Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 12 OGCB

Show OGCB only
Verse × ×
1 He began speaking to them in parables: "A man planted a vineyard, fenced it in, dug a winepress pit, built a watchtower, rented it to farmers, and left. પછી ઈસુએ તેઓની સાથે દ્રષ્ટાંતોમાં વાત કરવાનું શરૂ કયુઁ: “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, તેની ચારેબાજુ વાડ કરી, ખાડો ખોદી દ્રાક્ષાકુંડ બનાવ્યો, અને ચોકીબુરજ બનાવ્યો. પછી તેમણે કેટલાક ખેડૂતોને તે દ્રાક્ષાવાડી ઈજારે આપી અને બીજી જગ્યાએ રહેવા ગયો.
2 At harvest time he sent a servant to the tenants to collect some of the vineyard's fruit. કાપણીની મોસમે તેણે દ્રાક્ષાવાડી માંથી થોડા ફળ લેવાં માટે નોકરને ઈજારો પાસે મોકલ્યો.
3 But they seized him, beat him, and sent him away empty-handed. પણ તેઓએ તેને પકડ્યો, માર માર્યો, અને ખાલી હાથે પાછો મોકલી દીધો.
4 Again he sent them another servant; they hit him on the head and dishonored him. પછી તેણે બીજા એક નોકરને તેઓ પાસે મોકલ્યો; તેઓએ આ માણસનું માથું ફોડી નાખ્યું. અને તેનુ અપમાન કયુઁ.
5 And he sent another, and they killed him—then many more, beating some and killing others." તેણે બીજા એકને મોકલ્યો, અને તેઓએ તેને મારી નાંખ્યો. તેણે બીજા ઘણાંને મોકલ્યા; કેટલાકને તેઓએ માર્યા, ને કેટલાકને મારી નાખ્યા.
6 He had still one, a beloved son; last he sent him to them, saying, "They will respect my son." “તેની પાસે એક જ દીકરો હતો, જેને તે પ્રિય હતો. તેણે તેને છેલ્લે મોકલ્યો, ને કહ્યું, તેઓ ‘મારા દીકરાનો આદર કરશે,’
7 "But the tenants said to each other, 'This is the heir. Come, let's kill him—the inheritance will be ours.' “પણ ઈજારદારોએ એકબીજાને કહ્યું, ‘આ વારસદાર છે. ચાલો, તેને મારી નાંખીએ, અને વારસો આપણો થશે!’
8 So they took him and killed him and threw him out of the vineyard. તેથી તેઓએ તેને પકડીને મારી નાંખ્યો, અને તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો.
9 So what will the vineyard's owner do? He'll come, destroy the tenants, and give the vineyard to others. “તો પછી દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવીને ઈજારદારોને મારી નાંખશે ને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.
10 Have you not read this Scripture: 'The stone the builders rejected has become the cornerstone; શું તમે શાસ્ત્રનો આ ભાગ વાંચ્યો નથી: “ ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતો તે, તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો;
11 this was our Father's doing, and it is marvelous in our eyes'?" પ્રભુએ આ કયુઁ છે, અને આપણી નજરમાં તે આશ્ચયઁકારક છે?’ ”
12 They wanted to arrest him but feared the crowd, knowing he'd told the parable against them. So they left him and went away. ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલોએ તેમને પકડવાનો માગઁ શોધ્યો કારણ કે તેઓ જાણતા હતા કે આ દ્રષ્ટાંત તેઓ તેમની વિરુદ્ધ બોલ્યા છે, પરંતુ તેઓ ટોળાથી બીતા હતા; તેથી તેઓ તેમને છોડી ને ચાલ્યા ગયા.
13 They sent some of the Pharisees and Herodians to trap him in his words. પછી તેઓએ કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને ઈસુ પાસે મોકલ્યા કે જેથી તેઓ ઈસુને એમની વાતમાં ફસાવીને પકડે.
14 They came and said to him, "Teacher, we know you're true and don't care what anyone thinks, since you don't judge by appearance but truly teach our Father's way. Is it lawful to pay taxes to Caesar, or not? Should we pay, or should we not?" તેઓએ તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે પ્રામાણિક માણસ છો, તેઓ કોણ છે તેના પર તમે ઘ્યાન આપતાં નથી; પણ તમે સત્યતાથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો. તો કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ?
