Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 13 OGCB

Show OGCB only
Verse × ×
1 Leaving the temple, one of his disciples said to him, "Teacher, look! What huge stones, what magnificent buildings!" ઈસુ મંદિરમાંથી નીકળતાં હતા, ત્યારે તેમના એક શિષ્યે કહ્યું, “ગુરુજી, જુઓ! કેવાં મોટા પથ્થરો! કેવી ભવ્ય ઈમારતો,”
2 Jesus said to him, "Do you see these great buildings? Not one stone will remain here on another; all will be torn down." ઈસુએ જવાબ આપ્યો, “શું તમે આ બધી મોટી ઈમારતો જુઓ છો? એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ અને દરેક તોડી પાડવામાં આવશે.”
3 As he sat on the Mount of Olives facing the temple, Peter, James, John, and Andrew asked him privately, ઈસુ જૈતુન પહાડની ઉપર મંદિરની સામે બેઠાં હતા, પિતર, યાકોબ, યોહાન અને આન્દ્રિયા એ એકાંતમાં તેમને પૂછયું,
4 tell us, when will these things happen, and what sign shows all this is about to be fulfilled? “અમને કહે, એ બધું ક્યાંરે થશે? અને એ બધા પુરા થવાનાં હશે ત્યારે શું નિશાની થશે?”
5 Jesus began to tell them: "Watch out that no one deceives you. ઈસુએ તેમને કહ્યું: “કોઈ તમને ભરમાવે નહિ માટે સાવધ રહો.
6 Many will come in my name, claiming, 'I am he,' and they will deceive many. ઘણાં મારા નામે આવીને કહેશે, ‘હું તે છું’ અને ઘણાંને ભરમાવશે.
7 When you hear of wars and rumors of wars, don't be troubled—these must happen, but the end isn't yet. જયારે તમે યુધ્ધ વિશે અને યુધ્ધની અફવાઓ વિશે સાંભળો, ત્યારે ગભરાશો નહિ. એ બધું થવું જ જોઈએ; પરંતુ અંત હજી આવવાનો છે.
8 Nation will rise against nation, kingdom against kingdom, earthquakes in various places, famines—these are the beginning of birth pains. પ્રજા પ્રજાની વિરુધ્ધ, અને રાજ્ય રાજ્યની વિરુધ્ધ. ઠેર ઠેર ધરતીકંપ થશે, અને દુકાળ પડશે: પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.
9 Watch yourselves. They'll hand you to councils and beat you in synagogues. Because of me you'll stand before governors and kings, as a testimony to them. “તમે પોતા વિશે સાવધ રહેજો. તમને ન્યાયસભાનાં હાથમાં સોંપશે અને સભાસ્થાનોમાં તમને કોરડા મારવામાં આવશે. મારા લીધે રાજ્યકર્તાઓ અને રાજાઓ આગળ મારા સાક્ષી તરીકે ઊભા રાખવામાં આવશે.
10 And the gospel must first be proclaimed to all nations. અને પહેલાં સર્વ પ્રજાઓને સુસમાચાર પ્રગટ થવા જોઈએ.
11 When they arrest and hand you over, don't worry beforehand what to say. Say whatever you're given in that hour—it's not you speaking, but the Holy Spirit. જયારે તમને પકડવામાં આવે અને ન્યાય માટે લઈ જવામાં આવે, ત્યારે શું બોલવું એ વિશે ચિંતા ન કરો, તે સમયે તમને જે આપવામાં આવે તે જ બોલજો, કેમકે બોલનાર તમે નહિ, પણ પવિત્ર આત્મા છે.
12 Brother will betray brother to death, father his child. Children will rise against parents and have them put to death. “ભાઈ ભાઈને મરણને માટે પકડાવશે, પિતા બાળકોને અને બાળકો માતાપિતાની સામે ઊઠશે અને તેમને મારી નંખાવશે.
13 All will hate you for my name, but whoever endures to the end will be saved. મારે લીધે સવઁ લોકો તમને ધિક્કારશે, પણ જે અંત સુધી ટકી રહેશે તે તારણ પામશે.
14 When you see the abomination of desolation standing where it should not be (reader, take note), those in Judea must flee to the mountains. “જયારે તમે, વિનાશને કારણ ધિક્કારપાત્ર વસ્તુને જયાં તે સંબંધીત નથી ત્યાં ઊભેલી જોશો ત્યારે, જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાઓ, વાંચક આ સમજી લે,
15 Let no one on the housetop go down or enter the house to take anything out. જેઓ ધાબા ઉપર હોય તો તેણે નીચે ઉતરવું નહિ, કે કંઈ પણ લેવાં નીચે ઘરમાં જવું નહિ.
