Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 9 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus called the twelve together, gave them power and authority over all the demons and to heal diseases. જયારે ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યાં, ત્યારે તેમણે તેઓને સઘળાં અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા સર્વ રોગ મટાડવાનો પરાક્રમ અને અધિકાર આપ્યો
2 And he sent them out to proclaim the kingdom of our Father and to heal the sick. અને તેમણે તેઓને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવા અને માંદાઓને સાજા કરવા બહાર મોકલ્યા.
3 He said to them, "Take nothing for the road: no staff, bag, bread, or money, and don't take two tunics each. તેમણે તેઓને કહ્યું, “મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, નાણાં કે વધારાનું શટઁ પણ લેતાં નહિ.
4 Whatever house you enter, stay there, and leave from there. જે કોઇ ઘરમાં તમે જાઓ છો, તે શહેર છોડો ત્યાં સુધી તેમાં રહો.
5 Wherever they won't welcome you, shake the dust off your feet as you leave that town, as a testimony against them." જો લોકો તમારો આવકાર ન કરે તો તે શહેર છોડી દો અને તેઓની વિરુધ્ધ સાક્ષીરૂપ થવા તમારા પગની ધૂળ ખંખેરી નાંખજો.”
6 So they set out and went from village to village, proclaiming the good news and healing everywhere. પછી તેઓ ગામેગામ ફરીને સુસમાચાર પ્રગટ કરતા અને દરેક જગ્યાએ લોકોને સાજાપણું આપતાં.
7 Herod the tetrarch heard all that was happening, and was puzzled, because some said John had been raised from the dead, હવે હેરોદ રાજાએ જે ચાલી રહ્યું હતું તેના વિશે સાંભળ્યું, અને તે મુંઝવણમાં મુકાઈ ગયો, કારણ કે ઘણાં એમ કહેતાં હતા કે યોહાન મરણમાંથી સજીવન થયો છે,
8 others that Elijah had appeared, and still others that one of the prophets of old had risen. બીજા કહેતા કે એલિયા દેખાયો છે, અને વળી બીજા પ્રાચીન પ્રબોધકોમાંનો એક સજીવન થયો છે.
9 Herod said, "I beheaded John—so who is this I hear such things about?" He kept seeking to see him. પણ હેરોદે કહ્યું, “યોહાનનો મેં શિરચ્છેદ કરાવ્યો છે, તો પછી આ કોણ, જેનાં વિશે હું આવી વાતો સાંભળું છું?” અને તેણે તેમને મળવાની ઇચ્છા કરી.
10 When the apostles returned, they told Jesus all they had done. He took them and withdrew privately to a town called Bethsaida. જયારે પ્રેષિતો પાછા આવ્યા ત્યારે તેઓએ જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. પછી તેમણે તેઓને લઈને બેથસૈદા કહેવાતાં શહેરમાં લઇ ગયા.
11 But the crowds found out and followed him. He welcomed them, spoke to them of our Father's kingdom, and healed those who needed it. પણ ટોળાએ તે વિશે જાણી લીધું અને તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વરના રાજ્ય વિશે તેઓને કહ્યું, અને સાજાપણાની જરૂર હતી તેમને સાજાં કર્યા.
12 As the day was ending, the Twelve came and said to him, "Send the crowd away to find lodging and food in the villages and countryside around us—we're in a remote place here." સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “ટોળાને મોકલો કે તેઓ નજીકનાં ગામોમાં જઈને આસપાસમાં પોતાને માટે ખાવાની અને રહેવાની વ્યવસ્થા કરે, કેમકે આપણે અહીં ઉજજડ સ્થળે છીએ.”
13 He said, "You give them something to eat." They said, "We have only five loaves and two fish—unless we go and buy food for this whole crowd." તેમણે જવાબ આપ્યો, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!” તેઓએ જવાબ આપ્યો, “અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે, અમે જઈને એ સઘળાં ટોળા માટે ખાવાનું વેચાતું લાવીએ.”
14 For there were about 5,000 men. He told his disciples, "Seat them in groups of about fifty each." (ત્યાં લગભગ પાંચ હજાર પુરુષો હતા.) પણ તેમણે પોતાનાં શિષ્યોને કહ્યું, “લોકોને પચાસ પચાસની પંગતમાં બેસાડો.”
