, Elishama son of Ammihud; from Manasseh, Gamaliel son of Pedahzur; યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમિહુદનો દીકરો એલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
11 "From Benjamin, Abidan son of Gideoni; બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
12 "From Dan, Ahiezer son of Ammishaddai; દાનનાં કુળમાંથી આમિશાદ્દાયનો દીકરો અહીએઝેર.
13 "From Asher, Pagiel son of Ochran; આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
14 "From Gad, Eliasaph son of Deuel; ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.
15 "From Naphtali, Ahira son of Enan. નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા."
16 "These were the community's called ones, leaders of their ancestral tribes, heads of Israel's clans." જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા.
17 So Moses and Aaron took these men who had been designated by name, જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા.
18 on the first day of the second month they gathered the whole community. The people registered their ancestry by clan and family—every male twenty years old and older, listed by name, one by one, અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી.
19 as our Father had commanded Moses. So Moses counted them in the wilderness of Sinai. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.
20 From Reuben's descendants, Israel's firstborn: recorded by clan and family, name by name, every male twenty years old and up, able to serve in war. અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,
21 Those counted from the tribe of Reuben were 46,500. તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
22 Simeon's descendants, by clans and families, counted by name, head by head: every male twenty years old and up, fit for the army. શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.
23 Those counted from the tribe of Simeon were 59,300. તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.
24 From Gad's descendants: by clans, families, and names, every man twenty and older fit for military service. ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ.
25 Those counted from the tribe of Gad were 45,650. તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.
26 Judah's descendants, listed by clans and families, by name, every man twenty and older able to serve in the army: યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
27 those counted from the tribe of Judah were 74,600. તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.
28 Issachar's descendants, listed by clan and family, by name, every man twenty years and older fit for war: ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
29 those counted from the tribe of Issachar were 54,400. તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.
30 Zebulun's descendants: registered by clan and family, by name, every man twenty years old or older fit for military service. ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
31 Those counted from the tribe of Zebulun were 57,400. તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.
32 Sons of Joseph, Ephraim's line: recorded by clan and family, by name, every man twenty and older fit for military service. યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ
33 Those counted from the tribe of Ephraim were 40,500. તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
34 Manasseh's descendants, listed by clans and families, by name, each man twenty years or older able to serve in the army: મનશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
35 those counted from the tribe of Manasseh were 32,200. તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.
36 From Benjamin's descendants, recorded by clan and family, by name, every man twenty years old and older, fit for military service: બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ.
37 those counted from the tribe of Benjamin were 35,400. તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.
38 From Dan's descendants, listed by clan and family, by name, every man twenty years old and older fit for war: દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
39 those counted from the tribe of Dan were 62,700. દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.
40 Asher's descendants, listed by clan and family, by name: every man twenty years old and up, fit for military service. આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
41 Those counted from the tribe of Asher were 41,500. તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.
42 Naphtali's descendants: by clan and family, counted by name, every man twenty and older fit for war. નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
43 Those counted from the tribe of Naphtali were 53,400. તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.
44 Moses, Aaron, and Israel's twelve leaders counted these men, each for his family. જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.
45 All Israel's people were counted by families, every man twenty years old and older, fit to serve in Israel's army. તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા.
46 All those counted came to 603,550. તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.
47 But the Levites were not counted among them by their ancestral tribe. પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.
48 For our Father had said to Moses: કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,
49 "Do not count the tribe of Levi or list them among the Israelites. 'તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.'
50 Instead, put the Levites in charge of the tabernacle of the testimony, all its furnishings, and everything belonging to it. They must carry the tabernacle and its furnishings, care for it, and camp around it. તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે.
51 When the tabernacle sets out, Levites take it down; when it is pitched, Levites set it up. Any outsider who comes near is to be put to death. જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ પુરુષ નજીક આવે તો તે માર્યો જાય.
52 Israel's people are to camp, each by his own camp, each under his own banner, by their companies. અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.
53 The Levites must camp around the tabernacle of the testimony, so no wrath falls on the Israelite community; the Levites are to guard the tabernacle of the testimony." જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.
54 The people of Israel did everything our Father had commanded Moses; that is exactly what they did. ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]