Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 26 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુની વિરુદ્ધ કાવતરું

1જયારે ઈસુ આ બધું કહી રહ્યા પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, 2“જેમ તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, ત્યારે માણસના દીકરાને ક્રૂસે જડાવવા સારું સોંપી દેવામાં આવશે.”

3પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો અને પ્રમુખયાજક જેનું નામ કાયાફાસ હતુ, તેના મહેલમાં ભેગા થયા. 4કોઈ ન જાણે તેમ ઈસુની ધરપકડ કરીને તેમને મારી નાંખવાની યોજના તેઓએ ઘડી કાઢી. 5પણ તેઓએ કહ્યું કે: “પર્વ દરમિયાન નહિ રખેને લોકોમાં હુલ્લડ ફાટી નીકળે.”

બેથાનિયામાં ઈસુનો અભિષેક

6જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીયાનાં ઘરમાં હતા, 7ત્યારે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને એક સ્ત્રી તેમની પાસે આવી, જયારે તેઓ જમવા બેઠા હતા, ત્યારે તેણે તેમના માથા પર તે રેડયું.

8જયારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ રોષે ભરાઈને તેઓએ કહ્યું, “આ બગાડ શા માટે? 9એ અત્તર મોટી કિંમતે વેચી શકાત અને નાણાં ગરીબોને આપી શકાત.”

10ઈસુએ તે જાણીને તેઓને કહ્યું, “તમે શા માટે આ સ્ત્રીની હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કર્યું છે. 11ગરીબો હંમેશા તમારી સાથે રહેશે, પણ હું તમારી સાથે હંમેશા નથી. 12જયારે તેણે આ અત્તર મારા શરીર પર રેડયું, તેણે મારા દફનની તૈયારી ને સારું એ કયુંઁ છે. 13હું તમને સાચે જ કહું છું, જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”

ઈસુને પરસ્વાધીન કરાવવા યહુદાની સંમતિ

14પછી બારમાંનો એક, કે જે યહૂદા ઇશ્કરિયોત કહેવાય છે, મુખ્ય યાજકોની પાસે ગયો. 15અને કહ્યું, “હું તેમને તમારે સ્વાધીન કરૂ તો તમે મને શું આપવાં ઇચ્છો છો?” તેથી તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા. 16તે ઘડીથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.

છેલ્લું ભોજન

17બેખમીર રોટલીનાં પર્વને પ્રથમ દિવસે, શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, “તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?”

18તેમણે જવાબ આપ્યો, “શહેરમાં જાઓ અને ફલાણાં માણસને એમ કહો, ‘ગુરુ કહે છે કે, મારો નિધાઁરિત સમય પાસે છે. હું મારાં શિષ્યોની સાથે તારા ઘરે પાસ્ખા પાળવાનો છું.’ ” 19તેથી ઈસુના કહ્યાં મુજબ શિષ્યોએ કર્યું, અને પાસ્ખાપવઁની તૈયારી કરી.

20જયારે સાંજ પડી, ત્યારે ઈસુ બાર શિષ્યો સાથે મેજ પર બેઠાં હતા. 21અને જયારે તેઓ જમતા હતા, ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક મને પરસ્વાધીન કરશે.”

22તેઓ ઘણા દુઃખી થયા અને એક પછી એક તેમને કહેવા લાગ્યા, “પ્રભુ, તમે ખરેખર મને કહેતા નથી?”

23ઈસુએ જવાબ આપ્યો, “જે મારી સાથે વાટકામાં હાથ બોળે છે, તે જ મને પરસ્વાધીન કરશે. 24માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે, પણ જે માણસ માણસના દીકરાને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ! જો તે જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત.”

25ત્યારે તેમને પરસ્વાધીન કરનાર યહૂદાએ કહ્યું, “રાબ્બી, શું ખરેખર તમે મને તો નથી કહેતા?” ઈસુએ જવાબ આપ્યો, “તેં એવું કહ્યું.”

26જયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, “લો અને ખાઓ, આ મારું શરીર છે.”

27પછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, “તમે બધાં આમાંથી પીઓ, 28આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે. 29હું તમને કહું છું કે મારા પિતાનાં રાજ્યમાં તમારી સાથે નવો ન પીઉં ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી.”

