Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Leviticus 3 guj

Show guj only
Verse × ×
1 "If someone's offering is a peace offering from the herd, male or female, he must present it without defect before me. જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખામી વગરનું ચઢાવે.
2 He lays his hand on his offering's head and slaughters it at the tent of meeting's entrance, and Aaron's sons the priests splash the blood against all sides of the altar. તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.
3 From the peace offering he must present to me a food offering made by fire: the fat covering the inner parts and all the fat on them, તે શાંત્યર્પણના યજ્ઞમાંથી યહોવાહ પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી,
4 both kidneys with the fat on them near the flanks, and the long lobe of the liver, which he removes with the kidneys. બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.
5 Aaron's sons will burn it on the altar atop the burnt offering on the wood over the fire—a food offering, a pleasing aroma to me. હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પર લાકડા ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
6 "If his peace offering to me is from the flock, male or female, he must present it without defect. જો કોઈ માણસ શાંત્યર્પણ તરીકે ઘેટાબકરાને યહોવાહ સમક્ષ લાવે, પછી તે નર હોય કે નારી હોય, તો તે શાંત્યર્પણ ખામી વગરનું ચઢાવે.
7 If he brings a lamb as his offering, he is to present it before me, જો તે હલવાનનું અર્પણ ચઢાવે, તો તે તેને યહોવાહની આગળ ચઢાવે.
8 lay his hand on the head of his offering and slaughter it before the tent of meeting; Aaron's sons will splash its blood on all sides of the altar. તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
9 From the peace offering he must present a food offering to me by fire: its fat, the whole fat tail cut off close to the backbone, the fat covering the inner parts, and all the fat on them, શાંત્યર્પણના યજ્ઞમાંથી તે યહોવાહને સારુ હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી, તેની પુષ્ટ પૂછડી આખી અને આખી કરોડના હાડકાની લગોલગથી તે કાપી લે અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી,
10 both kidneys with the fat near the loins, and the liver's long lobe, which he removes with the kidneys. બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
11 The priest will burn it on the altar as food, an offering made to me by fire. અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.
12 "If his offering is a goat, he is to present it before me, જો માણસનું અર્પણ બકરાનું હોય, તો તે યહોવાહની આગળ ચઢાવે.
13 lay his hand on its head and slaughter it in front of the tent of meeting; Aaron's sons will splash its blood on all sides of the altar. તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
14 From it he must present a food offering to me by fire: the fat covering the inner parts and all the fat on them, તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે.
15 both kidneys with their fat near the loins, and the liver's long lobe, which he removes with the kidneys. બન્ને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, મૂત્રપિંડો પાસે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
16 The priest will burn them on the altar as food, an offering by fire, a pleasing aroma. All fat is mine. આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.
17 "This is a lasting rule for all generations, wherever you live: never eat any fat or any blood." તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.'"
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]