Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 10 OGCB

Show OGCB only
Verse × ×
1 He left there for the region of Judea and beyond the Jordan; crowds gathered to him again, and as usual he taught them once more. ત્યાર બાદ ઈસુએ સ્થાન છોડી ને યર્દન નદી પાર કરીને યહૂદિયાનાં પ્રદેશમાં ગયા. ફરીથી લોકોનું ટોળું તેમની પાસે આવ્યું, અને તેમણે પોતાની રીત પ્રમાણે તેઓને શિક્ષણ આપ્યું.
2 Some Pharisees came to test him, asking, "Is it lawful for a man to divorce his wife?" કેટલાક ફરોશીઓએ આવીને તેમનું પરીક્ષા કરતા પૂછયું, “શું પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે તે યોગ્ય છે?”
3 He answered them, "What did Moses command you?" ઈસુએ કહ્યું, “મોશેએ તે સંબંધી શી આજ્ઞા આપી છે?”
4 They said, "Moses permitted a man to write a certificate of divorce and send her away." તેઓએ કહ્યું, “છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને પુરુષ પોતાની પત્નીથી છૂટાં થવાની મોશેએ છૂટ આપી છે.”
5 Jesus told them, "He wrote you this command because your hearts were hard. ઈસુએ જવાબ આપ્યો કે, “તમારાંં હૃદયોની કઠણતાને લીધે મોશેએ આ નિયમ લખી આપ્યો હતો.
6 But from the beginning of creation, our Father made them male and female. પણ સૃષ્ટિના આરંભથી ઇશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યાં.
7 'For this reason a man will leave his father and mother and be joined to his wife, એ કારણથી પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીને વળગી રહેશે.
8 and the two will become one flesh.' So they are no longer two, but one flesh. અને બન્ને એક દેહ થશે. હવે પછી તેઓ બે નથી, પણ એક દેહ છે.
9 Therefore what our Father has joined together, let no one separate." માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં.”
10 Back in the house, the disciples asked him about this again. જયારે ફરી તેઓ ઘરમાં હતા, ત્યારે શિષ્યોએ ફરીથી એ જ બાબત વિશે તેમને પૂછયું.
11 He said to them, "Whoever divorces his wife and marries another commits adultery against her, તેમણે જવાબ આપ્યો, “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે તે વ્યભિચાર કરે છે;
12 and if she divorces her husband and marries another, she commits adultery." અને જો કોઈ તે પોતાના પતિને છૂટાછેડા આપીને બીજા પુરુષને પરણે, તો તે વ્યભિચાર કરે છે.”
13 People were bringing children to him so that he might touch them, but the disciples rebuked them. લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે જેથી તેઓ તેમના પર હાથ મુકે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યા.
14 When Jesus saw this, he grew angry and said, "Let the children come to me; don't stop them, for the kingdom of our Father belongs to such as these. જયારે ઈસુએ આ જોયું ત્યારે તેઓ નારાજ થયા, તેમણે તેમને કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને રોકશો નહિ, કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
15 Truly I tell you, whoever doesn't receive our Father's kingdom like a child will never enter it." હું સાચે જ કહું છું કે; જે કોઈ નાના બાળક સમાન બની ઈશ્વરનું રાજય સ્વીકારશે નહિ, તે કદી તેમાં પ્રવેશી શકશે નહિ.”
16 And he took them in his arms and blessed them, laying his hands on them. પછી તેમણે બાળકોને ઊંચકી લીધા, તેઓના પર હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યો.
17 As he started down the road, a man ran up, knelt before him, and asked, "Good Teacher, what must I do to inherit eternal life?" ઈસુ જ્યારે રસ્તે જવા લાગ્યા, ત્યારે એક માણસ દોડી આવીને તેમને પગે પડીને કહ્યું, “ઉત્તમ ગુરુજી, અનંતજીવન પામવાં માટે મારે શું કરવું જોઈએ?”
18 Jesus asked, "Why call me good? No one is good except our Father alone. ઈસુએ જવાબ આપ્યો, “તું મને ઉત્તમ કેમ કહે છે? ઈશ્વર સિવાય કોઇ ઉત્તમ નથી.
19 You know the commandments: 'don't murder, commit adultery, steal, or give false testimony; don't defraud; honor your father and mother.'" તું આજ્ઞાઓ જાણે છે: તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, તું ઠગાઈ ન કર, તારા માતા અને પિતાનું સન્માન કર.”