30પછી તેઓ ગીત ગાઈને તેઓ બહાર જૈતુનના પહાડ પર ગયા.

ઈસુએ પિતરના નકારની આગાહી કરી

31જયારે ઈસુએ તેઓને કહ્યું, “આજે રાત્રે મારા સંબંધી તમે ઠોકર ખાશો, કેમકે લખેલું છે:“ ‘હું ઘેટાંપાળકને મારીશ,અને ટોળાનાં ઘેટાં વેરવિખેર થઈ જશે.’

32પણ, મારા સજીવન થયા પછી, હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”

33પિતરે જવાબ આપ્યો, “જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય પણ હું કદી નહિ.”

34ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, “મરઘો બોલે તે પહેલાં, આજ રાત્રે ત્રણ વાર, તું મારો નકાર કરીશ.”

35પણ પિતરે જાહેર કયુઁ, “જો કે તમારી સાથે મારે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.

ગેથસેમાને

36ત્યારે ઈસુ શિષ્યોની સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા, અને તેમણે તેમને કહ્યું, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.” 37તેઓએ પિતરને તથા ઝબદીના દીકરાને તેમની સાથે લીધા, અને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38ત્યારે તેમણે તેઓને કહ્યું, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો.”

39થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, “મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”

40જયારે તેઓ શિષ્યો પાસે પાછા આવ્યા ત્યારે તેઓને ઊંધતા જોયા. તેમણે પિતરને કહ્યું, “શું તું એક કલાક પણ મારી સાથે જાગતો રહી શકતો નથી! 41જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે.”

42બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “મારા પિતા, જો આ પ્યાલો મારાં પીધા સિવાય લઈ લેવાય તેમ ન હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાઓ.”

43જયારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ફરીથી ઊંઘતા જોયા, કારણ કે તેઓની આંખો ભારે થઈ હતી. 44તેથી તેઓને ફરીથી મુકીને દૂર ગયા અને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા પ્રાર્થના કરી.

45પછી શિષ્યોની પાસે પાછા આવીને તેઓને કહ્યું, “હજું શું તમે ઊંઘ્યા કરો છો અને આરામ કરો છો? જુવો સમય આવી પહોંચ્યો છે! અને માણસનો દીકરો પાપીઓનાં હાથમાં સોંપી દેવામાં આવે છે! 46ઊઠો! આપણે જઈએ, મને પરસ્વાઘીન કરનાર અહીં આવી પહોંચ્યો છે!”

ઈસુની ધરપકડ

47તે બોલતા હતા એટલામાં બારમાંનો એક યહૂદા આવ્યો, અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી મોકલવામાં આવેલ મોટું ટોળું તરવારો અને લાઠીઓ લઇને આવી પહોંચ્યો. 48હવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: “હું જેને ચુંબન કરું છું, તે માણસ છે, તેને પકડી લેજો.” 49આવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, સલામ, “ગુરુજી!” અને તેમને ચુંબન કર્યું.

50ઈસુએ જવાબ આપ્યો, “મિત્ર, તું જે કરવા માટે આવ્યો છે, તે કર.” ત્યારે માણસોએ આગળ જઈને ઈસુને ઘેયાઁ અને પકડી લીધા.

51તેની સાથે જ, ઈસુના સાથીઓમાંનો એકે તરવાર કાઢીને પ્રમુખ યાજકના નોકરને મારીને તેનો કાન કાપી નાંખ્યો.

52ઈસુએ તેને કહ્યું, “તારી તરવાર તેની જગ્યાએ પાછી મુક! કેમકે જેટલા તરવાર ચલાવે છે, તેઓ તરવારથી માર્યા જશે. 53શું તમે એવું વિચારો છો કે હું મારા પિતાને બોલાવી શકતો નથી, જો મારા પિતાની પાસે માગું તો તેઓ તરત જ દૂતોની બાર ફોજ કરતાં વધું મોકલી આપશે? 54તો પછી શાસ્ત્રો જે કહે છે તે આ રીતે થવું જોઈએ, તે કેવી રીતે પરિપૂર્ણ થાય?”

