Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 9 OGCB

Show OGCB only
Verse × ×
1 He said to them, "Truly I tell you: some standing here will not taste death before they see the kingdom of our Father come with power." તેમણે તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે: જેઓ અહીં ઊભા છે તેઓમાંના કેટલાક ઈશ્વરના રાજ્યને સામથ્યઁમાં આવતું ન જુએ ત્યાં સુધી મરણ પામશે નહિ.”
2 Six days later Jesus took Peter, James, and John, and led them up a high mountain alone, and he was transfigured before them. છ દિવસ પછી ઈસુ પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયાં; ત્યાં તેઓ એકલા હતા. ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું.
3 His clothes became radiant, dazzling white—whiter than anyone on earth could bleach them. તેમનાં વસ્ત્ર એવાં ઝળહળી ઊઠયાં, કે જગતનો કોઈ પણ ધોબી એવી ચમક લાવી ન શકે
4 And Elijah appeared to them along with Moses, and they were talking with Jesus. ત્યાં તેઓની આગળ એલિયા તથા મોશે ઈસુ સાથે વાત કરતા દેખાયા.
5 Peter said to Jesus, "Rabbi, it's good that we're here. Let's make three shelters—one for you, one for Moses, and one for Elijah." પિતરે ઈસુને કહ્યું, “રાબ્બી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.”
6 He did not know what to say, for they were terrified. (તેઓ બહુ ગભરાઈ ગયા અને શું બોલવું તેની તેને સૂઝ પડી નહિ.)
7 A cloud appeared and overshadowed them, and a voice came from the cloud: "This is my beloved Son. Listen to him!" એવામાં એક વાદળ દેખાયું અને તેઓનાં ઉપર છાયા કરી, અને વાદળમાંથી એક વાણી સંભળાઈ, “આ મારો પ્રિય પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનું સાંભળો!”
8 Suddenly, when they looked around, they no longer saw anyone with them except Jesus. તત્કાળ, ચારેબાજુ જોઈને તેમણે પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
9 Coming down the mountain, he ordered them to tell no one what they'd seen until the Son of Man rose from the dead. અને જ્યારે તેઓ પર્વત ઉપરથી નીચે ઊતરતાં હતાં, ઈસુએ તેઓને ફરમાવ્યું કે માણસનો દીકરો મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તે કોઈને કહેતા નહિ.
10 So they kept the matter to themselves, questioning what rising from the dead could mean. તેઓએ એ વાત મનમાં રાખી, અને મરણમાંથી સજીવન થવું શું હશે, તે વિશે ચર્ચા કરતા રહ્યા.
11 And they asked him, "Why do the scribes say that Elijah must come first?" અને તેઓએ તેને પૂંછયું, “નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?”
12 He said, "Elijah does come first and restores everything. Then why is it written the Son of Man must suffer much and be treated with contempt? ઈસુએ જવાબ આપ્યો, “એ સાચુ છે. કે એલિયા પ્રથમ આવે છે ખરો અને બધું વ્યવસ્થિત કરશે, માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેમણે અતિશય દુઃખ સહેવું અને તુચ્છકાર પામવો?
13 But I tell you, Elijah has come, and they did to him whatever they pleased, as it is written about him." હું કહું છું, કે એલિયા આવ્યો છે, અને તેના વિષે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કયુઁ.”
14 Coming to the other disciples, they saw a large crowd around the disciples, and scribes arguing with them. જયારે તેઓ બીજા શિષ્યોની પાસે આવ્યા, ત્યારે તેઓએ તેમની આસપાસ એક મોટું ટોળું જોયું અને તેઓની સાથે નિયમશાસ્ત્રના પંડિતો દલીલો કરતા હતા.
15 As soon as the whole crowd saw Jesus, they were astonished and ran to greet him. તરત ઈસુને જોઈને બધા લોકો પ્રભાવિત થઈ ગયા, અને દોડી જઈને તેમને પ્રણામ કર્યા.
16 He asked them, "What are you arguing about with the scribes?" તેમણે પૂછયું, “તમે તેઓની સાથે શાનો વાદવિવાદ કરો છે?”
17 Someone in the crowd answered him, "Teacher, I brought my son to you; he has a spirit that won't let him speak. ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, “ગુરુજી, મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો આત્મા વળગ્યો હોવાથી તે બોલી શકતો નથી.