20 He said to him, "Teacher, all these I have kept since my youth." તેણે કહ્યું, “ગુરુજી, આ બધી વાતો હું બાળપણથી પાળતો આવ્યો છું.”
21 Jesus looked at him and loved him. "One thing you lack: go, sell everything you own, give to the poor—you'll have treasure in heaven—then come follow me." તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઉપજ્યો. તેમણે કહ્યું, “તારામાં એક બાબત ખૂટે છે, તારી પાસે જે છે તે વેચીને ગરીબોને આપી દે અને સ્વર્ગમાં તને સંપતિ મળશે; પછી આવ ને મારી પાછળ ચાલ.”
22 At this word his face fell, and he went away grieving, for he had many possessions. પણ તેથી તે માણસનું મોં પડી ગયું, તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કારણ તેની પાસે પુષ્કળ સંપત્તિ હતી.
23 Jesus looked around and told his disciples, "How hard it will be for the wealthy to enter the kingdom of our Father!" ઈસુએ આસપાસ જોઈને તેમના શિષ્યોને કહ્યું, “ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે!”
24 The disciples were amazed at his words. Jesus said to them again, "Children, how hard it is to enter the kingdom of our Father! શિષ્યો તેમના શબ્દોથી આવાક બની ગયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “બાળકો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે!
25 A camel goes through a needle's eye easier than a rich person enters our Father's kingdom." ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે.”
26 They were even more astonished and said to one another, "Then who can be saved?" શિષ્યો વધુ આશ્ચર્ય પામ્યા, અને એકબીજાને પૂછવાં લાગ્યા, “તો કોણ તારણ પામી શકે?”
27 Jesus looked at them and said, "With man, impossible; but not with our Father, for all things are possible with our Father." ઈસુએ તેઓ તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, “માણસને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નહિ, ઈશ્વરને સર્વ શકય છે.”
28 Peter began to say to him, "Look, we have left everything and followed you." ત્યારે પિતર બોલી ઊઠ્યો, “અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ,”
29 Jesus said, "Truly I tell you, no one has left house or brothers or sisters or mother or father or children or fields for my sake and for the gospel, ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ મારે માટે અને સુસમાચારને માટે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરોનો ત્યાગ કયોઁ હશે,
30 "who won't receive a hundredfold now, in this time—houses, brothers, sisters, mothers, children, fields, with persecutions—and in the age to come, eternal life. તે આ યુગમાં સો ગણાં ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરોને સતાવણી સુધ્ધાં તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.
31 But many who are first will be last, and the last first." પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે.”
32 On the road up to Jerusalem, Jesus walked ahead of them. They were amazed, and those following were afraid. Taking the twelve aside again, he began telling them what was about to happen to him: તેઓ યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા; ઈસુ આગળ ચાલતાં હતા, શિષ્યો અચંબો પામ્યા ને પાછળ ચાલનારાં ગભરાયા, ફરીથી બારેને એક બાજુમાં લઈ જઈ પોતાનાં ઉપર જે જે વીતવાનું હતું તે વિશે ફરી કહ્યું.
33 "Look, we're going up to Jerusalem. The Son of Man will be handed over to the chief priests and scribes, who will condemn him to death and hand him over to the Gentiles. તેમણે કહ્યું, “આપણે યરુશાલેમ જઈએ છીએ, ત્યારે માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોને સોંપવામાં આવશે; તેઓ મૃત્યુદંડ ફરમાવી, તેને વિદેશીઓને સોંપશે.
34 They will mock him, spit on him, flog him, and kill him; after three days he will rise." તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને તેને મારી નાખશે. ત્રણ દિવસ પછી તે સજીવન થશે.”
35 James and John, Zebedee's sons, came to him and said, "Teacher, we want you to do for us whatever we ask." પછી ઝબદીના દીકરા, યાકોબે અને યોહાને તેમની પાસે આવીને તેઓએ કહ્યું, “ગુરુજી, અમે જે કાંઈ માંગીએ તે તમે અમારે માટે કરો?”
36 He said to them, "What do you want me to do for you?" તેમણે પૂછયું, “હું તમારા માટે શું કરું?”
37 They said to him, "Let us sit in your glory, one at your right, one at your left." તેઓએ જવાબ આપ્યો કે, “તમારા મહિમામાં અમારામાંનાં એકને તમારી જમણે અને બીજાને ડાબે બેસાડજો.”