15 But, knowing their hypocrisy, he said to them, "Why are you testing me? Bring me a silver coin to look at." આપવો જોઈએ કે ન આપવો જોઈએ?” પણ ઈસુ તેઓનો ઢોંગ સમજી ગયા. તેમણે કહ્યું કે તમે મને ફસાવવા કેમ માંગો છો? “એક દીનાર મારી પાસે લાઓ એટલે હું તે જાઉં.”
16 They brought one, and he asked them, "Whose image and inscription is this?" They told him, "Caesar's." તેઓએ સિક્કો લાવ્યા અને તેમણે તેમને પૂછયું, “આ સિક્કા પર કોની છાપ છે, અને કોના લેખ છે?” તેઓએ જવાબ આપ્યો, “કૈસરના.”
17 Jesus told them, "Give to Caesar what's Caesar's, and to our Father what's our Father's." They were amazed at him. પછી ઈસુએ તેઓને કહ્યું, “કૈસરનું જે છે તે કૈસરને, અને ઈશ્વરનું જે છે, તે ઈશ્વરને આપો.” અને તેઓ તેમનાથી અચંબો પામ્યા.
18 And the Sadducees came to him, who say there is no resurrection. And they questioned him, saying, પછી સાદૂકીઓ, જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ પ્રશ્ર સાથે તેમની પાસે આવ્યા,
19 "Teacher, Moses wrote for us that if a man's brother dies leaving a wife but no child, the brother must marry her and raise up offspring for him. તેઓએ પૂછયું, “ગુરુજી, મોશેએ અમારે માટે લખ્યું કે જો કોઈનો ભાઈ અને તેની પત્નીને નિઃસંતાન મુકીને મરી જાય, તો મરનારનો ભાઈ તે વિધવા સાથે લગ્ન કરી અને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે.
20 There were seven brothers; the first married, and when he died, left no children. હવે સાત ભાઈઓ હતા. સૌથી મોટો ભાઈ પરણ્યો અને નિઃસંતાન મરી ગયો.
21 And the second married her, and he died leaving no children. And the third likewise. એટલે બીજા ભાઈએ તેની વિધવા સાથે લગ્ન કર્યું, પણ તે પણ નિઃસંતાન મરણ પામ્યો. અને તે પ્રમાણે ત્રીજાને પણ થયું.
22 And none of the seven left any children. Last of all the woman also died. આમ સાતે નિઃસંતાન મરી ગયા, છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
23 At the resurrection, when they rise, whose wife will she be? The seven had her as wife." હવે પુનરુત્થાન મા તે કોની પત્ની થશે? કારણ કે તે સાતેયએ તેની સાથે લગ્ન કયુઁ હતું.”
24 Jesus said to them, "Isn't this why you're wrong—you know neither the Scriptures nor our Father's power? ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો.
25 For when the dead rise, they neither marry nor are given in marriage, but are like the angels in heaven. જયારે મૂએલાં સજીવન થાય, ત્યારે પરણતા નથી અને પરણાવતા નથી; તેઓ સ્વર્ગમાંના દૂતો જેવા થશે.
26 About the dead being raised, haven't you read in Moses' book, in the passage about the bush, how our Father told him, 'I am the God of Abraham, of Isaac, and of Jacob'? મૂએલાં સજીવન થાય છે, શું તમે મોશેનાં પુસ્તકમાં ના ઝાડી વિશેનાં પ્રકરણમા નથી વાંચ્યું કે ઈશ્વરે તેને કહ્યું કે, ‘હું અબ્રાહમનાં ઈશ્વર છું, ઇસહાકનાં ઈશ્વર છું ને યાકોબનાં ઈશ્વર છું?’
27 He is not God of the dead, but of the living. You are badly mistaken." તેઓ મૂએલાંના ઈશ્વર નથી પણ જીવતાંઓના. તમે ગંભીર ભૂલ કરો છો!”
28 One scribe approached, heard them debate, saw Jesus answered well, and asked, "Which commandment is most important of all?" કોઈ એક નિયમશાસ્ત્રના પંડિતે આવી તેમને ચચાઁ કરતા સાંભળ્યા, ને ઈસુએ તેઓને સારો જવાબ આપ્યો છે, એ જાણીને તેમણે ઈસુને પૂછયું, “બધી આજ્ઞાઓમાંથી, શ્રેષ્ઠ આજ્ઞા કઈ?”
29 Jesus answered, "The most important is this: 'Hear, Israel: our Father is one.' ઈસુએ જવાબ આપ્યો, શ્રેષ્ઠ આજ્ઞા તો આ છે: “હે ઇઝરાયેલ સાંભળ!” આપણા ઈશ્વર: તે એક જ ઈશ્વર છે.
