Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 10 OGCB

Show OGCB only
Verse × ×
1 Brothers and sisters, my heart's desire and prayer to our Father for Israel is for their salvation. ભાઈઓ અને બહેનો, મારા હૃદયની ઇચ્છા તથા ઇશ્વરને પ્રાર્થના છે કે ઇઝરાયેલી ઉધ્ધાર પામે.
2 I testify about them: they have zeal for our Father, but not according to knowledge. કેમકે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે તેઓ ઈશ્વર માટે ઉત્સાહી છે પણ તેમનો ઉત્સાહ જ્ઞાન પર આધારીત નથી.
3 Ignorant of our Father's righteousness, seeking to establish their own, they did not submit to our Father's righteousness. તેઓ ઈશ્વરના ન્યાયપણાં વિષે અજ્ઞાન હતાં અને પોતાના ન્યાયીપણાને સ્થાપિત કરવા માંગતા હતાં, તેથી તેઓ ઇશ્વરના ન્યાયીપણાને આધીન થયાં નહિ.
4 For Christ is the law's goal, so all who believe receive righteousness. કેમકે મસીહ તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયપણું પ્રાપ્ત કરવા અથેઁ નિયમશાસ્ત્રની સંપૂણઁતા છે.
5 For Moses writes about the righteousness that is based on the law: "The one who does these things will live by them." મોશે લખે છે, કે ન્યાયપણું નિયમથી છે: જે વ્યક્તિ આ બધું કરે છે તે તે વડે જીવશે.
6 But faith-based righteousness says: "Don't say in your heart, 'Who will go up to heaven?'" (that is, to bring Christ down). પરંતુ વિશ્વાસ કરવાથી મળતું ન્યાયપણું કહે છે કે: “તું તારા હ્રદયમાં એમ ન કહે કે, ‘આકાશમાં કોણ ચઢશે? એટલે કે મસીહને નીચે લાવવાને?’ ”
7 "or 'Who will descend into the abyss?'" (that is, to bring Christ up from the dead). અથવા ઊંડાણમા કોણ ઉતરશે? (એટલે મસીહને મૃત્યુમાંથી ઉપર લાવવાં માટે.)
8 But what does it say? "The word is near you, in your mouth and in your heart"—meaning the word of faith we proclaim: પણ તે શું કહે છે? શબ્દ તમારી પાસે છે, તમારા મુખમાં તથા તમારાં હૃદયમાં છે, એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે:
9 If you confess with your mouth Jesus is Lord and believe in your heart that our Father raised him from the dead, you will be saved. જો તમે તમારાંં મોં થી કબૂલ કરો કે “ઈસુ પ્રભુ છે,” અને તમારાંં હૃદયમાં વિશ્વાસ કરો કે પ્રભુએ તેમને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો,
10 For with the heart you believe and are made right with our Father, with the mouth you confess and are saved. કારણ કે હૃદયથી વિશ્વાસ કરવાથી તમે ન્યાયી ઠરશો, અને મોં થી કબૂલ કરશો તો તમે તારણ પામશો.
11 For the Scripture says, "Everyone who believes in him will not be put to shame." શાસ્ત્ર કહે છે કે: તેના પર જે કોઇ વિશ્વાસ કરશે તે કદી શરમાશે નહિ.
12 No difference between Jew and Greek: the same Lord is Lord of all, generous to all who call on him. યહૂદી અને વિદેશીઓમાં કંઇ ભેદ નથી—કેમકે સવઁનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તે સવઁને પુષ્કળ આશીઁવાદ આપે છે.
13 For "everyone who calls on the name of our Lord Jesus will be saved." કેમકે પ્રભુને નામે, જે કોઈ વિનંતી કરશે તે તારણ પામશે.
14 So how can they call on one they haven't believed in? How can they believe in one they haven't heard of? How can they hear without someone preaching? તો પછી, જેમનાં પર તેઓએ વિશ્વાસ કયોઁ નથી, તેને તેઓ તેમને કેવી રીતે વિનંતી કરશે? અને જેના વિશે સાંભળ્યું નથી કેવી રીતે તેઓ તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે સાંભળશે?
15 How can they proclaim him unless they're sent? As written: "How beautiful are the feet of those bringing good news!" અને જો કોઈને મોકલવામાં ન આવે તો તે કેવી રીતે ઉપદેશ કરશે? જેમ લખેલું છે તેમ: સુસમાચાર લાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!
16 But not all obeyed the good news, for Isaiah says, "Our Father, who believed our message?" પરંતુ બધાં ઇઝરાયેલીઓએ સુસમાચારનો સ્વીકાર કયોઁ નહિ. યશાયા કહે છે કે “પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે?”
17 So faith comes from hearing, and hearing through the word about Christ. એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.
18 But I ask: did they not hear? Yes, they did: "Their sound went out to all the earth, their words to the ends of the world." પણ હું પૂછું છું કે: શું તેઓએ સાંભળ્યું નથી? ચોક્કસ તેઓએ સાંભળ્યું: આખી પૃથ્વી પર તેઓનો અવાજ ગયો છે, છેડાઓ સુધી, અને તેમના વચન પૃથ્વીનાં છેડાઓ સુધી પહોંચ્યા છે.
19 But I ask, did Israel not know? First Moses says: "I will make you jealous by those not a nation, angry by a nation without understanding." ફરીથી હું પૂછું છું: શું ઇઝરાયેલીઓ સમજતા ન હતા? પ્રથમ, મોશે કહે છે, જેઓ પ્રજા નથી તેમના પર હું ઈર્ષા ઉત્પન્ન કરીશ, જે પ્રજાને સમજ નથી તેમના દ્ઘારા હું તમને ગુસ્સે કરીશ.
20 Isaiah is bold enough to say, "I was found by those not seeking me; I appeared to those not asking for me." અને યશાયા હિમંતથી કહે છે: “જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતા ન હતા તેઓને હું પોતે પ્રગટ થયો.”
21 But about Israel he says, "All day long I stretched out my hands to a disobedient, defiant people." પરંતુ ઇઝરાયેલ વિશે યશાયા કહે છે: “આખો દિવસ મેં મારા હાથ, અનાજ્ઞાંકિત અને હઠીલા લોકો તરફ લંબાવ્યા છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]