55તે વેળાએ ઈસુએ ટોળાને કહ્યું, “શું હું બળવાની આગેવાની કરી રહ્યો છું, કે મારી ધરપકડ કરવા તમે તરવારો અને લાકડીઓ લઈને આવ્યા છો? હું રોજ મંદિરનાં આંગણાંમાં બેસીને ઉપદેશ આપતો હતો! અને તમે મને પકડયો નહિ! 56પરંતુ પ્રબોધકોના વચનો પરિપૂર્ણ થાય એટલા માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.

ઈસુ ન્યાયસભા સમક્ષ

57જેઓએ ઈસુને પકડયાં હતા તેઓ તેમને પ્રમુખયાજક કાયાફાની પાસે લઈ ગયા, જયાં નિયમશાસ્ત્રના પંડિતો અને આગેવાનો એકઠા થયા હતા. 58પણ પિતર થોડે દૂર રહીને તેઓની પાછળ પ્રમુખયાજકની આંગણા સુધી ગયો. તે અંદર જઈને શું થશે તે જોવાને સિપાઈઓની સાથે બેસી ગયો.

59ઈસુને મારી નાંખવાને મુખ્ય યાજકોએ અને આખી યહૂદી ન્યાયસભાએ ઈસુની વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ શોધવાં લાગ્યાં, 60જો કે ઘણાં જૂઠા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઇ ન મળી. આખરે બે માણસો આગળ આવ્યા.

61અને જાહેર કયુઁ, “આ માણસ કહેતો હતો, ‘હું ઈશ્વરના મંદિરને પાડી નાંખીને ત્રણ દિવસમાં ફરીથી બાંધવા સમર્થ છું.’ ”

62ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને ઈસુને કહ્યું, “શું તમે કંઇ જવાબ નથી આપતાં? આ માણસો તમારી વિરુદ્ધ શું સાક્ષી લાવે છે?” 63પણ ઈસુ શાંત રહ્યા. પ્રમુખ યાજકે તેમને કહ્યું, “જીવંત ઈશ્વરના નામે હું તને સમ દઇને પૂછું છું: જો તમે મસીહ, ઈશ્વરનો પુત્ર હો તો અમને કહો,”

64ઈસુએ જવાબ આપ્યો, “તે એવું કહ્યું, પણ હું તમને બધાને કહું છું, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશે.”

65ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, “આ ઈશ્વર નિંદા છે! હવે આપણને અન્ય સાક્ષીની શી જરૂર છે? જુઓ, હવે તમે આ ઈશ્વર નિંદા સાંભળી છે. 66હવે તમે શું વિચારો છો?” તેઓએ જવાબ આપ્યો, કે તેઓ “મરણને યોગ્ય છે.”

67પછી તેઓએ તેમના મોં પર થૂંક્યાં, અને મુકકીઓ મારી, બીજાઓએ તેમને તમાચા માયાઁ, 68અને કહ્યું “ઓ મસીહ! તમને કોણે માયુઁ, તે કહી બતાવ?”

પિતરે કરેલો ઈસુનો નકાર

69હવે પિતર આંગણાંમાં બહાર બેઠો હતો, એક દાસી તેની પાસે આવી, તેણે પિતરને કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો ને?”

70તેણે સહુની આગળ નકાર કયોઁ: તેણે કહ્યું “તું શું કહે છે તે હું જાણતો નથી.”

71પછી તે દરવાજા બહાર ગયો, ત્યાં બીજી એક દાસીએ તેને જોઇને, ત્યાં લોકોને કહ્યું, “આ માણસ નાઝરેથનાં ઈસુની સાથે હતો.”

72તેણે સમ ખાયને ફરીથી નકાર કયોઁ, “એ માણસને હું ઓળખતો નથી.”

73થોડીવાર પછી, ત્યાં ઊભેલા લોકોએ પિતર પાસે આવીને કહ્યું, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, તે તારી બોલી પરથી જણાઈ આવે છે.”

74ત્યારે તે શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, તેણે કહ્યું, “હું તે માણસને ઓળખતો નથી!” અને તરત જ મરઘો બોલ્યો.

75પછી ઈસુએ પિતરને કહેલી વાત યાદ આવ્યું, “મરઘો બોલ્યા પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ.” પછી તે બહાર જઈને બહુ રડયો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]