15 They did so, and had everyone sit down. શિષ્યોએ તેમજ કયુઁ અને બધા બેસી ગયાં.
16 He took the five loaves and two fish, looked up to heaven, blessed and broke them, then kept giving them to the disciples to serve the crowd. પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી.
17 All ate and were satisfied; the leftover pieces filled twelve baskets. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.
18 Once, while praying alone with his disciples nearby, Jesus asked them, "Who do the crowds say I am?" એક વાર, જયારે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા અને શિષ્યો પણ તેમની સાથે જ હતા, તેમણે તેમને પૂછયું, “હું કોણ છું; એ વિશે ટોળું શું કહે છે?”
19 They answered, "John the Baptist. Others say Elijah. Still others, that an ancient prophet has risen." તેઓએ જવાબ આપ્યો, “કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; કેટલાક કહે છે કે એલિયા; અને વળી બીજા કહે છે કે સજીવન થયેલ કોઈ પ્રાચીન પ્રબોધક છો.”
20 "But who do you say that I am?" he asked. Peter answered, "The Christ of our Father." તેમણે પૂછયું, “પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો, “ઈશ્વરના મસીહ છો.”
21 Jesus strictly warned them, ordering them to tell no one this, ઈસુએ તેઓને સખત તાકીદ કરી કે આ કોઈને કહેવું નહિ.
22 saying, "The Son of Man must suffer many things and be rejected by the elders, chief priests, and scribes, and be killed, and on the third day be raised." અને તેમણે કહ્યું, “માણસનો દીકરો પુષ્કળ દુઃખ સહન કરશે અને વડીલો, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો તેનો નકાર કરશે, પછી તે મારી નંખાશે અને ત્રણ દિવસ પછી સજીવન થશે, એ જરૂરનું છે.”
23 Then he told them all, "Whoever wants to come after me must deny himself and take up his cross daily and follow me. પછી તેમણે સઘળાને કહ્યું, “જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
24 For whoever intends to save his life will lose it, but whoever loses his life because of me will save it. કેમકે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઇ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.
25 For what use is it if someone gains the whole world, yet loses or forfeits himself? કોઇ આખું જગત મેળવે અને છતાં પોતાની જાત ગુમાવે તો તેથી તેને શું લાભ?
26 Whoever is ashamed of me and my words, the Son of Man will be ashamed of him when he comes in his own glory and the glory of the Father and the holy angels. જે કોઈ મારે લીધે અને મારાંં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના તથા પિતાનાં તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેઓ શરમાશે.
27 But I tell you truly, some standing here will not taste death before they see the kingdom of our Father." “હું તમને સાચે જ કહું છું કે, જેઓ અહીં ઊભા રહેલાં છે તેઓમાંથી કેટલાક ઈશ્વરનું રાજ્ય જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહિ.”
28 About eight days after these words, Jesus took Peter, John, and James up a mountain to pray. એ વાતો કહ્યાંના લગભગ આઠ દિવસ પછી, પિતર, યાકોબ તથા યોહાનને લઈને પ્રાર્થના કરવા માટે પર્વત પર ગયા.
29 As he was praying, the appearance of his face changed, and his clothing became dazzling white. જયારે તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો વીજળીના ચમકારા જેવા ઉજળાં થઈ ગયાં.
30 And there were two men talking with him—Moses and Elijah, બે માણસો, મોશે અને એલિયા ભવ્ય મહીમામાં ઈસુની સાથે વાત કરતા દેખાયા.
31 who appeared in glory, speaking of his departure, which he was about to fulfill in Jerusalem. તેઓએ તેમની વિદાય વિશે વાત કરી, કે જે તે યરુશાલેમમાં પુરું થવાનું હતું.
32 Peter and his companions were weighed down with sleep; fully awake, they saw his glory and the two men standing with him. પિતર અને તેના સાથીઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જયારે તેઓ જાગી ઊઠયાં ત્યારે તેઓએ તેમને મહિમામાં જોયા, અને તેમની સાથે ઊભેલા બે માણસો જોયા.