18 Whenever it seizes him, it throws him down. He foams at the mouth, grinds his teeth, and stiffens. I asked your disciples to drive it out, but they couldn't." એ જયારે તેને પકડે છે, ત્યારે તેને જમીન પર પછાડે છે, તે મોંમાંથી ફીણ કાઢે છે, તે દાંત પીસે છે, ને તે નબળો થતો જાય છે; મેં તમારાં શિષ્યોને આત્મા કાઢવા વિનંતી કરી પણ તેઓ કાઢી ન શક્યા.”
19 He replied, "You unbelieving generation, how long must I stay with you? How long must I endure you? Bring him to me." ઈસુએ જવાબ આપ્યો, “ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાંં સુધી તમારી સાથે રહીશ? હું કયાં સુધી ધીરજ રાખું? છોકરાંને મારી પાસે લાવો!”
20 They brought the boy to him. Seeing Jesus, the spirit instantly convulsed him; he fell to the ground, thrashing and foaming at the mouth. તેઓ છોકરાંને તેમની પાસે લાવ્યાં, ઈસુને જોતાં તરત જ અશુધ્ધ આત્માએ છોકરાંને ભયંકર રીતે મરડી નાંખ્યો, તે નીચે પડી ગયો અને આળોટવા તથા મોંમાથી ફીણ કાઢવાં લાગ્યો.
21 Jesus asked the boy's father, "How long has this been happening to him?" "From childhood," he said. ઈસુએ છોકરાનાં પિતાને પૂછયું, “એને કેટલાં સમયથી આવું થાય છે?” તેણે કહ્યું: “નાનપણથી જ.”
22 "It has often thrown him into fire and water to destroy him. But if you can do anything, pity us and help us." “તેણે તેને ઘણીવાર મારી નાંખવાં તે એને અગ્નિમાં કે પાણીમાં નાંખી દે છે, જો તમારાંથી કાંઈ થઈ શકે એમ હોય તો દયા કરી અમને મદદ કરો!”
23 Jesus said to him, "'If you can'? Everything is possible for the one who believes." ઈસુએ કહ્યું, “જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે.”
24 Immediately the boy's father cried, "I believe; help my unbelief!" તરત છોકરાંનો પિતા બોલી ઊઠયો, “મને વિશ્વાસ છે, મારો અવિશ્વાસ દૂર કરવા માટે મારી સહાય કરો.”
25 Seeing a crowd running together, Jesus rebuked the unclean spirit: "Mute and deaf spirit, I command you—come out of him and never enter him again!" જયારે ઈસુએ ટોળાને દોડતું આવતું જોઈને તેમણે અશુધ્ધ આત્માને ધમકાવ્યો. “ઓ બહેરાં મૂંગા આત્મા, હું તને હુકમ કરું છું, કે તેમાંથી બહાર નીકળ અને ફરી કદી તેનામાં પ્રવેશ કરીશ નહિ.”
26 Crying out and convulsing him hard, it came out. He looked like a corpse, so many said, "He's dead." ત્યારે આત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાંખ્યો અને તે હિંસક રીતે તેનામાંથી નીકળી ગયો. છોકરો મૂએલાં જેવો થઈને ત્યાં પડી રહ્યો, લોકોએ કહ્યું કે તે “મરી ગયો છે.”
27 But Jesus took him by the hand and raised him up, and he stood. પરંતુ ઈસુએ હાથ પકડીને તેને પગ પર ઊભો કયોઁ અને તે ઊભો થયો.
28 When Jesus had gone indoors, his disciples asked him privately, "Why couldn't we drive it out?" ઈસુ ઘરમાં ગયા પછી, તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછયું, “અમે તેને કેમ કાઢી ન શક્યાં?”
29 He told them, "This kind can come out only by prayer." ઈસુએ કહ્યું, “આ જાત પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી નીકળી શકે એમ નથી.”
30 They left there and passed through Galilee. Jesus did not want anyone to know where they were, તેઓ ત્યાંથી નીકળીને ગાલીલમાં થઈને ગયાં. અને કોઈ ન જાણે એવી તેમની ઈચ્છા હતી.
31 because he was teaching his disciples, telling them, "The Son of Man is being handed into human hands. They will kill him, and three days later he will rise." કેમકે તેઓ પોતાના શિષ્યોને શીખવતા હતાં. તેમણે તેમને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે, ને તેઓ તેમને મારી નાંખશે અને ત્રણ દિવસ પછી તે સજીવન થશે.”
