Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 5 OGCB

Show OGCB only
Verse × ×
1 Seeing the crowds, Jesus went up the mountain; when he sat down, his disciples came to him. હવે જયારે ઈસુએ મોટો જનસમુદાય જોયો, ત્યારે તેઓ પર્વત પર ગયા અને બેઠા, તેમના શિષ્યો તેમની પાસે આવ્યા
2 And he opened his mouth and began to teach them, saying: ને તેઓ તેમને શિક્ષણ આપવાં લાગ્યા. તેમણે કહ્યું:
3 "Blessed are the poor in spirit, for theirs is the kingdom of our Father. “આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 Blessed are those who mourn, for they will be comforted. જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે, કેમકે તેઓને દિલાસો મળશે.
5 Blessed are the meek, for they will inherit the earth. જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે, કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.
6 Blessed are those who hunger and thirst for righteousness, for they will be satisfied. જેઓ ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે તેઓ આશીવાઁદિત છે, કેમકે તેઓ ધરાશે,
7 Blessed are the merciful, for they will receive mercy. જેઓ, દયાળુ છે તેઓ આશીર્વાદિત છે, કેમકે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
8 Blessed are the pure in heart, for they will see our Father. જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓ આશીર્વાદિત છે, કેમકે તેઓ ઈશ્વરને જોશે.
9 Blessed are the peacemakers, for they will be called children of our Father. જેઓ સલાહ કરાવનારાં છે, તેઓ આશીર્વાદિત છે, કેમકે તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે.
10 Blessed are those who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of our Father. ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી થાય છે, તેઓ આશીર્વાદિત છે, કેમકે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11 "Blessed are you when people insult, persecute, and lie about every kind of evil against you because of me. “જયારે લોકો તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને મારે લીધે તમારી વિરુદ્ધ દરેક પ્રકારની જૂઠી વાતો અસત્યતાથી કહે, ત્યારે તમે આશીર્વાદિત છો.
12 Rejoice and be glad, for your reward is great in heaven, for they persecuted the prophets before you the same way. આનંદ કરો અને હરખાઓ, કારણ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે, તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી.
13 "You are the salt of the earth. But if salt loses its taste, how can it be salted again? It's no longer good for anything but being thrown out and trampled by people. “તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું પોતાની ખારાશ ગુમાવે તો તે ફરી કેવી રીતે ખારું કરાશે? બહાર ફેંકી દેવા સિવાય અને પગ તળે કચડાવા સિવાય. તે કોઈ પણ પ્રકારે સારું નથી.
14 "You are the light of the world. A city set on a hill cannot be hidden. “તમે જગતનો પ્રકાશ છો. પર્વત પર બાંધેલું નગર છૂપું રહી શક્તું નથી.
15 No one lights a lamp and puts it under a basket, but sets it on a stand to light everyone in the house. લોકો દીવો સળગાવીને તેને વાટકા નીચે મુકતા નથી, તેના બદલે તેઓ તેને તેના સ્ટેન્ડ પર મુકે છે, અને તે ઘરમાંના બધાને અજવાળું આપે છે.
16 Likewise, let your light shine before people, so they see your good works and glorify your Father in heaven. તેવીજ રીતે તમારો પ્રકાશ લોકોની આગળ એવો પ્રકાશવાં દો જેથી તેઓ તમારાંં સદાચરણો જોઈને સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતાનો મહિમા કરે.
17 "Don't think I came to abolish the Law or the Prophets—I didn't come to abolish them, but to fulfill them. “એવું ન વિચારો કે હું નિયમો અને પ્રબોધકોને નાબૂદ કરવા આવ્યો છું; હું તેઓને નાબૂદ કરવા નહિ પણ તેઓને પરિપૂર્ણ કરવા આવ્યો છું.
18 For truly I tell you: until heaven and earth pass, not one letter, not one stroke, will pass from the Law until everything is done. હું સાચે જ કહું છું: કે આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્ર માંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ.
