Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 4 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus again taught by the sea. So large a crowd gathered around him that he got into a boat on the water and sat, while the whole crowd was on land by the sea. એક વાર ઈસુ સરોવર કિનારે શિક્ષણ આપવાં લાગ્યા, મોટી સંખ્યામાં લોકો સરોવરના કિનારે ત્યાં એકઠા થયા તેથી તેમણે હોડીમાં બેઠા. જયારે બધા લોકો કિનારે હતા
2 He taught them many things in parables, and in his teaching he said to them: તેમણે દ્રષ્ટાંતો દ્રારા ઘણી વાતો શીખવી, તેમાનું એક દ્રષ્ટાંત આ પ્રમાણે હતું,
3 "Listen! A sower went out to sow. “સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો,
4 And as he sowed, some seed fell along the path, and the birds came and devoured it. જયારે તે વાવતો હતો, ત્યારે થોડાં બી પગદંડી પર પડયાં, અને પક્ષીઓ આવી તે ખાઈ ગયાં.
5 Other seed fell on rocky ground, lacking much soil, and sprang up at once since the soil had no depth. કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં.
6 When the sun rose, the plants were scorched, and since they had no root, they withered. કેમકે જમીન છિછરી હતી. પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા.
7 Other seed fell among thorns, and the thorns grew up and choked it, yielding no grain. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, ઝાંખરાએ વધીને છોડને દાબી દીધા, તેથી કાંઈ ફળ ન આપ્યું.
8 Other seed fell into good soil, producing grain that sprouted, grew, and yielded thirty, sixty, one hundred times what was sown." પણ કેટલાક બી સારી જમીનમાં પડયાં, અને ઉગ્યા, વધ્યાં અને ફળ આપ્યા, કેટલાકને ત્રીસ ગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને સો ગણાં.”
9 And he said, "Whoever has ears to hear, let him hear." અને ઈસુએ તેઓને કહ્યું, “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
10 When he was alone, those around him, together with the Twelve, asked him about the parables. ઈસુ એકલા હતા, ત્યારે બાર શિષ્યો અને અન્ય જેઓ તેમની આસપાસ હતા તેમણે, આ દ્રષ્ટાંત વિશે પૂછયું?
11 He said to them, "To you is given the secret of the kingdom of our Father, but to those outside, everything comes in parables, તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યનાં સમજવાનો મમઁ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારનાં છે તેમને બધું દ્રષ્ટાંતોમાં કહેવાય છે;
12 so that 'they may look but not perceive, and hear but not understand, and not turn and be forgiven.'" કારણ કે, “ ‘તેઓ સદા જોશે પણ કયારેય જાણશે નહિ; અને સદા સાંભળશે પણ કદી સમજશે નહિ, રખેને તેઓ પાછા ફરે અને પાપની માફી પામે.’ ”
13 He said to them, "You don't understand this parable? Then how will you understand all the parables? અને ઈસુએ કહ્યું “શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો મારાંં બીજા દ્રષ્ટાંતો શી રીતે સમજી શકશો?
14 The sower sows the word. વાવનાર વચન વાવે છે.
15 These are the ones on the path where the word is sown: once they hear, Satan comes immediately and takes away the word sown in them. ઘણા લોકો પગદંડી પર પડેલા બી સમાન છે, જેઓમાં ઈશ્વરનાં વચનો વવાય છે, ને જેવા તેઓ વચન સાંભળે છે, કે તરત જ શેતાન આવી તે વચન લઈ જાય છે જે તેમનામાં વાવ્યા.
16 These are the ones sown on rocky ground, who hear the word and immediately receive it with joy. ખડકાળ જમીન એટલે બીજા પ્રકારના લોકો, તેઓ ઈશ્વરનાં વચનો તરત સાંભળે છે અને આનંદથી સ્વીકારી લે છે.
17 But they have no root in themselves, lasting only briefly; when trouble or persecution comes because of the word, they fall away at once. તેનામાં મૂળ નહિ હોવાને કારણે તેઓ લાંબુ ટકતા નથી. જયારે વચન માટે સતાવણી અને મુશ્કેલી થતાં જ તેઓ પાછાં પડી જાય છે.
18 And others are the ones sown among thorns. These are those who hear the word, હજી બીજા બી કે જેઓ ઝાંખરામાં પડયા, જેઓ વચન સાંભળે છે,
19 but worries of this age, the deceit of wealth, and desires for other things enter and choke the word, and it produces no fruit. પરંતુ ટૂંક સમયમાં જ જીવનની ચિંતાઓ, સંપતિનું કપટ, અનેક વસ્તુઓ મેળવવાની લાલચ ઈશ્વરના વચનને દાબી દે છે, ને તે ફળદાયક રહેતું નથી.
20 And these are the ones sown on good soil: they hear the word, accept it, and produce fruit—thirty, sixty, one hundred times over." બીજા, સારી જમીનમાં વવાયેલા તેઓ એ છે, તેઓ સાચાં અર્થમાં ઈશ્વરના વચન સાંભળે છે ને સ્વીકારીને ઈશ્વર માટે પુષ્કળ ફસલ ઉપજાવે છે, કેટલાક ત્રીસ ગણા, કેટલાક સાઠ ગણા અને કેટલાક સો ગણા.”