30 Love your Father with all your heart, with all your soul, with all your mind, with all your strength." તું તારા પૂરાં હૃદયથી, તારા પૂરાં જીવથી, તારા પૂરાં મનથી અને તારા પૂરાં સામર્થ્યથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર.
31 "The second is this: 'Love your neighbor as yourself.' No commandment is greater than these." “બીજી આજ્ઞા આ છે, ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ આનાથી મોટી આજ્ઞા બીજી કોઈ નથી.”
32 The scribe said to him, "Well said, Teacher. You've said truly that he is one, and there's no other besides him. તે માણસે કહ્યું, “ગુરુજી! તમે સાચુ જ કહો છો કે એક જ ઈશ્વર છે, અને તે વિના અન્ય કોઈ ઈશ્વર નથી
33 Loving him with all the heart, all the understanding, all the strength, and loving one's neighbor as oneself, matters far more than all whole burnt offerings and sacrifices." ઈશ્વર ઉપર પૂરાં હૃદયથી, પૂરી સમજથી તથા પૂરાં સામર્થ્યથી, પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કરવો એ કોઈ પણ બલિદાન અને યજ્ઞ કરતાં વધારે અગત્યનું છે.”
34 Seeing he answered wisely, Jesus said to him, "You are not far from the kingdom of our Father." After that, no one dared ask him any more questions. જયારે તેણે ડહાપણથી જવાબ આપ્યો છે, ત્યારે એ જોઈને ઈસુએ તેને કહ્યું, “તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.” અને એ પછી તેમને વધારે પ્રશ્ન પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
35 Teaching in the temple, Jesus asked, "How can the scribes say the Christ is the son of David? જયારે ઈસુ મંદિરનાં આંગણાંમાં શિક્ષણ આપતાં હતા ત્યારે તેમણે પૂંછયું, “નિયમશાસ્ત્રના પંડિતો એમ કેમ કહે છે કે મસીહ દાવિદનો દીકરો છે?
36 David himself said by the Holy Spirit: 'Our Father said to my Lord, "Sit at my right hand until I put your enemies under your feet."' દાવિદે પોતે, પવિત્ર આત્માથી, આ પ્રમાણે કહ્યું છે: “ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું: “જ્યાં સુધી હું તારા શત્રુઓને તારે પગ નીચે ન મૂકું ત્યાં સુધી મારે જમણે હાથે બેસ.” ’
37 "David himself calls the Christ Lord. How can the Christ be David's son?" The large crowd enjoyed listening to him. દાવિદે પોતે તેમને ‘પ્રભુ’ કહે છે. તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?” મોટા ટોળાએ ખૂબ આનંદપૂર્વક તેમનું સાંભળ્યું.
38 And in his teaching he said, "Beware of the scribes, who like walking in long robes and being greeted in the marketplaces, ઈસુએ શીખવતા કહ્યું, “નિયમશાસ્ત્રના પંડિતોથી સાવધ રહો. તેઓને લાંબા ઝભ્ભા પહેરી આસપાસ ફરવાનું, અને બજારમાં લોકોનાં વંદન ઝીલવાનું ગમે છે,
39 and to have the best seats in the synagogues and the places of honor at banquets, અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો પસંદ કરે છે.
40 who devour widows' houses and make long prayers just for show. These will receive the greater condemnation." તેઓ વિધવાઓના ઘર ગળી જાય છે અને દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરે છે; આ માણસોને ભારે શિક્ષા ભોગવવી પડશે!”
41 Sitting across from the treasury, he watched the crowd drop coins in; many rich people dropped in large sums. જયાં અપઁણો મૂકવામાં આવ્યા હતા તેની સામે ઈસુ બેઠા અને ભીડને તેમના પૈસા મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. ઘણા પૈસાદાર લોકો તેમાં મોટી રકમ નાંખતા હતાં.
42 And a poor widow came and put in two small copper coins, worth a penny. પરંતુ એક ગરીબ વિધવા આવી, અને તેણે તેમાં તાંબાના બે નાનાં સિક્કા નાંખ્યાં, જેની કિંમત થોડા સેન્ટ્‌સ હતી.
43 Calling his disciples, he said, "Truly, I tell you, this poor widow put in more than all who put into the offering box. ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે ભંડારમાં નાખ્યું છે.
44 For they all gave from their surplus, but she gave from her poverty—all she had, her whole livelihood." તેઓએ પોતાની સંપતિમાંથી આપ્યું, પણ તેણે પોતાની ગરીબાઈમાંથી બધું જ આપી દીધું છે. તેણે જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]