19 So whoever breaks one of these least commands and teaches others the same will be called least in the kingdom of our Father; but whoever keeps and teaches them will be called great in the kingdom of our Father. એ માટે જો કોઈ માણસ સૌથી નાનામાં નાની આજ્ઞાને બાજુ પર મુકશે અને બીજાઓને એવું કરતા શીખવશે, તો તે સ્વર્ગીય રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પરંતુ, જેઓ ઈશ્વરના નિયમોને પાળશે ને શિખવશે તેઓ સ્વર્ગના રાજ્યમાં મહાન કહેવાશે.
20 For I tell you, unless you are more righteous than the scribes and Pharisees, you'll never enter the kingdom of our Father. હું તમને કહું છું: કે તમારું ન્યાયીપણું ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કરતાં ચઢીયાતું નહિ હોય તો તમે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશી શકવાનાં જ નથી.
21 "You've heard that it was said to those of old, 'Do not murder; whoever murders is subject to judgment.' “પ્રાચિનકાળમાં લોકોને કહેલું હતુ એ તમે સાંભળ્યું છે, ‘તું ખૂન ન કર, અને જે કોઈ ખૂન કરશે ન્યાયને પાત્ર થશે.’
22 But I tell you: whoever is angry with his brother risks judgment. Whoever insults his brother risks the council, and whoever says, 'You fool!' risks fiery hell. પરંતુ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ કે બહેન પર ક્રોધ કરશે, તે ન્યાયને પાત્ર થશે. ફરીથી જો કોઈ ભાઈ તથા બહેનને પાજી કહે છે તે કોટઁનો જવાબદાર છે, અને ‘જે કોઈ કહે તું મૂઁખ છે!’ તે નરકાગ્નિના જોખમમાં આવશે.
23 "So if you're offering your gift at the altar and recall there that your brother has something against you, “એ માટે, જો તું તારું અર્પણ વેદી આગળ લાવે ત્યાં તને યાદ આવે કે તમારાં ભાઈ તથા બહેનને તમારી વિરુદ્ધ કાંઈ છે,
24 leave your gift there before the altar, go make peace with your brother first, then come offer your gift. તો તારું અર્પણ ત્યાં જ વેદી આગળ રહેવા દે, પહેલાં જઈને તેની સાથે સમાધાન કર, પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 Make peace with your accuser quickly, while still on the way with him, or he may hand you over to the judge, the judge to the officer, and you may be thrown into prison. “જે તમને કોર્ટમાં લઈ જાય તે તમારાંં વિરોધીની સાથે જલદી સમાધાન કરી લો, તમે હજુ રસ્તામાં સાથે હો ત્યારે તે કરો, અને તમારો વિરોધી તમને ન્યાયાઘીશ ને સોંપી દે અને ન્યાયાઘીશ તમને અધિકારીના હાથમાં સોંપી દે અને તમને જેલમાં પૂરી દેવામાં આવે.
26 Truly I tell you, you will never get out until you have paid the last penny. હું તમને સાચે જ કહું છું કે છેલ્લો દંડ પૂરેપૂરો ચૂકવશો નહિ ત્યાં સુધી તું બહાર નહિ આવે.
27 "You have heard that it was said, 'You shall not commit adultery.' “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે ‘તું વ્યભિચાર ન કર.’
28 But I tell you: everyone who looks at a woman lustfully has already committed adultery with her in his heart. પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે.
29 If your right eye makes you stumble, tear it out and throw it away—better to lose one part of your body than have your whole body thrown into hell. જો તમારી જમણી આંખ તમને ઠોકર ખવડાવે, તો તેને કાઢીને દૂર ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં નંખાવવા કરતાં શરીરનું એક અંગ ગુમાવવું તમારે માટે વધારે સારું છે.
30 If your right hand makes you sin, cut it off and throw it away. Better to lose one part of you than have your whole body go into hell. અને જો તમારો જમણો હાથ તમને ઠોકર ખવડાવે તો, તેને કાપીને દૂર ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં નંખાય એના કરતાં શરીરનું એક અંગ ગુમાવવું તમારે માટે વધારે સારું છે.
31 "It was also said, 'Whoever divorces his wife must give her a certificate of divorce.' “એમ કહેવામાં આવ્યું છે કે: ‘જો કોઈ તેની પત્નીને છૂટાછેડા આપે છે, તો તેને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપવું જોઈએ.’