38 Jesus said to them, "You don't know what you're asking. Can you drink the cup I drink, or be baptized with the baptism I'm baptized with?" ઈસુએ કહ્યું, “તમે જે માંગો છો તે તમે સમજતા નથી, હું જે પ્યાલો પીઉં છું તે શું તમે પી શકશો? અથવા જે બાપ્તિસ્મા હું લઉં છું, શું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”
39 "We can," they said. Jesus said to them, "The cup I drink, you will drink; the baptism I'm baptized with, you will be baptized with, તેઓએ જવાબ આપ્યો, “અમે પી શકીશું.” ઈસુએ તેઓને કહ્યું, “જે પ્યાલો હું પીઉં છું, તે તમે પીશો, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે તમે લેશો
40 but sitting at my right or left isn't mine to give - that's for those it's prepared for." પરંતુ મારે ડાબે કે જમણે બેસાડવાનું મારા હાથમાં નથી, એ સ્થાન અગાઉથી મુકરર થયેલા માટે જ છે.”
41 Hearing this, the ten grew indignant at James and John. જયારે દશ એ આ વિશે સાંભળ્યું, ત્યારે તેઓ યાકોબ અને યોહાન પર નાખુશ થયાં.
42 Jesus called them together and said, "You know that those regarded as rulers of the Gentiles dominate them, and their great ones wield power over them. ઈસુએ તેઓ બધાને પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ ધણીપણું કરે છે અને તેઓના મોટા અધિકારીઓ તેમના પર અધિકાર ચલાવે છે,
43 But it isn't so among you. Instead, whoever wants to be great among you must be your servant, તમારાંમાં એમ નથી, તેના કરતાં તમારાંમાં જે કોઈ મોટો થવા ઈચ્છે તો તેણે સેવક થવું જોઈએ.
44 and whoever wants to be first among you must be slave of all. અને જે કોઈ પ્રથમ થવાં ચાહે, તેણે સર્વનાં ગુલામ થવું.
45 For even the Son of Man came not to be served, but to serve, and to give his life as a ransom for many." જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.”
46 They came to Jericho. As Jesus and his disciples were leaving with a large crowd, blind Bartimaeus son of Timaeus sat begging by the road. પછી તેઓ યરીખો આવ્યા. ત્યાંથી ઈસુ, તેમના શિષ્યો, મોટું ટોળાની સાથે શહેરની બહાર જતા હતા, ત્યારે રસ્તાની બાજુએ તિમાયનો દીકરો બાર્તિમાય નામે અંધ ભિખારી બેઠો હતો.
47 Hearing it was Jesus of Nazareth, he began to cry out, "Jesus, Son of David, have mercy on me!" જયારે તેણે સાંભળ્યું કે તે નાઝરેથના ઈસુ છે, ત્યારે તે બૂમ પાડવા લાગ્યો, “ઓ ઈસુ! દાવિદના દીકરા મારા પર દયા કરો!”
48 Many scolded him to be silent, but he shouted even louder, "Son of David, have mercy on me!" કેટલાક લોકોએ તેને ધમકાવ્યો ને કહ્યું કે, છાનો રહે, પરંતુ તે વધારે જોરથી બૂમ પાડવાં લાગ્યો, “ઓ દાવિદના દીકરા મારા પર દયા કરો!”
49 Jesus stopped and said, "Call him." So they called the blind man: "Courage! Get up—he's calling you." ઈસુએ ઊભા રહીને કહ્યું, “એને બોલાવો!” લોકોએ તે અંધજનને બોલાવ્યો, “ખુશ થા, ચાલ! તે તને બોલાવે છે.”
50 Throwing off his cloak, he jumped up and came to Jesus. તેણે પોતાનું ઝભ્ભો બાજુમાં ફેંકી દઈ તે કૂદીને પોતાના પગ પર ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો.
51 Jesus told him, "What do you want me to do for you?" The blind man told him, "Rabboni, let me see again." ઈસુએ તેને કહ્યું, “તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું?” તેણે કહ્યું, “રાબ્બી, હું જોવા માંગુ છું!”
52 Jesus told him, "Go; your faith has healed you." At once he regained his sight and followed Jesus on the road. ઈસુએ કહ્યું, “જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે.” તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]