Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Once again Jesus entered the synagogue, and a man with a withered hand was there. ઈસુ ફરી એક વાર સભાસ્થાનમાં ગયા, ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો.
2 They watched closely to see if he'd heal the man on the Sabbath, to accuse Jesus. કેટલાક ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહ્યા હતા, તેથી તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે કેમ તે જોવા માટે તેઓએ તેની પર નજીકથી નજર રાખી કે તેઓ તેમના પર દોષ મૂકે.
3 Jesus said to the man with the withered hand, "Stand up and come forward." ઈસુએ સુકાઈ ગયેલાં હાથવાળા માણસને કહ્યું, “બધાની સમક્ષ ઊભો રહે!”
4 Then he asked them, "Is it lawful on the Sabbath to do good or to do harm, to save life or to kill?" But they stayed silent. પછી તેમણે તેઓ તરફ ફરીને કહ્યું, “નિયમ પ્રમાણે વિશ્રામવારે ભલાં કામ કરવા કે નુકશાનકારક? એ દિવસે જીવને બચાવવો કે મારવો?” પણ તેઓ ચૂપ રહ્યા.
5 He looked around at them in anger, grieved by their hardness of heart, and told the man, "Stretch out your hand." He stretched it out, and his hand was restored. તેઓના હૃદયની કઠણતાને લીધે દુઃખી થઈને તેમણે ગુસ્સાભરી નજરે ચોતરફ જોયું અને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કયોઁ અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો.
6 Then the Pharisees went out and immediately began plotting with the Herodians how they might destroy him. ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયાં અને તરત જ હેરોદીઓને મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું વિચારવાં લાગ્યા.
7 Jesus withdrew with his disciples to the sea; a large crowd from Galilee followed, and from Judea, ઈસુ અને તેમના શિષ્યો સરોવરે ગયા, અને ઘણું મોટું ટોળું ગાલીલથી તેમની પાછળ ગયું,
8 from Jerusalem, Idumea, beyond the Jordan, and the region around Tyre and Sidon—hearing all he was doing, a great crowd came to him. યહૂદિયાથી, યરુશાલેમથી, અદુમથી, યર્દન નદી પારનાં પ્રદેશોમાંથી અને છેક તૂર તથા સિદોન ની આસપાસના ઘણા લોકો તેણે જે કામો કયાઁ તે સાંભળીને તેની પાસે આવ્યા.
9 He told his disciples to keep a small boat ready, because of the crowd, so they wouldn't crush him. લોકોનાં ટોળાનાં ધસારાથી બચવા ઈસુએ શિષ્યોને હોડી તૈયાર રાખવા જણાવ્યું.
10 For he had healed so many that all who had diseases were pressing forward to touch him. કેમકે ઈસુએ ઘણાં લોકોને સાજા કર્યાં હતાં, પરિણામે સંખ્યાબંધ બીમાર લોકો તેમને સ્પર્શ કરવા પડાપડી કરતાં હતા.
11 Whenever the unclean spirits saw him, they fell before him, shouting, "You are the Son of God!" અશુધ્ધ આત્મા વળગેલાં માણસો ઈસુને જોતાં જ તેમની આગળ પડી જતાં અને પોકારી ઊઠયા કે, “તમે ઈશ્વરપુત્ર છો!”
12 But he firmly warned them not to reveal him. ઈસુએ તેઓને તાકીદ આપી કે, “હું કોણ છું તે તમારે પ્રગટ કરવું નહિ.”
13 Jesus went up the mountain and called those he wanted; they came to him. ઈસુ પહાડ પર ગયા, અને જેઓને તેણે પસંદ કયાઁ તેઓને તેણે બોલાવ્યાં, અને તેઓ ઈસુની પાસે ગયાં.
14 He appointed twelve, named apostles, so they could be with him and he could send them out to preach, ઈસુએ બારની નિમણૂંક કરીને તેઓ તેમને બહાર મોકલે કે તેઓ ઉપદેશ કરે
15 and to have authority to drive out demons. અને તેઓ અશુધ્ધ આત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પામે.
