Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Leviticus 4 guj

Show guj only
Verse × ×
1 Our Father spoke to Moses, saying: યહોવાહે મૂસાને કહ્યું કે,
2 "Tell the Israelites: If a person sins unintentionally against any of our Father's commands, doing what must not be done, and breaks one of them, "ઇઝરાયલના લોકોને કહે, 'જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે.
3 if the anointed priest sins, bringing guilt on the people, he must bring our Father a young bull without defect as a sin offering for the sin he committed. જો પ્રમુખ યાજક પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખામી વગરનો એક જુવાન બળદ ચઢાવે.
4 He is to bring the bull to the tent of meeting's entrance before our Father, lay his hand on its head, and slaughter it before our Father. તે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાહની આગળ લાવે અને બળદના માથા પર પોતાનો હાથ મૂકીને તેને યહોવાહની સમક્ષ કાપે.
5 The anointed priest takes some of the bull's blood and brings it into the tent of meeting. અભિષિક્ત યાજક તે બળદના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે.
6 He is to dip his finger in the blood, sprinkling it seven times before our Father in front of the sanctuary veil. યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તેમાંથી યહોવાહની આગળ પરમપવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.
7 The priest is to put some of the blood on the horns of the altar of fragrant incense before our Father, which is in the tent of meeting, and pour all the rest of the bull's blood at the base of the burnt-offering altar at the entrance of the tent of meeting. સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.
8 He is to remove all the fat of the sin offering bull: the fat covering the entrails, and all the fat on the entrails. તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી,
9 The two kidneys, the fat on them near the loins, and the liver's lobe—he removes with the kidneys, બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું.
10 as removed from the ox of the peace offering; the priest is to burn them on the altar of burnt offering. જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે.
11 But the bull's hide, all its flesh, head, legs, intestines, and dung. બળદનું ચામડું, તેનું બાકીનું માંસ, તેનું માથું, તેના પગ, તેનાં આંતરડા તથા તેનું છાણ,
12 He must carry all the rest of the bull outside the camp to a clean place where ashes are dumped, and burn it on a wood fire; it must be burned where ashes are dumped. બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.
13 "If Israel's whole congregation sins unintentionally, and the matter is hidden from the assembly's eyes, and they do one of the things our Father commanded not to be done, and become guilty. જો સમગ્ર ઇઝરાયલની પ્રજા અજાણતાં પાપ કરીને, તે બાબત સમુદાયની નજરથી ગુપ્ત રહેલી હોય અને જે કૃત્યો કરવાની યહોવાહે મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય,
14 When the sin they committed becomes known, the assembly must offer a young bull as a sin offering and bring it before the tent of meeting. તો જ્યારે જે પાપ તેઓએ કર્યુ હોય તેની જાણ પડે ત્યારે સમુદાય પાપાર્થાર્પણને માટે એક જુવાન બળદ ચઢાવે અને તેને મુલાકાતમંડપની આગળ લાવે.
15 The elders of the community lay hands on the bull's head before our Father; then it is slaughtered before our Father. સભાના વડીલો યહોવાહની આગળ તે બળદના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાહની સમક્ષ તે બળદ કપાય.
16 Then the anointed priest is to bring some of the bull's blood into the tent of meeting. અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે.
17 He is to dip his finger in the blood and sprinkle seven times before our Father, in front of the veil. યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાહની સમક્ષ સાત વાર પડદા પર છાંટે.
18 He is to put some of the blood on the altar's horns before our Father in the tent of meeting, then pour all the rest of it at the base of the altar of burnt offering, at the tent of meeting's entrance. જે વેદી યહોવાહની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેના શિંગ પર તે રક્તમાંથી થોડું રક્ત રેડે અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞવેદીનાં પાયામાં રેડી દેવું.
19 He is to remove all its fat and burn it on the altar. તેણે બળદની બધી ચરબી કાઢી લઈને વેદી પર બાળી મૂકવી.
20 He is to do the same with this bull as with the sin offering's bull. So the priest will atone for them, and they'll be forgiven. એ બળદને તે આ પ્રમાણે કરે. પાપાર્થાર્પણના બળદની જેમ જ તેણે એ બળદનું પણ કરવું અને યાજક લોકોને માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે.
21 He is to carry the bull outside the camp and burn it as he burned the first bull; it is the assembly's sin offering. તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.
22 "When a leader sins, unintentionally doing anything our Father commanded not to do, and becomes guilty, જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે,
23 if he learns of the sin he committed, he must bring as his offering a male goat without defect. ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખામી વગરના નરનું અર્પણ લાવે.
24 He is to lay his hand on the goat's head and slaughter it where the burnt offering is slaughtered before our Father—a sin offering. બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકીને જ્યાં યહોવાહની સમક્ષ દહનીયાર્પણ કપાય છે ત્યાં તે તેને કાપે. આ પાપાર્થાર્પણ છે.
25 The priest will take some sin-offering blood with his finger, and put it on the burnt-offering altar's horns, then pour the rest at its base. યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
26 He is to burn all its fat on the altar, like the fat of the peace offering. The priest will atone for his sin, and he will be forgiven. શાંત્યર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની બધી ચરબીનું દહન કરે. તેના પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
27 "If anyone of the common people sins unintentionally, doing any one of the things our Father commanded not to do, and incurs guilt, જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તેમાંનું કોઈ પણ પાપ કરીને કોઈ સામાન્ય માણસ અજાણતા પાપ કરે અને જો તે દોષમાં પડે,
28 when he becomes aware of his sin, he must bring a female goat without defect as his offering for the sin he committed. તો જો, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક ખામી વગરની બકરીનું અર્પણ લાવે, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.
29 He is to lay his hand on the sin offering's head and slaughter it at the burnt offering's place. તે પોતાના હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને દહનીયાર્પણની જગ્યાએ પાપાર્થાર્પણને કાપે.
30 With his finger the priest puts some of its blood on the burnt-offering altar's horns, then pours all the rest at its base. યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું થોડું રક્ત લઈને યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું બધું જ રક્ત વેદીના પાયામાં રેડી દે.
31 He is to remove all its fat, as fat is removed from the peace offering; the priest is to burn it on the altar—a pleasing aroma to our Father—and make atonement for him, and he will be forgiven. જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે. યાજક યહોવાહ પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે. યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
32 "If he brings a lamb as his sin offering, he is to bring a female without defect. જો કોઈ માણસ પાપાર્થાર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.
33 He is to lay his hand on the sin offering's head and slaughter it as a sin offering where the burnt offering is slaughtered. તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં તે જગ્યાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.
34 With his finger the priest is to take some of the blood from the sin offering and apply it to the horns of the altar where burnt offerings are made, then pour out all the remaining blood at the altar's base. યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત લઈને યજ્ઞવેદીનાં શિંગ પર લગાડે અને બાકીનું બધું રક્ત વેદીના પાયામાં રેડી દે.
35 He must remove all its fat, as the lamb's fat is removed from the peace offering; the priest will burn it on the altar atop the fire offerings to our Father. So the priest will atone for him for the sin he committed, and he will be forgiven." જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે અને યાજક યહોવાહના હોમયજ્ઞોની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહન કરે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે માણસને માફ કરવામાં આવશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]