16 Let no one in the field go back to get their coat. ખેતરમાં હો તો ઝભ્ભો લેવાં ઘરે પાછાં ન જાઓ.
17 How dreadful it will be in those days for pregnant women and nursing mothers! એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે!
18 Pray that it will not happen in winter, પ્રાર્થના કરો કે એ શિયાળામાં ન થાય.
19 for those days will bring suffering unmatched since our Father created the world until now—and never to be matched again. કારણ કે તે દિવસો એવા હશે કે જયારે ઈશ્વરે જગત બનાવ્યું, ત્યારથી કદી પડી ન હોય, અને ફરી કદી પડશે નહિ એવી વિપત્તિ પડશે.
20 Had the Sovereign not shortened those days, no one would survive; but the Sovereign shortened them for the elect he chose. “જો ઈશ્વર એ દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પોતાના પસંદ કરેલાંઓને લીધે ઈશ્વરે એ દિવસો ઘટાડયા છે.
21 Then if anyone tells you, 'Look, here is the Christ!' or 'Look, there!' don't believe it. એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ,
22 False christs and false prophets will appear, performing signs and wonders to deceive the elect, if possible. કેમકે ઘણા જુઠા મસીહ અને પ્રબોધકો પ્રગટ થશે અને અદભુત ચમત્કારોથી ને ચિન્હોથી લોકોને ભરમાવશે. જો બની શકે તો ઈશ્વરના પસંદ કરેલાંઓને પણ.
23 So be on your guard; I have told you everything ahead of time. તેથી તમે સાવધ રહો, મેં બધું તમને અગાઉથી કહ્યું છે.
24 But in those days, after that suffering, the sun will darken, and the moon will not give its light; “પણ તે દિવસોમાં એ વિપતિ પછી, “ ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ;
25 the stars will fall from the sky, and the powers in the heavens will be shaken. તારાઓ આકાશમાંથી ખરશે. અને આકાશી મંડળો હલાવાશે.’
26 Then they will see the Son of Man coming in clouds with great power and glory. “તે સમયે લોકો માણસના દીકરાને મહાસામથ્યઁ અને મહિમાસહિત વાદળામાં આવતો જોશે.
27 He will send his angels and gather his chosen from the four winds, from earth's ends to heaven's ends. અને તેઓ પોતાના દૂતોને મોકલીને, તેઓ પૃથ્વીનાં છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશામાંથી પોતાના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
28 Learn this from the fig tree: once its branch softens and leaves sprout, you know summer is near. “હવે અંજીરી પરથી આ બોધપાઠ શીખો: જયારે તેની ડાળીઓ કુમળી હોય અને તેને પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
29 So also, when you see these things happening, know it's near, at the door. એ જ પ્રમાણે, જયારે તમે આ બનાવો બનતાં જુઓ, ત્યારે જાણો કે તે નજીક, છેક બારણાં પાસે જ છે.
30 Truly I tell you, this generation will certainly not pass away until all these things have happened. હું સાચે જ કહું છું કે આ બધા પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ.
31 Heaven and earth will pass away, but my words will never pass away. આકાશ અને પૃથ્વી જતાં રહેશે પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.
32 But no one knows that day or hour—not the angels in heaven, not the Son, only the Father. “પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશના દૂતો નહિ કે પુત્ર નહિ, પણ કેવળ પિતા જ.”
33 Be on guard! Stay alert! For you do not know when that time will come. સાવધ રહો, અને સાવચેત રહો; એ સમય ક્યાંરે આવશે તે તમે જાણતા નથી.
34 Like a man on a journey: he leaves his house, gives his servants authority—each his own task—and orders the doorkeeper to stay alert. આ એક માણસના જવા જેવું છે. જે પોતાનું ઘર નોકરોને સોંપીને જાય છે, દરેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને ચોકી કરવા કહ્યું.
35 So stay alert, since you don't know when the master of the house comes—evening, midnight, rooster's crow, or dawn. “માટે જાગતાં રહો, કેમકે તમે જાણતા નથી કે ઘરનો માલીક પાછો કયારે આવશે; સાંજે કે, મધરાતે, કે મરઘો બોલતી વખતે અથવા સવારે.
36 Otherwise, if he comes suddenly, he may find you sleeping. રખેને જો તે અચાનક આવે તો તમને ઊંઘતા જુએ.
37 What I say to you, I say to everyone: Keep watch!" જે હું તમને કહું છું તે બધાને કહું છું કે, જાગતાં રહો.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]