Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 4 OGCB

Side by side with the Father's Heart Bible™

અબ્રાહમ વિશ્વાસથી ન્યાયી ઠયોઁ

1તો પછી મનુષ્યદેહે આપણા પૂર્વજ અબ્રાહમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ? 2જો, ખરેખર અબ્રાહમ કરણીઓથી ન્યાયી ઠયોઁ હોત તો તેને અભિમાન કરવાનું કોઈ કારણ છે, પણ ઈશ્વરની આગળ નહિ 3શાસ્ત્ર શું કહે છે? અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કર્યા, અને તે તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો.

4જે માણસ કામ કરે છે તેને વેતન ભેટ તરીકે નહિ પરંતુ હક્કરૂપે ગણવામાં આવે છે. 5પણ જે માણસ કામ કરતો નથી, પણ અધમીઁને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અથેઁ ગણવામાં આવે છે. 6દાવિદ પણ એ જ વાત કહે છે, ત્યારે તે કહે છે કે ઈશ્વર જે માણસને કરણીઓ વગર ન્યાય ગણે છે તે આશીવાઁદિત છે:

7“જેનાં અપરાધ માફ થયા છેઅને જેનાં પાપ ઢંકાઈ ગયાં છે,તેને ધન્ય છે!

8જે માણસનાં પાપને ઈશ્વરે તેના ખાતે ગણતો નથીતેને ધન્ય છે!”

9આ આશીર્વાદ ફક્ત સુન્નતીઓ માટે જ છે કે બેસુન્નતીઓ માટે પણ? આપણે કહીએ છીએ કે અબ્રાહમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણાયો. 10કંઇ પરિસ્થિતિમાં તેને ગણવામાં આવ્યો? તેણે સુન્નત કરાવી તે પહેલાં કે પછી? તે પછી નહિ, પણ પહેલાં. 11અને તેણે સુન્નત એક નિશાની તરીકે મળી, એટલે કે સુન્નત થઈ ન હોય છતાં વિશ્વાસથી મળેલી ન્યાયીપણાની મુદ્રા તરીકે, તેથી જે લોકોએ સુન્નત ન કરાવી હોવા છતાં વિશ્વાસ કરે છે તે બધાનાં તે પિતા છે, જેથી તેઓનું ન્યાયપણું ગણવામાં આવે. 12અને તે સુન્નતિઓનો પણ પિતા છે જેઓ ફક્ત સુન્નત કરાવે છે એટલું જ નહિ, પણ આપણા પિતા અબ્રાહમની સુન્નત પહેલાં જે વિશ્વાસ હતો તેના પગલે ચાલનારાં પણ છે.

13અબ્રાહમને જે વચન આપ્યું હતું કે તેના વંશજોને આખી દુનિયાનો વારસો મળશે. એ વચન નિયમ દ્રારા મળ્યું ન હતું, પણ વિશ્વાસનાં ન્યાયપણાં દ્ગારા મળ્યું હતું. 14કેમકે જો નિયમ પર આધાર રાખનારાઓ વારસદાર હોય, તો વિશ્વાસ વ્યર્થ છે અને વચન પણ વ્યથઁ છે. 15કેમકે નિયમ કોપ લાવે છે. અને જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.

16તેથી વચન વિશ્વાસ દ્ગારા આવે છે. જેથી તે કૃપાથી અબ્રાહમના બધાં વંશજોને અચૂક મળે, ફકત નિયમ પાળનારાઓને જ નહિ, પણ અબ્રાહમ જેવો વિશ્વાસ રાખનારાઓને પણ. તે આપણા સર્વનાં પિતા છે. 17જેમ લખેલું છે કે: “મે તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.” ઈશ્વરની નજરમાં તે આપણો પિતા છે, જેના પર તેને વિશ્વાસ કયોઁ, જે મૂએલાંને સજીવન કરે છે અને જે કંઇ નથી તેને અસ્તિત્વમાં લાવે છે.

18આશાનું સ્થાન ન હોવા છતાં, અબ્રાહમે આશાથી વિશ્વાસ કયોઁ અને જેમ તેને કહેવામાં આવ્યું હતું કે, “તેથી તારા સંતાનો એવા થશે,” તેમ તે ઘણી પ્રજાઓનો પિતા બન્યો. 19તેણે પોતાના વિશ્વાસમાં ડગ્યા વિના, એ હકિકતનો સામનો કયોઁ કે તેનુ શરીર નિજીઁવ જેવું છે, અને તેની ઉંમર સો વર્ષની છે, અને સારાનું ગભઁસ્થાન મરેલું છે. 20છતાં, ઇશ્વરના વચન પર અવિશ્વાસથી પણ શંકા લાવ્યાં નહિ પણ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહ્યો અને ઈશ્વરને મહિમા આપ્યો. 21તેને ખાતરી હતી કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પરિપૂર્ણ કરવા તેઓ શકિતમાન છે. 22તેથી “તેને ન્યાયીપણાને તરીકે ગણવામાં આવ્યો.” 23“તે તેને લેખે ગણવામાં આવ્યો” એ શબ્દો ફકત તેના માટે જ લખાયેલા ન હતાં. 24પણ આપણા માટે પણ, જેમને ઈશ્વર ન્યાયીપણાને લેખે ગણશે, કે જેમણે આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેમના પર વિશ્વાસ રાખ્યો છે, 25આપણા પાપોને માટે તમને મૃત્યુદંડને સોંપવામાં આવ્યા અને આપણા ન્યાયકરણને માટે સજીવન કરવામાં આવ્યા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]