16 These are the twelve he appointed: Simon, to whom he gave the name Peter; બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: સિમોન (ઈસુએ તેનું બીજું નામ પિતર રાખ્યું),
17 James son of Zebedee, and John his brother, whom he named Boanerges, meaning Sons of Thunder; ઝબદીનો દીકરો યાકોબને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” કહ્યાં),
18 Andrew, Philip, Bartholomew, Matthew, Thomas, James son of Alphaeus, Thaddaeus, Simon the Zealot, આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમાસ અલ્ફીનો દીકરો યાકોબ, થદીયુસ, સિમોન કનાની,
19 and Judas Iscariot, who betrayed him. તેમને દગો દેનાર યહૂદા ઈશ્કારિએત.
20 He went home; the crowd gathered again, so he and his disciples couldn't even eat. પછી ઈસુ એક ઘરમાં ગયા, ખબર પડતાં જ લોકોનાં ટોળાં ફરીથી એકત્ર થવા લાગ્યાં અને થોડા જ સમયમાં ઘર એટલું બધું ભરાઈ ગયું કે તેઓ જમી પણ ન શકયા.
21 When his family heard, they went out to restrain him, for they said, "He's out of his mind." તેમના સગાં વહાલાંએ આ જોયું ત્યારે તેઓ ઈસુને પોતાને ઘરે લઈ જવા આવ્યા, કેમકે તેઓએ કહ્યું કે તે ઘેલો છે.
22 The scribes who came down from Jerusalem said, "He has Beelzebul," and, "By the prince of demons he drives out demons." યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, સાચી વાત એ છે કે તેનામાં ભૂતોનો સરદાર બાલઝબૂલ છે, ભૂતોના સરદારની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે.
23 So Jesus called them to him and spoke in parables: "How can Satan drive out Satan? ઈસુએ તેઓને બોલાવ્યાં અને દ્રષ્ટાંતો દ્રારા સમજાવતા કહ્યું, “શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે?
24 If a kingdom is divided against itself, that kingdom cannot stand. કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે.
25 And if a house is divided against itself, that house will not be able to stand. જે ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ.
26 And if Satan opposes himself and is divided, he cannot stand; his end has come. અને જો શેતાન પોતાની વિરુદ્ધ ફૂટ પાડે તો તે કેવી રીતે ટકી શકે! તેનો અંત જ આવ્યો જાણવો.
27 No one can enter a strong man's house and take his goods without first tying up the strong man—then he can plunder the house. બળવાન માણસને બાંધ્યા વગર કોઈ તેના ઘરમાં પ્રવેશી ન શકે. બળવાન માણસને એ બાંધ્યા પછી તે તેનું ઘર લુંટી શકે છે.
28 Truly I tell you, all sins and insults against God will be forgiven children of mankind, whatever they say, હું તમને ખચીત કહું છું કે: માણસનું કોઈ પણ પાપ અને નિંદા માફ કરી શકાશે;
29 but whoever blasphemes against the Holy Spirit never has forgiveness; they are guilty of an eternal sin," પરંતુ, પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે.”
30 for they were saying, "He has an unclean spirit." ઈસુએ આ વાતો કહી કારણ કે તેઓ કહેતાં હતા કે તેમને અશુધ્ધ આત્મા વળગેલો છે.
31 His mother and brothers arrived and, standing outside, sent to him, calling him. ઈસુ ત્યાં હતા ત્યારે તેમની મા અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ બહાર ઊભા હતા. તેમને બોલાવવા અંદર માણસ મોકલ્યું.
32 A crowd sat around him and said to him, "Look, your mother and your brothers are outside, asking for you." ટોળું તેમની આસપાસ બેઠું હતુ અને તેઓએ તેમને કહ્યું, “તમારાંં મા અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને શોધે છે.”
33 He answered them, "Who are my mother and my brothers?" તેમણે કહ્યું, “મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?”
34 Looking around at those sitting in a circle around him, he said, "Here are my mother and my brothers! લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, “આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ!
35 Whoever does the will of our Father is my brother and sister and mother." જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]