21 He told them, "Does anyone bring in a lamp to put it under a basket or bed—not on a stand? તેણે તેઓને કહ્યું, “શું તમે દીવો વાટકા કે પથારી નીચે મૂકવા લાવો છો? તેના બદલે, શું તમે તેને તેના સ્ટેન્ડ પર મૂકશો નહીં?
22 Nothing is hidden except to be revealed; nothing is secret except to surface. જે ગુપ્ત છે તે એટલા માટે કે જાહેર થાય, અને જે છાનું છે તે પ્રગટ કરવામાં આવે,
23 If anyone has ears to hear, let him hear." જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
24 He told them, "Watch what you hear. The measure you use will be measured to you—and more added. તેણે તેઓને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિશે સાવધ રહો, જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તેનાથી પણ વધતું અપાશે;
25 For whoever has will be given more; whoever doesn't, even what he has will be taken from him." જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે; અને જેની પાસે નથી તેનું જે છે, તે પણ લઈ લેવામાં આવશે.”
26 He said, "This is what the kingdom of our Father is like: a man scatters seed on the ground. અને તેણે એ પણ કહ્યું, ઈશ્વરનું રાજ્ય આવું છે, “એક માણસે ખેતરમાં બી વાવ્યા.
27 Night and day, asleep or awake, the seed sprouts and grows, though he doesn't know how. રાતદિવસ તે ઊંઘે તથા જાગે અને તે બી ઊગે ને વધે પણ કેવી રીતે એ તે જાણતો નથી.
28 The soil yields grain on its own—first blade, then head, then full kernel in the head. જમીને આપમેળે પાક ઊપજાવે, પ્રથમ ફણગા, પછી ઊંબીઓ, અને છેવટે પાક પૂરાં દાણા ઊપજાવે છે.
29 But when the grain ripens, he immediately sends the sickle, since harvest has come." પાક ઊપજ્યા પછી તરત માણસ દાંતરડું લગાડે છે, કેમકે કાપણીનો સમય આવ્યો છે.”
30 He said, "What can we compare the kingdom of our Father to, or what parable can we use for it? ફરીથી તેમણે કહ્યું, “ઈશ્વરનુ રાજ્ય શેના જેવું છે, અને તેને સમજવા શું દ્રષ્ટાંત અપાય?
31 It's like a mustard seed, the smallest of all seeds when sown on the ground. તે રાઈના બી જેવું છે, તે પૃથ્વી પર બધા બી મા સૌથી નાનું છે,
32 Yet once sown, it grows up and becomes the largest of all garden plants, producing branches so big that birds of the air can nest in its shade." તેમ છતાં જયારે તે વવાય, ત્યારે તે ઉગે છે અને બગીચાના તમામ છોડમાં સૌથી મોટો બની જાય છે, તેની મોટી ડાળીઓમાં આકાશના પક્ષીઓ તેની છાયામાં માળા બાંધે છે.”
33 With many such parables he spoke the word to them, as they were able to hear. ઈસુએ બીજા ઘણા સમજી શકાય તેટલાં વચન દ્રષ્ટાંતો દ્રારા તેઓને કહ્યાં;
34 He spoke to them only in parables, but privately explained everything to his own disciples. તેઓ દ્રષ્ટાંતો સિવાય તેઓને કંઇ કહેતા ન હતા, પરંતુ જયારે પોતાના શિષ્યોની સાથે એકલા હોય ત્યારે તેનો બધો અર્થ સમજાવતા.
35 That day, when evening came, he said to them, "Let us cross over to the other side." તે દિવસે સાંજ પડતાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઈએ.”
36 They left the crowd and took him along, just as he was, in the boat, other boats accompanying him. જનસમુદાયને પાછળ રહેવા દઈને શિષ્યો એમનેએમ તેમને લઈને હોડીમાં નીકળી પડયાં, બીજી હોડીઓ પણ તેઓની સાથે હતી.
37 A fierce windstorm came up. Waves broke over the boat, so that it was already being swamped. પવનનું ભારે તોફાન આવ્યું, મોજાં હોડી પર ઉછળવા લાગ્યાં, હોડી પાણીથી ભરાઈને ડૂબવા લાગી.
38 But Jesus was asleep in the stern on the cushion. They woke him and said, "Teacher, don't you care that we're dying?" હોડીના પાછલાં ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઈસુ ઊંઘતા હતા. શિષ્યોએ મને જગાડયા ને તેમને કહ્યું, “ગુરુજી! જો અમે ડૂબીએ તો તેની તમને શું કાંઈ ચિંતા નથી?”
39 He got up, rebuked the wind, and told the sea, "Peace! Be still!" The wind stopped, and it grew totally calm. “તેઓ ઊઠયાં અને પવનને ધમકાવ્યો અને મોજાને કહ્યું, શાંત થા!” પછી તરત જ પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ.
40 He said to them, "Why are you so afraid? Do you still have no faith?" પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમે શા માટે આટલા બધાં ગભરાઈ ગયા? શું હજીયે તમને વિશ્વાસ નથી?”
41 They were terrified and asked one another, "Who then is this, that even the wind and the sea obey him?" તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા, “આ તે કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]