32 But they did not understand what he meant, and they were afraid to ask him. પણ તેઓ શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યા નહિ અને તેમને તે સંબંધી પૂછતાં તેઓ ગભરાતાં હતા.
33 They came to Capernaum. In the house he asked them, "What were you arguing about on the way?" તેઓ કપરનાહૂમ આવ્યા; ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછયું, “માર્ગમાં તમે શી ચર્ચા કરતા હતા?”
34 But they were silent, since they had argued along the way about who was greatest. પણ તેઓ ચૂપ રહ્યા કારણ રસ્તામાં તેઓમાં સૌથી મોટું કોણ છે એ વિશે તેઓ વાદવિવાદ કરતા હતા.
35 He sat down, called the Twelve, and told them, "Anyone who wants to be first must be last of all and servant of all." બેસીને, ઈસુએ બારેને બોલાવીને કહ્યું, “જે કોઈ પ્રથમ થવા ચાહે તો તેણે સૌથી છેલ્લો થવું, અને બધાનો સેવક થવું જોઈએ.”
36 He took a little child, stood him among them, took the child in his arms, and said to them: પછી તેમણે એક નાનાં બાળકને લઈને વચમાં ઊભુ રાખ્યું. બાળકને ખોળામાં લઈને કહ્યું કે,
37 "Whoever accepts one of these little children in my name accepts me; whoever accepts me accepts not me but the one who sent me." “મારે નામે આવા નાનાં બાળકોમાંનાં એકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, અને જે મારો આવકાર કરે છે, તે મારો નહિ પણ મને મોકલનારનો પણ આવકાર કરે છે.”
38 John said to him, "Teacher, we saw someone driving out demons in your name and tried to stop him, since he doesn't follow us." યોહાને કહ્યું, “ગુરુજી, અમે તમારાં નામે કોઈ એક માણસને અશુધ્ધ આત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી કારણ કે તે આપણામાંનો એક નથી.”
39 But Jesus said, "Don't stop him—no one who does a miracle in my name can soon speak evil of me. ઈસુએ કહ્યું, “તેને મના ન કરો!” કારણ કે મારે નામે ચમત્કાર કરનાર બીજી જ પળે મારું ભૂંડુ બોલનાર હોઈ શકે નહિ.
40 For whoever is not against us is for us. જે કોઈ આપણી વિરુધ્ધ નથી તે આપણા પક્ષનો છે.
41 Truly I tell you, whoever gives you a cup of water to drink because you belong to Christ will never lose his reward. હું તમને સાચે જ કહું છું કે, તમે મસીહના છો તેને લીધે જો કોઈ તમને પ્યાલો પાણી પાશે તો તે બદલો પામ્યાં વિના રહેશે નહિ.
42 Whoever trips up one of these little ones who believe in me—better for him to have a large millstone hung around his neck and be thrown into the sea. “મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે.
43 If your hand trips you up, cut it off. Better to enter life maimed than with two hands to go into hell, into the unquenchable fire. જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે હાથ સાથે કદી ન બુઝાય એવા નરકાગ્નિમાં જવું,
44 Not in this edition તેનાં કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પ્રવેશ કરવો તે સારું છે.
45 If your foot trips you up, cut it off. Better to enter life lame than be thrown into hell with two feet. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે પગ લઈ નરકમાં જવા કરતાં
46 Not in this edition અપંગ થઈને જીવનમાં પ્રવેશ કરવો એ સારું છે.
47 If your eye trips you up, throw it out. Better to enter the kingdom of our Father with one eye than be thrown into hell with two, અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢી નાંખ! બે આંખો સાથે નરકમાં નંખાવવા કરતાં કાણો થઈને ઇશ્વરના રાજયમાં પ્રવેશવું એ સારું છે.
48 where 'their worm never dies and the fire never goes out.' જયાં “ ‘તેમને ખાઈ જનાર કીડો કદી મરતો નથી, અને અગ્નિ કદી બુઝાતો નથી.’
49 For everyone will be salted with fire. સર્વને અગ્નિથી સલૂણું કરાશે.
50 Salt is good, but if it loses its saltiness, how can you season it again? Keep salt among yourselves, and be at peace with each other." “મીઠું તો સારું છે પણ તે તેને ખારાશ ગુમાવી દે તો તે શાથી ખારું કરી શકાશે? તમારાં પોતામાં મીઠું રાખો, અને એકબીજા સાથે શાંતિમાં રહો.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]