32 I tell you: whoever divorces his wife, except for sexual sin, makes her a victim of adultery; and whoever marries a divorced woman commits adultery. પરંતુ હું કહું છું કે, જે કોઈ પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચાર કરાવવામાં કારણભૂત બને છે, અને જે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તે વ્યભિચાર કરે છે.
33 "Again, you've heard it was said to the ancients: 'Don't break your oath—fulfill it to our Father.' “વળી, ઘણા સમય પેહેલા લોકોને કહેલું હતુ, એ તમે સાંભળ્યું છે કે: ‘તમારા સમ નો ભંગ કરશો નહિ, પરંતુ પ્રભુ પ્રત્યે તમારા સમ પુરા કરો.’
34 But I tell you, do not swear an oath at all: neither by heaven, for it is our Father's throne, પણ હું તમને કહું છું કે તમારે કોઈ પણ સમ ન ખાવા: સ્વર્ગના પણ નહિ, કેમકે તે ઈશ્વરનું રાજ્યાસન છે;
35 nor by the earth, for it's the footstool for his feet, nor by Jerusalem, for it's the city of the great King. અને પૃથ્વીનાં નહિ, કારણ કે તે તેમનું પાયાસન છે; યરુશાલેમનાં નહિ, કારણ કે તે મહાન રાજાનું નગર છે.
36 And do not swear by your head, for you cannot make a single hair white or black. તમારાં માથાનાં સમ ન ખાવ, કારણ કે તમારાંથી એક વાળને પણ કાળો કે ધોળો કરી શકાતો નથી;
37 Let your 'Yes' be 'Yes,' and your 'No,' 'No'; anything beyond this comes from the evil one. તમારું બોલવું તે હા કે ના હોય, તે કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાઈ માંથી આવે છે.
38 "You have heard that it was said, 'Eye for eye and tooth for tooth.' “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘આંખને બદલે આંખ, ને દાંત ને બદલે દાંત.’
39 But I tell you: don't resist an evil person. If someone slaps your right cheek, turn the other cheek to him too. પણ હું તમને કહું છું કે દુષ્ટ વ્યકિતની સામો ન થા, જો કોઈ, તમારાં જમણા ગાલ પર તમાચો મારે, તો તેની આગળ બીજો ગાલ પણ ધરો.
40 If anyone wants to sue you and take your tunic, let him have your cloak too. જે કોઈ તમારું શટઁ છીનવી લેવાં માટે દાવો કરે તો તેને તમારો કોટ પણ આપી દો.
41 And if anyone forces you to go one mile, go with him two. જો કોઈ તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તેની સાથે બે કિલોમીટર સુધી જાઓ.
42 Give to whoever asks you, and don't turn away whoever wants to borrow from you. જેઓ, તમારી પાસે માગે તેમને આપો, અને જો કોઈ તારી પાસે ઉછીનું લેવાં આવે, તેમનાથી ન ફરો.
43 "You have heard that it was said, 'You will love your neighbor and hate your enemy.' “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘તમે તમારા પડોશી પ્રત્યે પ્રેમ રાખો અને તમારા દુશ્મનોને ધિક્કારો.’
44 But I tell you, love your enemies and pray for those who persecute you, પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો;
45 so you may become children of your Father in heaven, because he makes his sun rise on evil and good and sends rain on just and unjust. જેથી તમે તમારાં સ્વર્ગમાંના પિતાનાં સંતાન થાવ, તે પોતાના સૂર્યને ભલા તથા ભૂંડા પર ઉગાવે છે. અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.
46 If you love those who love you, what reward is that? Don't even tax collectors do the same? જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો તમને શું બદલો મળશે? શું કર વસૂલનારાઓ પણ એવુ નથી કરતા?
47 If you greet only your brothers, what more do you do than others? Don't even the Gentiles do that? અને જો તમે તમારા લોકોને જ સલામ કરો છો, તો તમે બીજાઓ કરતાં વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા?
48 Be perfect, therefore, as your heavenly Father is perfect." માટે જેમ તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેમ તમે સંપૂર્ણ થાઓ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]