33 As they were leaving him, Peter said to Jesus, "Master, it's good we're here. Let's make three shelters—one for you, one for Moses, one for Elijah." He didn't know what he was saying. જયારે માણસો ઈસુ પાસેથી વિદાય થતા હતા, પિતરે ઈસુને કહ્યું, “ગુરૂજી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.” (પોતે શું બોલતો હતો તે તે સમજતો ન હતો.)
34 As he spoke, a cloud came and covered them in shadow; entering it, they were afraid. હજી તેઓ બોલતાં હતા એટલામાં, એક વાદળ દેખાયું અને તેઓ પર છાયા કરી, અને તેઓ વાદળામાં પેઠાં ત્યારે તેઓ ગભરાય ગયા.
35 A voice from the cloud said, "This is my Son, my Chosen One—listen to him!" વાદળમાંથી એક વાણી સંભળાઈ, “આ મારો પુત્ર છે જેને મેં પસંદ કયોઁ છે; તેમનું સાંભળો.”
36 When the voice ended, Jesus was found alone. They stayed silent, telling no one in those days what they had seen. જયારે વાણી સંભળાય હતી, ત્યારેતેઓએ એકલા ઈસુને જોયા. શિષ્યોએ એ મનમાં રાખ્યું અને તે સમયે તેઓએ જે જોયું તેમાંનું તે કોઇને કહ્યું નહિ.
37 The next day, when they came down from the mountain, a large crowd met him. બીજે દિવસે, જયારે તેઓ પહાડ પરથી નીચે ઊતર્યા, ત્યારે એક મોટું ટોળું તેઓને મળ્યું.
38 A man from the crowd shouted, "Teacher, please look at my son, because he's my only child. ટોળામાંથી એક માણસ બોલી ઊઠ્યો, “ગુરુજી! હું તમને વિનંતી કરું છું કે મારા દીકરાને જુઓ, કેમકે તે મારો એકનો એક દીકરો છે.
39 A spirit seizes him, and suddenly he cries out; it convulses him until he foams, scarcely leaving him, battering him. આત્મા તેને પકડીને મરડી નાખે છે; અને એકાએક બુમો પાડે છે; તે તેને એવો મરડીને ફેકી દે છે જેથી તેના મોંમાંથી ફીણ કાઢે છે. તે તેને ભાગ્યે જ છોડે છે અને તેનો નાશ કરે છે.
40 I begged your disciples to drive it out, but they could not." મેં તમારાં શિષ્યોને એ કાઢવા માટે વિનંતી કરી પણ તેઓ તેને કાઢી શક્યાં નહિ.”
41 Jesus answered, "Distrustful, twisted generation, how long must I stay with you and endure you? Bring your son here." ઈસુએ જવાબ આપ્યો “ઓ અડીયલ અને અવિશ્વાસી પેઢી! હું કયાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ!”
42 As the boy was coming, the demon threw him down and convulsed him. But Jesus rebuked the unclean spirit, healed the boy, and returned him to his father. વળી જયારે તે છોકરો આવતો હતો, ત્યાર અશુધ્ધ આત્માએ તેને જમીન પર પછાડીને મરડી નાંખ્યો, પણ ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો, અને છોકરાને સાજો કર્યો ને તેના પિતાને પાછો સોંપ્યો.
43 All were astonished at our Father's majesty. While everyone was amazed at everything Jesus did, he said to his disciples, અને તેઓ સઘળાં ઈશ્વરના મહાપરાક્રમથી અચરત પામ્યા. જયારે તેમણે જે જે કયું હતું તે સવઁ જોઈને અચરત પામ્યા, ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું.
44 "Store these words in your ears: the Son of Man will soon be delivered into human hands." “હું તમને જે કહેવાનો છું તે ધ્યાનથી સાંભળો: માણસનો દીકરો માણસોનાં હાથમાં સોંપાશે.”
45 But they didn't understand this word—hidden from them so they couldn't grasp it—and they were afraid to ask him about it. પણ તેઓ શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યા નહિ. તે તેમનાથી ગુપ્ત રખાયું હતું. કે તેઓ તે સમજે નહિ, અને તેમને તે સંબંધી પૂછતાં તેઓ ગભરાતાં હતા.
46 Now an argument arose among them as to which of them was the greatest. શિષ્યોમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટું કોણ થશે.
47 But Jesus, knowing their hearts' thoughts, took a child and stood him beside himself, ઈસુએ, તેઓના વિચાર જાણીને, તેમણે એક નાનાં બાળકને લઇને પોતાની પાસે ઊભુ રાખ્યું,
48 and told them, "Whoever receives this child in my name receives me, and whoever receives me receives the one who sent me. For the least among you all—that one is great." પછી તેમણે તેઓને કહ્યું, “જે કોઇ મારે નામે આ નાનાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે, અને જે કોઇ મારો આવકાર કરે છે, તે મને મોકલનારનો આવકાર કરે છે. કેમકે તમારાં સવઁમાં, જે સૌથી નાનો છે તે સૌથી મોટો છે.”
49 John said, "Master, we saw someone driving out demons in your name and tried to stop him, because he doesn't follow with us." યોહાને કહ્યું, “ગુરુજી, અમે તમારાં નામે કોઈ એક માણસને અશુધ્ધ આત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી કારણ કે તે આપણામાંનો એક નથી.”
50 "Do not stop him," Jesus said to him, "for whoever is not against you is for you." ઈસુએ જવાબ આપ્યો, “તેને મના ન કરો, કેમકે જે કોઈ તમારી વિરુધ્ધ નથી તે તમારાં પક્ષનો છે.”
51 When the days neared for him to be taken up to heaven, Jesus resolutely set his face to go to Jerusalem. જેમ સ્વર્ગમાં ઉપર લઇ જવાનો સમય નજીક આવતો ગયો, તેમ તેઓ દ્રઢતાથી યરુશાલેમ તરફ આગળ વધવાં લાગ્યા.
52 He sent messengers ahead of him. They went and entered a Samaritan village to prepare for him, અને તેમણે તેમની આગળ સંદેશાવાહક મોકલ્યા, જેઓ તેમના માટે વ્યવસ્થા કરવા સમરૂનીઓના ગામમાં ગયા.
53 but the people there did not welcome him, because he was heading for Jerusalem. તેઓ યરુશાલેમ તરફ જઈ રહ્યા હોવાથી ત્યાંના લોકોએ તેમનો આવકાર કયોઁ નહિ.
54 Seeing this, the disciples James and John said, "Lord, do you want us to call down fire from heaven to consume them?" જયારે શિષ્યો, યાકોબ અને યોહાને આ જોયું તેઓએ પૂછયું, “પ્રભુ, શું તમે ઇચ્છો છો કે અમે તેઓનો નાશ કરવા આકાશમાંથી અગ્નિ બોલાવીએ?”
55 But he turned and rebuked them. પણ ઈસુએ ફરીને તેઓને ઠપકો આપ્યો.
56 And they went on to another village. પછી તેઓ અને તેમના શિષ્યો બીજે ગામ ગયા.
57 As they walked the road, someone said to him, "I'll follow you wherever you go." તેઓ રસ્તે ચાલતાં હતા, ત્યારે એક માણસે તેમને કહ્યું, “તમે જયાં જશો ત્યાં, હું તમારી પાછળ આવીશ.”
58 Jesus said, "Foxes have dens, birds of the sky have nests, but the Son of Man has nowhere to lay his head." ઈસુએ જવાબ આપ્યો, “શિયાળવાને બખોલ હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી.”
59 To another he said, "Follow me." He replied, "Lord, first let me go bury my father." તેમણે બીજા માણસને કહ્યું મારી “પાછળ આવ,” પણ તેણે જવાબ આપ્યો, “પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો.”
60 But Jesus told him, "Let the dead bury their own dead, but you go proclaim the kingdom of our Father." ઈસુએ તેને કહ્યું, “મૂએલાઓને તેઓના મૂએલાને દાટવા દો, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.”
61 Another also said, "I'll follow you, Lord, but first let me say goodbye to those at my house." વળી બીજા એકે કહ્યું, “પ્રભુ હું તમારી પાછળ આવીશ પણ તે પહેલાં મારાંં ઘરનાંને છેલ્લી સલામ કરવા મને જવા દો.”
62 Jesus replied, "No one who puts a hand to the plow and looks back is fit for our Father's kingdom." ઈસુએ જવાબ આપ્યો, “હળ પર હાથ મૂકીને પાછળ જોનાર કોઇ પણ ઈશ્વરના રાજ્યમાં સેવા કરવા લાયક નથી.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]